Paytm IPO વિવાદમાં સપડાયો , IPO અટકાવવા SEBI ને કરાઈ રજુઆત , જાણો શું છે મામલો

Paytm IPO  વિવાદમાં સપડાયો , IPO અટકાવવા SEBI ને કરાઈ રજુઆત , જાણો શું છે મામલો
Paytm IPO

કંપનીના 71 વર્ષીય એક ભૂતપૂર્વ ડાયરેક્ટએ ભારતના માર્કેટ રેગ્યુલેટરને IPO રોકવા વિનંતી કરી છે. તેણે આરોપ લગાવ્યો કે તે કંપનીના કો ફાઉન્ડર છે અને તેણે બે દાયકા પહેલા કંપનીમાં $ 27,500 નું રોકાણ કર્યું હતું પરંતુ તેમને ક્યારેય શેર મળ્યો નથી.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Aug 13, 2021 | 11:54 AM

ડિજિટલ પેમેન્ટ અને નાણાકીય સેવાઓ પુરી પાડતી કંપની Paytm ની રૂ 16,600 કરોડ ($ 2.2 અબજ) ની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) આવી છે. કંપનીના 71 વર્ષીય એક ભૂતપૂર્વ ડાયરેક્ટએ ભારતના માર્કેટ રેગ્યુલેટરને IPO રોકવા વિનંતી કરી છે. તેણે આરોપ લગાવ્યો કે તે કંપનીના કો ફાઉન્ડર છે અને તેણે બે દાયકા પહેલા કંપનીમાં $ 27,500 નું રોકાણ કર્યું હતું પરંતુ તેમને ક્યારેય શેર મળ્યો નથી.

રોઇટર્સ અનુસાર, Paytm એ કહ્યું કે અશોક કુમાર સક્સેનાનો દાવો બોગસ છે અને દિલ્હી પોલીસ સ્ટેશનમાં તેમની સામે કંપનીના શોષણનો કેસ દાખલ કર્યો છે. Paytm એ જુલાઈમાં રેગ્યુલેટર સાથે IPO માટે અરજી કરી હતી. સક્સેનાએ આક્ષેપ સાચા હોવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે પેટીએમ હાઇ પ્રોફાઇલ પોઝિશન પર છે જેનો અર્થ છે કે તેમના જેવા ખાનગી વ્યક્તિ કંપનીને હેરાન કરવાની સ્થિતિમાં નથી.

મામલો સેબી સુધી પહોંચ્યો  સક્સેનાએ Paytm ના IPO ને રોકવા માટે બજાર નિયામક SEBI નો સંપર્ક કર્યો છે. જો તેમનો દાવો સાચો નીકળે તો રોકાણકારો તેમના નાણાં ગુમાવી શકે છે. જોકે, સેબીએ આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

શેરહોલ્ડર એડવાઈઝરી ફર્મ InGovern નાં શ્રીરામ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આ વિવાદમાં રેગ્યુલેટર તપાસનો આદેશ આપી શકે છે અને પેટીએમના આઈપીઓ મંજૂર કરવામાં મુશ્કેલી કે વિલંબ કરી શકે છે. Paytm IPO ની કિંમત 25 અબજ ડોલર સુધી હોઇ શકે છે. સુબ્રમણ્યમે કહ્યું કે સેબી સુનિશ્ચિત કરશે કે લિસ્ટિંગ બાદ તે કંપની અને તેના શેરધારકોને અસર ન કરે. રેગ્યુલેટર નિર્ણય ગમે તે આવે પણ આ વિવાદ પેટીએમના બહુપ્રતિક્ષિત આઈપીઓ માટે કાનૂની માથાનો દુખાવો બની શકે છે. ઉલ્લેખનીય છે કે રોકાણકારો ચીનના અલીબાબા અને જાપાનના સોફ્ટબેંક છે.

શું છે વિવાદ ? વિવાદના મૂળમાં સક્સેના અને Paytm ના અબજોપતિ CEO વિજય શેખર શર્મા વચ્ચે 2001 માં હસ્તાક્ષર થયેલા એક પાનાનો દસ્તાવેજ છે. આ મુજબ સક્સેનાને Paytm ની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સમાં 55 ટકા હિસ્સો મળશે અને બાકીની માલિકી શર્માની રહેશે. Paytm એ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. શર્માએ પણ જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો : GOLD : સોનાના દાગીના સંબંધિત આ મહત્વનો નિયમો 31 ઓગસ્ટથી લાગુ થશે, સોનુ ખરીદતા પહેલા હવે આ બાબતનું ધ્યાન અચૂક રાખજો

આ પણ વાંચો :  7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , શું DA માં ફરી વધારાના છે સંકેત ? સપ્ટેમ્બરથી પગાર વધારો મળશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati