Paytm IPO: નાના શહેરનો છોકરો, જેણે અંગ્રેજી ભાષા પણ આવડતી ન હતી અને હવે લાવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO
આ સફળતા તેમના માટે સરળ ન હતી. વિજય શેખર શર્મા ઉત્તર પ્રદેશના અલીગઢના છે. તેઓ માત્ર 14 વર્ષના હતા, જ્યારે તેઓએ 12મું ધોરણ પાસ કર્યું હતું. જે એક ઉપલબ્ધી હતી.
Vijay Shekhar Sharma Success Story: Paytm દેશના સૌથી લોકપ્રિય મોબાઈલ એપ્સમાંની એક છે. આ ડિજિટલ ચૂકવણી માટેની લોકપ્રિય એપ બની ચૂકી છે. મોટાભાગના લોકોના સ્માર્ટફોનમાં તમને આ એપ જોવા મળશે. હવે આ કંપનીનો IPO પણ આવી રહ્યો છે. જે દેશનો સૌથી મોટો આઈપીઓ હશે. પરંતુ શું તમે જાણો છો કે તેની શરૂઆત કરનાર વ્યક્તિ વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma) એક નાના શહેરના ખુબ સામાન્ય પરિવારથી છે. એક સમય હતો જ્યારે તેમના ખિસ્સામાં માત્ર 10 રૂપિયા રહેતા હતા.
14 વર્ષની ઉંમરમાં 12મું પાસ કર્યું
આ સફળતા તેમના માટે સરળ ન હતી. વિજય શેખર શર્મા ઉત્તર પ્રદેશના અલીગઢના છે. તેઓ માત્ર 14 વર્ષના હતા, જ્યારે તેઓએ 12મું ધોરણ પાસ કર્યું હતું. જે એક ઉપલબ્ધી હતી. તેમના પિતા એક સ્કૂલમાં શિક્ષક અને આદર્શવાદી વ્યક્તિ હતા. તેઓ વધારાની આવક માટે ટ્યૂશન કરાવતા હતા. વિજય શેખર નાના શહેરને છોડી દિલ્હી આવ્યા અને તેઓ દિલ્હી સ્કૂલ ઓફ એન્જિનિયરીંગમાં દાખલ થયા.
અહીં પર તેઓને એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે તેઓને અંગ્રેજી વાંચતા અને લખતા આવડતી ન હતી. તેમને અલીગઢમાં પોતાની સ્કૂલનો અભ્યાસ હિન્દીમાં પૂર્ણ કર્યો હતો. તેઓએ પુસ્તકો, જૂના મેગજીન અને પોતાના દોસ્તોની મદદથી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. તેના માટે તેઓ એક પુસ્તકનું હિન્દી અને અંગ્રેજી વર્જન એક સાથે વાંચતા હતા.
જોકે, એમાં સમય લાગ્યો હતો. હંમેશા ક્લાસના ટોપ રહેતા શર્મા બીજાથી પાછળ રહેવા લાગ્યા, એક સમય પર તેઓ એટલા પરેશાન થઈ ગયા કે તેઓએ કોલેજ જવાનું છોડી દીધું. તેઓ કોલેજના આ સમયને એક આંતરપ્રેન્યોર બનવામાં ઉપયોગ કર્યો. તેઓ સ્ટેનફોર્ડ યૂનિવર્સિટી જવા ઈચ્છતા હતા. પરંતુ આર્થિક સમસ્યા અને અંગ્રેજીના પડકારોના કારણે ન કરી શક્યા.
તેઓ કોડીંગ કરવાનું જાતે શીખ્યા, પોતાના કોલેજના સાથીઓ સાથે મળી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી. જેને અમુક મોટા ન્યૂઝ પબ્લિકેશને ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેઓએ આ સમયે એક મલ્ટીનેશનલ કંપનીમાં પોતાની પહેલી નોકરી પણ કરી, જોકે તેઓ છ મહિના બાદ તે નોકરી છોડી અને પોતાના દોસ્તો સાથે પોતાની કંપની બનાવી.
વિજય શેખર શર્માએ પોતાની કોલેજની પરીક્ષા પણ પાસ કરી લીધી. આ તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય પણ હતો. જેમની સાથે તેઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો, તેઓ તેમને નુકસાનીમાં છોડી જતા રહ્યા, પરંતુ વિજય શેખરે હાર ન માની.
2010માં પેટીએમનો આઈડિયા
શર્માએ વર્ષ 2000માં પેટીએમની પેરેંટ કંપની One97ની શરૂઆત કરી. તેઓએ ઈન્ટરનેટના ત્રણ પાયા પર કામ કર્યું. કન્ટેન્ટ, જાહેરાત અને કોર્મસ, વર્ષ 2010માં પહેલીવાર પેમેન્ટ ઈકોસિસ્ટમનો આઈડિયા રાખ્યો, પરંતુ કંપની બોર્ડ તેનાથી સહમત ન હતા.
તેઓએ તેમની ઈક્વિટીનો એક ટકા જે 2011ના સમેય લગભગ 15 કરોડ રૂપિયા હતો, તેને રાખ્યો અને કહ્યું કે વેબસાઈટ શરૂ કરો. જો નુકસાન થશે તો તેઓ જવાબદારી લેશે. આ વિશ્વાસ સાથે તેઓએ Paytm એટલે કે Pay Through Mobileની શરૂઆત કરી અને કંપની આજે બીજા માટે પ્રેરણા બની ચૂકી છે.
આ પણ વાંચો: Covid In Russia: રશિયામાં કોરોનાથી એક દિવસમાં રેકોર્ડબ્રેક 1,159 લોકોના મોત, મોસ્કોમાં બિન-જરૂરી સેવાઓ બંધ