AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શેરબજારમાં નબળો કારોબાર, Sensex 57,155 સુધી સરક્યો

શુક્રવારે સ્થાનિક શેરબજારમાં ભારે ઉતાર - ચઢાવ જોવા મળ્યો હતો. કારોબારની શરૂઆત મજબૂત તેજી સાથે થઈ હતી પરંતુ બાદમાં બેન્ક અને નાણાકીય શેરોમાં વેચવાલીથી તે નબળી પડી હતી. સેન્સેક્સમાં 765 પોઈન્ટની નબળાઈ હતી અને તે 57696ના સ્તરે બંધ રહ્યો હતો

Share Market  : શેરબજારમાં નબળો કારોબાર, Sensex 57,155 સુધી સરક્યો
Stock Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 1:13 PM
Share

Opening Bell : નબળા વૈશ્વિક સંકેત છતાં ભારતીય શેરબજાર(Share Market)માં આજે તેજી સાથે કારોબારની શરૂઆત મળી પરંતુ બાદમાં ઘટાડો દેખાયો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા હતા પણ બાદમાં લાલ નિશાન નીચે સરક્યા હતા. આજે સેન્સેક્સ(Sensex) 81 અને નિફટી(Nifty) 12 અંકના વધારા સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત કરી છે. સેન્સેક્સ 57,778.01 ઉપર ખુલ્યો હતો જેનું શુક્રવારનું બંધ સ્તર 57,696.46 હતું. નિફટીની વાઈ કરીએ તો ઇન્ડેક્સ 17,209.05 ઉપર ખુલ્યો હતો જે છેલ્લા સત્રમાં 17,196.70 ની સપાટીએ બંધ થયો હતો.

વૈશ્વિક સંકેતો નબળા ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં દબાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ શુક્રવારે અમેરિકાના ત્રણેય મુખ્ય બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે ડાઉ જોન્સમાં 60 પોઈન્ટની નબળાઈ હતી અને તે 34,580 ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ નાસ્ડેકમાં 296 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ પણ 39 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. ઓમિક્રોને બજારમાં અનિશ્ચિતતા ઊભી કરી છે, રોકાણકારો ઓમિક્રોન સંબંધિત દરેક ડેવલોપમેન્ટ પર નજર રાખે છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી અને નિક્કી 225માં ઘટાડો છે. હેંગસેંગ, તાઈવાન વેઈટેડ અને કોસ્પી પણ નબળા જોવા મળ્યા હતા.

કયા પરિબળો પર નજર રાખવામાં આવશે કોરોના વાયરસના નવા વીરિએન્ટને લગતું દરેક ડેવલપોમેન્ટ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક 8 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. મેક્રો ઈકોનોમી મોરચે આઈઆઈપી નંબર અને સીપીઆઈ ફુગાવાના ડેટા 10 ડિસેમ્બરે આવવાના છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજે એટલે કે 6 ડિસેમ્બરના ટ્રેડિંગમાં, NSE પર F&O હેઠળ 2 શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જેમાં Indiabulls Housing Finance અને Vodafone Idea સમાવેશ થાય છે.

FII અને DII ડેટા શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાં 3356.17 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ શુક્રવારે રૂ 1648.79 કરોડની ખરીદી કરી હતી.

શુક્રવારે બજાર ઘટાડ સાથે બંધ થયું હતું શુક્રવારે સ્થાનિક શેરબજારમાં ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. કારોબારની શરૂઆત મજબૂત તેજી સાથે થઈ હતી પરંતુ બાદમાં બેન્ક અને નાણાકીય શેરોમાં વેચવાલીથી તે નબળી પડી હતી. સેન્સેક્સમાં 765 પોઈન્ટની નબળાઈ હતી અને તે 57696ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં 205 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 17197ના સ્તરે બંધ રહ્યો હતો. ટોપ લોસર્સમાં પાવરગ્રીડ, રિલાયન્સ, ભારતીઆર્ટલ, ટેકએમ, સનફાર્મા, એચડીએફસી, એશિયનપેઇન્ટ, આઇટીસી, કોટકબેંક અને ડો. રેડ્ડીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  Share Market : Sensexની ટોચની 10 કંપનીઓમાંથી સાતની માર્કેટ કેપમાં રૂ. 1.29 લાખ કરોડ વધારો, જાણો Gainer અને Loser Stocks વિશે

આ પણ વાંચો : Share Market : માત્ર એક અઠવાડિયામાં મળ્યું 33 ટકાથી વધુ રિટર્ન, જાણો રોકાણકારોએ ક્યાં કરી કમાણી

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">