Opening Bell : શેરબજારના પ્રારંભિક કારોબારમાં પ્રોફિટ બુકીંગ થયું, જાણો ક્યાં શેર પટકાયા
સેન્સેક્સ 61074 ઉપર ખુલ્યો હતો જેનું સોમવારનું બંધ સ્તર 661,168 હતું. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ સોમવારે 118797 ઉપર બંધ થયા બાદ આજે કારોબારનો પ્રારંભ 18,163 ઉપર કર્યો હતો.વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર તેજી પર બંધ થયું હતું.
ભારતીય શેરબજાર માટે નબળા સંકેત મુજબ મજબૂત શરૂઆત લાલા નિશાન નીચે નજરે પડી રહી છે. વર્ષના પહેલા સેશનમાં સેન્સેક્સ 327 અને નિફટીએ 92 અંકની તેજી દર્શાવી હતી. આજના કારોબારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફટીએ 0.1 ટકા નુકસાન સાથે કારોબાર આગળ ધપાવ્યો હતો. આજે સેન્સેક્સ 61074 ઉપર ખુલ્યો હતો જેનું સોમવારનું બંધ સ્તર 661,168 હતું. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ સોમવારે 118797 ઉપર બંધ થયા બાદ આજે કારોબારનો પ્રારંભ 18,163 ઉપર કર્યો હતો.વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર તેજી પર બંધ થયું હતું.
પ્રારંભિક કારોબારમાં આ સ્ટોક્સમાં મોટાપાયે વેચાણ થયું
Company Name | CMP Change Rs.(%) | Volume | Value (Rs. Lakhs) |
Bhatia Communication | 37.3 | 7,592,840 | 2,980.19 |
-1.95 | |||
(-4.97%) | |||
Bharat Immunological | 36.1 | 147,507 | 55.98 |
-1.85 | |||
(-4.87%) | |||
Fert Chem Travancore | 340.05 | 312,853 | 1,104.84 |
-13.1 | |||
(-3.71%) | |||
Zomato | 59 | 2,302,320 | 1,387.15 |
-1.25 | |||
(-2.07%) | |||
Usha Martin | 181.4 | 369,032 | 683.45 |
-3.8 | |||
(-2.05%) | |||
Vadilal Enterprise | 3,510.00 | 17,746 | 635.31 |
-70 | |||
(-1.96%) |
વર્ષ 2023ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નબળી શરૂઆત બાદ ભારતીય શેરબજાર સારી સ્થિતિમાં બંધ થયું હતું પરંતુ આજે બજાર ફરીવાર વૈશ્વિક બજારમાં ઘટાડાનું દબાણ બતાવ્યું હતું. નિષ્ણાતોનો અંદાજ છે કે ઉત્સાહી સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ આજે નકારાત્મક રહી શકે છે અને તેઓ પ્રોફિટ-બુકિંગ તરફ જઈ શકે છે, જેના કારણે બજારને નુકસાન થાય તો નવાઈ નહીં .
અગાઉના સત્રમાં સેન્સેક્સ 327 પોઈન્ટના ઘટાડા સાથે 61,168 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 92 પોઈન્ટના ઘટાડા સાથે 18,197 પર બંધ થયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે આજે સ્થાનિક રોકાણકારોને પણ અસર થશે. પાછલા સત્રમાં પણ રોકાણકારોએ ટ્રેડિંગની શરૂઆતમાં દબાણ દર્શાવ્યું હતું અને લાલ નિશાનથી ટ્રેડિંગ શરૂ થયું હતું પરંતુ બાદમાં તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને તેમણે ખરીદીનો આગ્રહ કર્યો હતો, જેના કારણે બજારને ફાયદો થયો હતો.
વિદેશી રોકાણકારોની ઉદાસીનતા યથાવત
વિદેશી રોકાણકારો ભારતીય મૂડીબજારમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા બંધ કરી રહ્યા નથી અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 212.57 કરોડના શેર વેચીને બજારમાંથી નાણાં પાછા ખેંચી લીધા હતા. જો કે, તે જ સમયગાળા દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 743.35 કરોડના શેર ખરીદ્યા હતા, જેના કારણે બજારમાં તેજી આવી હતી.
આ સ્ટોક્સમાં લોઅર સર્કિટ નોંધાઈ
Company Name | Offer Qty | Last Price | Diff | % Chg |
Godha Cabcon | 12,782,826 | 1.9 | -0.1 | -5 |
Kshitij Polylin | 598,256 | 25.65 | -1.3 | -4.82 |
Bhatia Communic | 130,317 | 37.3 | -1.95 | -4.97 |