સસ્તુ સોનુ ખરીદવાની વધુ એક તક, 11થી 15 જાન્યુ. સુધી sovereign gold bond મળશે

સસ્તુ સોનુ ખરીદવાની વધુ એક તક, 11થી 15 જાન્યુ. સુધી sovereign gold bond મળશે
પ્રતીકાત્મક તસ્વીર

સોવેરિન ગોલ્ડ બોન્ડ(sovereign gold bond) 2020-21 સ્કીમની 10મી શ્રેણી આજથી ખુલ્લી મુકાઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 1 ગ્રામ સોનાની કિંમત 5,104 રાખી છે. ઓનલાઇન અરજી અને ડિજિટલ પેમેન્ટ પર ૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. સ્કીમ 11 થી 15 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે. sovereign gold bondની, યોજનાએ રોકાણકારોને ૯ મહિનામાં ૧૦ ટકાનો લાભ આપ્યો.

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Jan 11, 2021 | 9:24 AM

સોવેરિન ગોલ્ડ બોન્ડ(sovereign gold bond) 2020-21 સ્કીમની 10મી શ્રેણી આજથી ખુલ્લી મુકાઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 1 ગ્રામ સોનાની કિંમત 5,104 રાખી છે. ઓનલાઇન અરજી અને ડિજિટલ પેમેન્ટ પર ૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. સ્કીમ 11 થી 15 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે.

9 મહિનામાં તેની કિંમતમાં 10% વૃદ્ધિ સોવેરિન ગોલ્ડ બોન્ડ 2020-21 સ્કીમની શરૂઆત 20 એપ્રિલ 2020 થી થઈ હતી. તેની પહેલી સિરીઝમાં 20 થી 24 એપ્રિલ દરમ્યાન 1 ગ્રામ સોનાની કિંમત 4,639 હતી. હાલ 10 મી સીરીઝની કિંમત 5,014 છે. 20 એપ્રિલ 2020 થી અત્યાર સુધીના ભાવમાં 10% કરતા વધુ ઉછાળો આવ્યો છે.

૧ ગ્રામથી ખરીદીની શરૂઆત સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે.

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

8 વર્ષનો સમય છે મેચ્યોરિટી પીરિયડ બોન્ડ કા મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ? કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

સોવરન ગોલ્ડ બોન્ડ શું છે? સરકારએ દેશમાં ફિઝિકલ ફોર્મમાં ગોલ્ડની ખરીદીની માંગને ઘટાડવા નવેમ્બર ૨૦૧૫ માં આ સ્કીમ શરૂ કરી રહી છે. આ સરકારી બોન્ડ છે. તેને ડીમેન્ટ રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નહી પણ સોનાના વજનમાં અંકાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati