વધતા જતાં પેટ્રોલ(petrol)નાં ભાવથી સૌ કોઈ ત્રાહીમામ છે ત્યારે તમને મળી જાય એવું સ્કુટર જે ચાલતું હોય ઈલેક્ટ્રીક પાવર વડે અને માઈલેજ આપતું હોય પેટ્રોલથી ચાલતાં સ્કુટર જેટલી તો પેટ્રોલના ભાવની ચિંતામાંથી મળી જાય. બરોબરને ? આજે તમને અમે એક એવા જ સ્કુટર વિશે માહીતી આપવાના છીએ.
ઓલા કંપની પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર (Electric scooter) આ જુલાઈના અંત સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે.કંપનીએ એવો દાવો કર્યો છે કે,સ્કૂટર માત્ર 18 મિનિટમાં 0 થી 50% સુધી ચાર્જ કરી શકશે, અને તે ચાર્જ 75 કિ.મી.ની રેન્જ આપવા માટે પૂરતો હશે. જ્યારે સ્કુટરની ફુલ ચાર્જ રેન્જ 100 કિ.મી. હોવાનો અંદાજ છે.
જો આ દાવાઓ સાચા પડશે તો આ સ્કૂટર પણ પોતાના હરીફ સ્કૂટરની સરખામણીએ ઘણું જ વધારે માઈલેજ આપશે. તેમજ બજારમાં આ સ્કૂટરની ઘણી માંગ ઊભી થઈ શકે છે.
ઓલાનું આવનારુ ઇલેક્ટ્રિક સ્કૂટર આ જુલાઈના અંત સુધીમાં ભારતીય બજારમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. કંપની સ્કૂટરને સત્તાવાર રીતે કેટલીક ઈવેન્ટમાં હાઈલાઈટ કરવાના અને લોકોને આકર્ષવાનાં પ્રયત્નો કરી રહી છે.
ઓલા(ola)નું સ્કુટર ખરીદવા માટે લોકોને કલરમાં ઘણા વિકલ્પ(option) મળી રહેશે. હાલ બજારમાં કાળો, ગુલાબી, આછો વાદળી અને સફેદ રંગોમાં સ્કુટર ઉપલબ્ધ થશે.આ વાતની માહીતી કંપનીએ સોશીયલ મીડીયામા દ્વારા આપ્યો હતો.
આ સ્કુટર ખરીદવા માંગતા લોકો કરી શક્શે ઓનલાઈન બુકીંગ. કંપનીએ બુકીંગ કરાવવા માટે એક અલગ વ્યવસ્થા શરુ કરી છે. સ્કુટર ખરીદવા ઈચ્છુક વ્યક્તિએ કંપનીના ઓફીશીયલ વેબ પેજ પર જઈને ફક્ત 499 રુપિયાની ટોકન રકમ ભરીને બુકીંગ કરાવવાનું રહેશે. આ રકમ કોઈ-પણ જાતની શરત વગર સંપુર્ણ રિફંડેબલ રહેશે.
કંપનીના ગ્રૂપ સીઈઓ ભાવિશ અગ્રવાલે સ્કુટરની વિશેષતાઓને ટ્વિટર પર જણાવી હતી.સ્કૂટર ઘણી નવી સુવિધાઓથી સજ્જ હશે.ક્લાસ લીડીંગ ફીચર્સ જેવાં કે,ઈન-ક્લાસ બુટ સ્પેસ, એપ બેઝ્ડ કી-લેસ એક્સેસ અને સેગમેન્ટ લીડીંગ રેન્જથી ફાયદો થશે. વધારેમાં સિંગલ-પીસ સીટ,બાહરી ચાર્જિંગ પોઈંટ,એલઇડી ડીઆરએલ,સામાન વહન કરવા માટેનો હૂક જેવી સુવિધાઓ તો મળશે જ.
આ સ્કુટરમાં એપ બેઝ્ડ કી-લેસ એક્સેસ જેવી સુવિધાને કારણે લોકોને ચાવી ખોવાઈ જવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.આવી બધી નવી સુવિધાઓને કારણે આ સ્કુટર સૌથી વધારે સુવિધાઓ વાળી શ્રેણીમાં અગ્રતા ક્રમે હશે.
આ પણ વાંચો : 2900 કરોડની સંપત્તિના માલિક છે રાજ કુંદ્રા, જાણો કયા- ક્યા ક્ષેત્રમાં ફેલાયો છે કારોબાર