હવે ગુજરાતમાં રાશન માટે લાંબી લાઈન જોવા નહીં મળે ,જાણો કંઈ રીતે બનશે શક્ય

દેશના 5 રાજ્યોમાં રાશન (Ration Card) વિતરણ માટે સરકારે બાયમેટ્રિક સિસ્ટમ (Ration via PDS machine) શરૂ કરી છે એટલે કે મશીનો દ્વારા રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાની સફળતા જોઇને સરકારે હવે આ સિસ્ટમ દિલ્હી અને ગુજરાતમાં પણ શરૂ કરવાની જાહેરાત કરી છે.

  • Ankit Modi
  • Published On - 7:48 AM, 23 Feb 2021

દેશના 5 રાજ્યોમાં રાશન (Ration Card) વિતરણ માટે સરકારે બાયમેટ્રિક સિસ્ટમ (Ration via PDS machine) શરૂ કરી છે એટલે કે મશીનો દ્વારા રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાની સફળતા જોઇને સરકારે હવે આ સિસ્ટમ દિલ્હી અને ગુજરાતમાં પણ શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવેથી દિલ્હી અને ગુજરાતમાં લોકોને રેશન મેળવવા માટે લાંબી લાઇનો લગાડવી પડશે નહીં.

સરકારે આ યોજના 5 રાજ્યોમાં લાગુ કરી હતી જ્યાં તેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. હાલમાં સરકાર પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત તેનું વિસ્તરણ કરશે. સરકાર દેશના લગભગ 84 કરોડ લોકોને 6 લાખ દુકાનો દ્વારા રાશન આપે છે પરંતુ સરકાર ઇચ્છે છે કે રેશનની ડિલિવરી સંપૂર્ણકોન્ટેક્ટ લેસ થાય તે માટે સરકાર ઓટોમેટિક મશીનો લગાવવાની તૈયારી કરી રહી છે.

5 રાજ્યોમાં ટ્રાયલ ચાલી રહી છે
સરકાર 5 રાજ્યોમાં ટ્રાયલ કરી રહી છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હરિયાણા રાજ્યો શામેલ છે. આ રાજ્યોને આ યોજનાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, ત્યારબાદ સરકાર આ યોજના દિલ્હી અને ગુજરાતમાં શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

રાશન 24 કલાકમાં કોઈપણ સમયે લઈ શકાય છે
જ્યાં મશીનો સ્થાપિત છે ત્યાં રેશનની ડિલિવરી કોન્ટેક્ટ લેસ કરવામાં આવી રહી છે. 24 કલાકમાં ગ્રાહક ગમે ત્યારે તેમનું રેશન મેળવી શકે છે. રાશન મેળવવા માટે તમારે લાંબી લાઇનમાં આવવાની જરૂર નથી. ગ્રાહકોને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. આ સિવાય બાયોમેટ્રિક દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. આ મશીન 2 મિનિટમાં 25 કિલો ઘઉં આપે છે.

અંગૂઠાના ઉપયગથી રેશન મેળવવું પડશે
બાયોમેટ્રિક મશીનો દ્વારા પૈસા લેનારાઓએ મશીન પર પોતાનો અંગૂઠો મૂકવો પડશે. આ પછી, તેમને સસ્તા રેશન આપવામાં આવશે. રેશન લેનારાઓને એક દુકાનથી બીજી દુકાનમાં ભટકવું પડતું નથી. જે દુકાનોમાં બાયોમેટ્રિક મશીનો લગાવવામાં આવી છે ત્યાંથી રેશન લઈ શકે છે.