હવે ભારતીય રોકાણકાર ઘરે બેઠાં અમેરિકન સ્ટોકમાં ટ્રેડિંગ કરી શકશે , જાણો કઈ રીતે

હવે ભારતીય રોકાણકાર ઘરે બેઠાં અમેરિકન સ્ટોકમાં ટ્રેડિંગ કરી શકશે , જાણો કઈ રીતે
National Stock Exchange - NSE

NSEના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ લિમ્યાએ જણાવ્યું હતું કે NSE-IFSC પોતે એક યુનિક પ્રોડક્ટ રહશે જેમાં રોકાણકારોને અનેક પ્રકારની સુવિધાઓ મળશે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Aug 10, 2021 | 7:02 AM

જો તમે શેરબજારના રોકાણકાર છો તો તમારા માટે આ સારા સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ આંતરરાષ્ટ્રીય શેરોમાં વેપાર કરવા માટે સહાયક કંપની NSE IFSC શરૂ કરી છે. આ પ્લેટફોર્મની મદદથી રિટેલ રોકાણકારો પણ અમેરિકન સ્ટોકમાં રોકાણ અને ટ્રેડિંગ કરી શકશે. અમેરિક સ્ટોકમાં ટ્રેડિંગ, ક્લિયરિંગ, સેટલમેન્ટ અને હોલ્ડિંગ NSE IFSC ઓથોરિટી હેઠળ આવશે.

NSEના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ લિમ્યાએ જણાવ્યું હતું કે NSE-IFSC પોતે એક યુનિક પ્રોડક્ટ રહશે જેમાં રોકાણકારોને અનેક પ્રકારની સુવિધાઓ મળશે. ઉપલબ્ધ માહિતી અનુસાર NSE-IFSC ની મદદથી કરવામાં આવેલા રોકાણનું સંચાલન ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવશે. તે RBI ના લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ ફ્રેમવર્ક (LRS framework) હેઠળ આવે છે.

2.5 લાખ ડોલર સુધી રોકાણ કરી શકાય છે LRS ફ્રેમવર્ક હેઠળ એક ભારતીય નાણાકીય વર્ષમાં મહત્તમ 2.5 લાખ ડોલર અથવા રૂ 1.8 કરોડ સુધીનું રોકાણ કરી શકે છે. હાલમાં NSE નું આ પ્લેટફોર્મ કાર્યરત નથી. ખૂબ જ ટૂંક સમયમાં તે રોકાણકારો માટે શરૂ કરવામાં આવશે.

શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે આ પ્લેટફોર્મની મદદથી ભારતીય રિટેલ રોકાણકારો સરળતાથી અમેરિકન શેરોમાં રોકાણ કરી શકશે. જો કોઈ રોકાણકાર અમેરિકન શેરમાં રોકાણ કરે છે તો રસીદો તેના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ ખાતું GIFT સિટીમાં ખોલવામાં આવશે. GIFT સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તપન રેએ જણાવ્યું હતું કે આ એક ફાયનાન્શીયલ ગેટ વે છે જેના દ્વારા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં રોકાણ કરવામાં આવશે.

BSE નું માર્કેટ કેપ રૂ 238.60 લાખ કરોડ સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 125 અંક વધીને 54402 અને નિફ્ટી 20 અંકના વધારા સાથે 16258 પર બંધ થયો. સોમવારે સેન્સેક્સના ટોપ -30 માં 19 શેર લીલા નિશાનમાં અને 11 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે રૂ 238.60 લાખ કરોડ હતું.

આ પણ વાંચો : હવે પરિવહન મંત્રાલય વિશેષ પ્રકારનું ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરશે , જાણો શું હશે તફાવત અને કોને ઈશ્યુ કરાશે

આ પણ વાંચો : EPFO : PF ખાતાધારકો વહેલી તકે કરી લો આ વિગતો અપડેટ , નહીંતર 7 લાખ રૂપિયાનું થશે નુકસાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati