નિતીન ગડકરીએ ફ્લેક્સ-ફ્યુલ વાહનોને લઈને આપ્યુ નિવેદન, જાણો શુ છે આ ફ્લેક્સ-ફ્યુલ વાહનો અને ભારતમાં ક્યારથી શરૂ થશે તેનુ ઉત્પાદન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ઓટોમોબાઈલ કંપનીઓના ટોચના અધિકારીઓએ તેમને વચન આપ્યું છે કે તેઓ છ મહિનામાં ફ્લેક્સ-ફ્યુલ વાહનોનું ઉત્પાદન શરૂ કરશે.

નિતીન ગડકરીએ ફ્લેક્સ-ફ્યુલ વાહનોને લઈને આપ્યુ નિવેદન, જાણો શુ છે આ ફ્લેક્સ-ફ્યુલ વાહનો અને ભારતમાં ક્યારથી શરૂ થશે તેનુ ઉત્પાદન
Union Minister Nitin Gadkari (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 9:41 PM

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari) શનિવારે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ કંપનીઓના ટોચના અધિકારીઓએ તેમને વચન આપ્યું છે કે તેઓ છ મહિનામાં ફ્લેક્સ-ફ્યુલ વાહનોનું (Flex Fuel Vehicles) ઉત્પાદન શરૂ કરશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘ET ગ્લોબલ બિઝનેસ સમિટ’ને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર 100% સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો સાથે જાહેર પરિવહન ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ અઠવાડિયે મેં તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર્સ અને સિયામના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. ગડકરીના જણાવ્યા મુજબ, તેમણે મંત્રીને વચન આપ્યું હતું કે તેઓ એવા વાહનો માટે ફ્લેક્સ-ફ્યુલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે જે એક કરતાં વધુ ઇંધણ પર ચાલી શકે.

ફ્લેક્સ-ફ્યુલ એ ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલના મિશ્રણમાંથી તૈયાર કરાયેલ વૈકલ્પિક બળતણ છે. તેમણે કહ્યું કે ટીવીએસ મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે ફ્લેક્સ-ફ્યુલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે.

ફ્લેક્સ ફ્યુલ વાહનો શું છે?

તમને જણાવી દઈએ કે ફ્લેક્સ ફ્યુલ એન્જિન એ એક રીતે આંતરિક કમ્બશન એન્જિન છે જે એક કરતા વધુ પ્રકારના ઈંધણ પર ચાલી શકે છે અને જો ઈચ્છીએ તો તેને મિશ્રિત ઈંધણ પર પણ ચલાવી શકાય છે. આમાં પેટ્રોલની સાથે સાથે ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

ફ્યુલ કમ્પોઝિશન સેન્સર અને ECU પ્રોગ્રામિંગ જેવી ટેક્નોલોજીના આગમન સાથે, એન્જીન પોતાની રીતે વોલ્યુમ સેટ કરીને ફ્યુલ ઉપયોગ કરી શકે છે. ફ્લેક્સ ફ્યુલથી ઇંધણ ખર્ચમાં ઘટાડો થાય છે. જ્યારે આવા ઇંધણ પર ચાલતા વાહનો પ્રદૂષણ પણ ઓછું ફેલાવે છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રીએ તમામ ઓટોમોબાઈલ કંપનીઓને આ પહેલ શરૂ કરવાની અપીલ કરી છે.

જો ઇથેનોલ કે ગેસોલિનનો ઉપયોગ કરવો હોય તો એવા વાહનો બજારમાં ઉતારવા પડશે જે ફ્લેક્સ એન્જિન પર ચાલશે. વિશ્વના ઘણા ભાગોમાં આવા વાહનો બનાવવામાં અને ચલાવવામાં આવે છે. ભારતમાં હજુ તેનું ઉત્પાદન શરૂ થયું નથી. એફએવી આંતરિક કમ્બશન એન્જિન ધરાવે છે. જે ગેસોલિન, ગેસોલિનના મિશ્રણ અને ઇથેનોલ પર કામ કરે છે અને ઇથેનોલ પર કામ કરે છે.

આ પણ વાંચો :  PF Interest Rate: ઘરે બેઠા તમે ચેક કરી શકો છો પીએફ બેલેન્સ, આ ચાર પદ્ધતિઓનો કરો ઉપયોગ

g clip-path="url(#clip0_868_265)">