નવી મુશ્કેલીમાં અનિલ અંબાણી, SBI સહિત ઘણી બેન્કોએ RComના બેન્ક ખાતાને ગણાવ્યા ફ્રોડ

|

Dec 27, 2020 | 5:25 PM

અનિલ અંબાણીની અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG)ની ઘણી કંપનીઓ વેચાઈ રહી છે. આવી સ્થિતિમાં તેમના માટે બીજી મુશ્કેલી ઉભી થઈ છે. બેંકોના કન્સોર્ટિયમે રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના બેંક ખાતાને ફ્રોડ ગણાવ્યા છે.

નવી મુશ્કેલીમાં અનિલ અંબાણી, SBI સહિત ઘણી બેન્કોએ RComના બેન્ક ખાતાને ગણાવ્યા ફ્રોડ

Follow us on

અનિલ અંબાણીની અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG)ની ઘણી કંપનીઓ વેચાઈ રહી છે. આવી સ્થિતિમાં તેમના માટે બીજી મુશ્કેલી ઉભી થઈ છે. બેંકોના કન્સોર્ટિયમે રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના બેંક ખાતાને ફ્રોડ ગણાવ્યા છે.

રિલાયન્સ ટેલીકોમના બેંક ખાતા ફ્રોડ

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

એક અહેવાલ મુજબ SBI, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો સમાવેશ થાય છે. સમાચારો અનુસાર આ બેંકોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ લિ.ના બેંક ખાતાને ફ્રોડ જાહેર કર્યાં છે. રિલાયન્સ ટેલિકોમ લિમિટેડએ  આરકોમ એટલે કે રિલાયન્સ કમ્યુનિકેશન્સની 100% હિસ્સો ધરાવતી પેટા કંપની છે.

જિયોએ આપ્યો હતો રિઝોલ્યુશન પ્લાન

અનિલ અંબાણીને આ ઝટકો ત્યારે લાગ્યો છે, જ્યારે તેમના ગ્રુપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાટેલના રિઝોલ્યુશન પ્લાનને NCLTએ થોડા દિવસ પહેલા જ મંજૂરી આપી છે. અનિલ અંબાણીના મોટાભાઈ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે રિઝોલ્યુશન પ્લાન આપ્યો હતો, જેને NCLTએ મંજૂરી આપી દીધી.

રિલાયન્સ કોમ્યુનિકેશનના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે લેન્ડર્સે આરકોમ અને ટેલિકોમ્યુનિકેશન લિમિટેડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. હવે આ રિઝોલ્યુશન પ્લાનને NCLTની મંજૂરી બાકી છે. આ બંને કંપનીઓના વેચાણથી બેન્કોને 18,000 કરોડ રૂપિયા મળશે.

Next Article