AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netweb Technologies Listing : રોકાણકારોને લિસ્ટિંગ સાથેજ 90% રિટર્નનો લાભ મળ્યો, 947 રૂપિયાના ભાવે ખુલ્યો શેર

Netweb Technologies : નેટવેબ ટેક્નોલોજીસના IPO માટે લિસ્ટિંગની તારીખ 27 જુલાઈ 2023 એટલે કે આજે નક્કી કરવામાં આવી હતી. આજે ગુરુવાર તારીખ 27 જુલાઈ, 2023 ના રોજથી નેટવેબ ટેક્નોલોજીસ ઈન્ડિયા લિમિટેડના ઈક્વિટી શેર્સને ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે દાખલ કરવામાં આવ્યા છે.

Netweb Technologies Listing : રોકાણકારોને લિસ્ટિંગ સાથેજ 90% રિટર્નનો લાભ મળ્યો, 947 રૂપિયાના ભાવે ખુલ્યો શેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 10:11 AM
Share

Netweb Technologies : નેટવેબ ટેક્નોલોજીસના IPO માટે લિસ્ટિંગની તારીખ 27 જુલાઈ 2023 એટલે કે આજે નક્કી કરવામાં આવી હતી. આજે ગુરુવાર તારીખ 27 જુલાઈ, 2023 ના રોજથી નેટવેબ ટેક્નોલોજીસ ઈન્ડિયા લિમિટેડના ઈક્વિટી શેર્સને ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે દાખલ કરવામાં આવ્યા છે.

નેટવેબ ટેક્નોલોજીસ કંપનીનો શેર NSE પર  (Netweb Technologies India Ltd share price) 947 રૂપિયાના ભાવે ખુલ્યો છે જે 447.00 ના પ્રીમિયમ મુજબ 89.40%નો પ્રારંભિક ફાયદો દર્શાવી રહ્યો છે.

શાનદાર લિસ્ટિંગ થયું

નેટવેબ ટેક્નોલોજીસના શેરની કિંમત ગુરુવારે પ્રીમિયમ પર શેરબજારમાં સૂચિબદ્ધ છે. NSE પર Netweb Technologiesના શેરની કિંમત શેર દીઠ ₹947 પર લિસ્ટ કરવામાં આવી હતી, જે ઈશ્યૂ કિંમત કરતાં 89.4 ટકા વધુ હતી અને BSE પર Netweb Technologiesના શેર પ્રતિ શેર ₹942.50 પર લિસ્ટ થયા હતા.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બુક બિલ્ડ ઇશ્યૂના આક્રમક ભાવો છતાં નેટવેબ ટેક્નોલોજીસના IPOને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. તેમણે અગાઉથીજ કહ્યું કે પબ્લિક ઈસ્યુ લગભગ સારા પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે.તેજીના કિસ્સામાં Netweb Technologiesના શેરની 900ની આસપાસ ખુલવાનું અનુમાન સાચું પડ્યું છે.

IPO ને સારો રિસ્પોન્સ મળ્યો હતો

Netweb Technologies IPO સબસ્ક્રિપ્શન માટે સોમવાર 17 જુલાઇના રોજ ખુલ્યો અને બુધવાર 19 જુલાઇના રોજ સમાપ્ત થયો. કંપનીએ પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ઓફર માટે ઇક્વિટી શેર દીઠ ₹475 થી ₹500ના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કર્યા હતા.

IPO 90.36 ગણો ભરાયો હતો, બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIS), કર્મચારીઓ અને લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (QIBs) એ સબ્સ્ક્રિપ્શનના અંતિમ દિવસે આ ઈશ્યુ પર ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતોઅને  ત્યારબાદ છૂટક રોકાણકારો પણ મેદાનમાં આવ્યા હતા.

બીજા દિવસે નેટવેબ ટેક્નોલોજીસ સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ 9.14 વખત હતું અને 1 દિવસે તે 2.33 ગણું  સબસ્ક્રાઇબ થયું હતું.રિટેલ રોકાણકારોનો હિસ્સો 19.15 ગણો, કર્મચારીઓનો હિસ્સો 53.13 ગણો, NIIનો હિસ્સો 81.81 ગણો અને QIBનો ભાગ 228.91 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો.

શેરબજારની તેજી સાથે શરૂઆત બાદ ઘટાડો થયો

આજે શેરબજાર મજબૂત સ્થિતિમાં  ખુલ્યું હતું જોકે સવારે 10.10 વાગ્યના અરસામાં લીલા નિશાન ઉપર કારોબાર હોવા છતાં તેજીમાં ઘટાડો થયો હતો અને સેન્સેક્સ  66,758.99 પર 51.79 અંકના વધારા સાથે નજરે પડ્યો હતો. 

ડિસ્ક્લેમર: અહેવાલમાં આપેલા મંતવ્યો અને ભલામણો વ્યક્તિગત વિશ્લેષકો અથવા બ્રોકિંગ કંપનીઓના છે. અમે રોકાણકારોને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની સલાહ આપીએ છીએ.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">