ભારતમાં એપલ સ્ટોરના કર્મચારીનો પગાર અને ડિગ્રી શું છે? કંપનીએ કેટલું ભાડું ચૂકવવું પડશે, જાણો ડિટેલ્સ
એપલે (Apple store) હાલમાં ભારતમાં મુંબઈ અને દિલ્હીમાં બે ઓફિશિયલ સ્ટોર ખોલ્યા છે. મુંબઈનો એપલ સ્ટોર જિયો વર્લ્ડ મોલમાં ખોલવામાં આવ્યો છે જ્યારે દિલ્હીનો એક સાકેતમાં ખોલવામાં આવ્યો છે. આ બંને સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓનો પગાર અને લાયકાત બંને ખૂબ જ ઊંચી છે.
Apple Store Employees Salary And Degree: એપલને શરૂઆતથી જ મોંઘા પ્રોડક્ટ ધરાવતી કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપની જે રીતે સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ માટે ઘણા પૈસા વસૂલ કરે છે, તે જ રીતે તે તેના કર્મચારીઓને પણ સારો પગાર આપે છે. શું તમે જાણો છો કે એપલ સ્ટોર પર કામ કરતા કર્મચારીઓને દર મહિને કેટલો પગાર આપવામાં આવે છે. એટલું જ નહીં કંપની બંને સ્ટોર્સ માટે લાખોનું ભાડું પણ ચૂકવે છે. હવે ભારતમાં એપલના બે સ્ટોર ખુલ્યા છે, તો તમને જણાવીએ કે અહીં કામ કરતા લોકોને કેટલો પગાર મળે છે.
એપલે હાલમાં ભારતમાં મુંબઈ અને દિલ્હીમાં બે ઓફિશિયલ સ્ટોર ખોલ્યા છે. મુંબઈનો એપલ સ્ટોર જિયો વર્લ્ડ મોલમાં ખોલવામાં આવ્યો છે જ્યારે દિલ્હીનો એક સાકેતમાં ખોલવામાં આવ્યો છે. આ બંને સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓ સામાન્ય દુકાન અથવા સ્ટોરમાં કામ કરતા લોકો જેવા નથી, પરંતુ તેમની લાયકાત અને પગાર બંને ખૂબ ઊંચા છે.
એપલ સ્ટોરના કર્મચારીઓ પાસે છે આ ડિગ્રી
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપલ સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓ પાસે એમબીએ, એમટેક, ઈલેક્ટ્રિક્લ એન્જિનિયરીંગ, બીટેક, રોબોટિક્સ જેવી ડિગ્રીઓ છે. અહીં કેટલાક કર્મચારીઓ કામ કરે છે જેમણે ફોરેન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. કેટલાક કર્મચારીઓ એવા છે જેઓ યુરોપિયન દેશોમાંથી ભારતમાં શિફ્ટ થયા છે.
એપલ સ્ટોરના કર્મચારીઓ જાણે છે અલગ અલગ ભાષાઓ
ભારતમાં એપલ સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓ માત્ર ડિગ્રીના મામલે જ આગળ નથી, પરંતુ તેઓ ભાષાઓનું પણ સારું જ્ઞાન ધરાવે છે. મુંબઈમાં એપલ સ્ટોરમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ 25થી વધુ ભાષાઓ જાણે છે જ્યારે રાજધાની દિલ્હીમાં એપલ સ્ટોરના કર્મચારીઓ લગભગ 15 અલગ-અલગ ભાષાઓ બોલે છે અને સમજે છે.
એપલ સ્ટોરના કર્મચારીઓને મળે છે આટલો પગાર
ટેક કંપની એપલ ભારતીય સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓને કેટલો પગાર આપે છે તેના વિશે હાલમાં કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ એપલ ભારતમાં સ્ટોર્સમાં કામ કરતા કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા આપે છે. એટલે કે લગભગ તમામ કર્મચારીઓને ઓછામાં ઓછું 12 લાખનું વાર્ષિક પેકેજ મળે છે.
કર્મચારીઓને મળે છે આ બેનિફિટ
એપલ કર્મચારીઓને સારા પગાર પેકેજની સાથે સાથે મેડિકલ પ્લાન્સ, હેલ્થ બેનિફિટ્સ, ફેમિલી માટે અલગ પ્લાન્સ, એજ્યુકેશન કોર્સ પ્લાનની સાથે સાથે એપલ પ્રોડક્ટ્સ ખરીદવા પર વધુ ડિસ્કાઉન્ટ આપે કરે છે.
આ પણ વાંચો : Anant Ambani નવા એનર્જી બિઝનેસની કમાન સંભાળશે, Relianceએ આ પ્લાન કર્યો રદ્દ
લાખો રૂપિયાનું ભાડું ચૂકવે છે એપલ
તમને જણાવી દઈએ કે એપલ ભારતમાં ખોલેલા પોતાના બંને સ્ટોર્સ પર પણ ઘણા પૈસા ખર્ચી રહી છે. કંપની દર મહિને લાખો રૂપિયા ભાડા તરીકે ચૂકવે છે. મુંબઈમાં ઓપન એપલ સ્ટોર માટે કંપની દર મહિને 42 લાખ રૂપિયા ચૂકવે છે જ્યારે દિલ્હીમાં ઓપન સ્ટોર માટે એપલ 40 લાખ રૂપિયાનું ભાડું ચૂકવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…