AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News : આજે મુંબઈ જતા લોકો માટે મોટા સમાચાર !, જતા પહેલા આ વાંચી લેજો

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે 6 કલાક માટે બંધ રહેશે. મુસાફરો માટે આ મહત્વના સમાચાર છે જે વિદેશ પ્રવાસથી આવી રહ્યા હોય કે જઈ રહ્યા હોય તેમના માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. ત્યારે આ 6 કલાક કેમ એરપોર્ટ બંધ રહશે તે અંગે જણાવતા કહ્યું હતુ કે એરપોર્ટ પર મેન્ટેનન્સના કામને કારણે મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક બંધ રહશે. એરપોર્ટ બંધ કરવાનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો છે.

Mumbai News : આજે મુંબઈ જતા લોકો માટે મોટા સમાચાર !, જતા પહેલા આ વાંચી લેજો
Mumbai Chhatrapati Shivaji Maharaj International Airport closed
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 10:04 AM
Share

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે 6 કલાક માટે બંધ રહેશે. મુસાફરો માટે આ મહત્વના સમાચાર છે જે વિદેશ પ્રવાસથી આવી રહ્યા હોય કે જઈ રહ્યા હોય તેમના માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. ત્યારે આ 6 કલાક કેમ એરપોર્ટ બંધ રહશે તે અંગે જણાવતા કહ્યું હતુ કે એરપોર્ટ પર મેન્ટેનન્સના કામને કારણે મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક બંધ રહશે

એરપોર્ટ બંધ કરવાનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો છે. મુંબઈ એરપોર્ટ પર બે રનવે પર મેન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈપણ વિમાન ઉડશે નહીં. માહિતી અનુસાર, ચોમાસા પછી, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના બંને રનવે – RWY 09/27 અને RWY 14/32 17 ઓક્ટોબર એટલે કે આજે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે. એરપોર્ટ અનુસાર, તેઓએ એરલાઇન અને અન્ય સંબંધિત લોકોને આ કામ વિશે 6 મહિના અગાઉ જાણકારી આપી દીધી હતી.

દર વર્ષે થાય છે મેન્ટેનન્સનુ કામ

દર વર્ષે મેન્ટેનન્સનું કામ કરવામાં આવે છે. વાસ્તવમાં આ મેન્ટેનન્સ દર વર્ષે ચોમાસા પછી થાય છે આ જાળવણીના કામમાં, રનવેની સપાટીની પણ છેલ્લા છ મહિનામાં થયેલી ક્ષતિઓ માટે તપાસ કરવામાં આવે છે. જેથી વિમાન યોગ્ય રીતે ટેકઓફ અને લેન્ડ કરી શકે. તેમજ તમામ મુસાફરો સુરક્ષિત રહે. એરપોર્ટે આ વર્ષે ચોમાસા પહેલા 2 મેના રોજ બંને રનવે પર જાળવણી અને સમારકામની કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કામચલાઉ બંધનો પ્રાથમિક હેતુ સમારકામ અને જાળવણીનો છે. જે એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉચ્ચતમ ધોરણો સુધી જાળવવા માટે જરૂરી છે.

મુસાફરો પાસેથી માંગ્યું સમર્થન

મુંબઈ એરપોર્ટ પર દરરોજ 900 વિમાન ઉડે છે. આવી સ્થિતિમાં, તમે અંદાજો લગાવી શકો છો કે એક દિવસમાં કેટલા લોકો અહીંથી આવતા-જતા હશે. આવી સ્થિતિમાં જો ફ્લાઈટ્સ પર 5 કલાક માટે બ્રેક લગાવવામાં આવે તો શું સ્થિતિ હશે? આવી સ્થિતિમાં એરપોર્ટે મુસાફરો પાસેથી સહયોગ માંગ્યો છે.

તાજેતરના મહિનામાં, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક એર ટ્રાફિક ઓગસ્ટ 2019ના પૂર્વ રોગચાળાના સ્તરના 108 ટકા પર પહોંચી ગયો છે. એરપોર્ટ પર 4.32 મિલિયનથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેમાં વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય હવાઈ ટ્રાફિકમાં પણ 33 ટકાનો વધારો જોવા મળ્યો છે, જેમાં 1.1 મિલિયનથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. આ જ સમયગાળા દરમિયાન, એરપોર્ટે કુલ 20,711 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને 6,960 આંતરરાષ્ટ્રીય હવાઈ ટ્રાફિકની હિલચાલનું સંચાલન કર્યું હતું.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ભાજપ દ્વારા ઑફર અપાયાનો દાવો!
ભાજપ દ્વારા ઑફર અપાયાનો દાવો!
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
g clip-path="url(#clip0_868_265)">