AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીએ જણાવ્યું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય, ઈશાના ભાગે રિટેલ અને આકાશના ભાગે તેલ અને ઉર્જા કારોબાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં અંબાણીએ ઈશાનો રિટેલ બિઝનેસના લીડર તરીકે પરિચય કરાવ્યો. તેમને ઈશા અંબાણીને રિટેલ બિઝનેસ વિશે બોલવા માટે બોલાવ્યા તે સમયે તેના હેડ ગણાવ્યા.

મુકેશ અંબાણીએ જણાવ્યું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય, ઈશાના ભાગે રિટેલ અને આકાશના ભાગે તેલ અને ઉર્જા કારોબાર
Image Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 5:52 PM
Share

રિલાયન્સ ગ્રૂપના (Reliance Group) વડા મુકેશ અંબાણી(Mukesh Ambani) સોમવારે તેમની પુત્રી ઈશાને ગ્રૂપના રિટેલ બિઝનેસના વડા તરીકે રજૂ કરતાં ઉત્તરાધિકારના આયોજનના મજબૂત સંકેતો મળ્યા છે. અંબાણીએ અગાઉ તેમના પુત્ર આકાશને જૂથની ટેલિકોમ શાખા રિલાયન્સ જિયોના ચેરમેન તરીકે નામ આપ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં અંબાણીએ ઈશાનો રિટેલ બિઝનેસના લીડર તરીકે પરિચય કરાવ્યો. તેમને ઈશા અંબાણીને રિટેલ બિઝનેસ વિશે બોલવા માટે બોલાવ્યા તે સમયે તેના હેડ ગણાવ્યા.

ઈશા અને આકાશ જોડિયા ભાઈ-બહેન

ઈશાએ વોટ્સએપનો ઉપયોગ કરીને ઓનલાઈન ગ્રોસરી ઓર્ડરિંગ અને ઓનલાઈન પેમેન્ટ સંબંધિત પ્રેઝન્ટેશન પણ આપ્યું છે. 65 વર્ષીય મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે. ઈશા અને આકાશ જોડિયા ભાઈ-બહેન છે. જ્યારે સૌથી નાના અનંત છે. ઈશાએ પિરામલ ગ્રુપના આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા છે.

રિલાયન્સ ગ્રૂપના મુખ્યત્વે ત્રણ વ્યવસાયો છે, જે ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રો-કેમિકલ્સ, રિટેલ બિઝનેસ અને ડિજિટલ બિઝનેસ (ટેલિકમ્યુનિકેશન સહિત) છે. તેમાંથી, છૂટક અને ડિજિટલ વ્યવસાયો સંપૂર્ણ માલિકીની સંસ્થાઓ હેઠળ છે. જ્યારે ઓઇલ-ટુ-કેમિકલ અથવા O2C બિઝનેસ રિલાયન્સ હેઠળ આવે છે. નવો એનર્જી બિઝનેસ પણ પેરેન્ટ કંપનીનો હિસ્સો છે. એવી શક્યતા છે કે મુકેશ અંબાણી ઓઈલ અને એનર્જી બિઝનેસ તેમના નાના પુત્ર અનંતને સોંપી શકે છે.

આ સિવાય અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે દિવાળીથી 5G સેવા શરૂ થશે. તેમણે કહ્યું કે આ સેવા ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક ભાગમાં ઉપલબ્ધ થશે. અંબાણીએ કહ્યું કે વિશ્વ રોગચાળાની અસરોમાંથી બહાર આવ્યું છે, પરંતુ ભૌગોલિક રાજકીય સંકટોએ અનિશ્ચિતતા વધારી છે. અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પીએમ મોદીનું લક્ષ્ય છે કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશોમાં સામેલ થઈ જશે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આ લક્ષ્યને હાંસલ કરવામાં સંપૂર્ણ મદદ કરશે.

આ સાથે મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આગામી 5 વર્ષમાં ઓઈલથી કેમિકલ સેક્ટરમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે. ઈશા અંબાણીએ કહ્યું કે દેશના કારીગરો માટે ખાસ સ્કીમ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ વર્ષે નવો FMCG બિઝનેસ શરૂ કરવાની યોજના છે.

g clip-path="url(#clip0_868_265)">