AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીની નજર કરણ જોહરના ધર્મા પ્રોડક્શન પર, હિસ્સો ખરીદવા માટે ચાલી રહી છે વાત!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નજર ધર્મા પ્રોડક્શન પર છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કંપની કરણ જોહરની કંપનીમાં નાનો હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. કરણ જોહર લાંબા સમયથી પોતાનો હિસ્સો વેચવા માંગે છે.

મુકેશ અંબાણીની નજર કરણ જોહરના ધર્મા પ્રોડક્શન પર, હિસ્સો ખરીદવા માટે ચાલી રહી છે વાત!
Mukesh Amban, Karan Johar
| Updated on: Oct 14, 2024 | 1:54 PM
Share

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd) તેના બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કરણ જોહર (Karan Johar)ની માલિકીની કંપની ધર્મા પ્રોડક્શનમાં હિસ્સો ખરીદવાનો સંપર્ક કર્યો છે. બંને કંપનીઓ વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે.

ધર્મા પ્રોડક્શનમાં કરણ જોહરની 90.70 ટકા ભાગીદારી છે. તે જ સમયે, 9.24 ટકા હિસ્સો તેની માતાનો છે. ઉત્પાદન ખર્ચમાં વધારો, થિયેટરોમાં ઘટતી સંખ્યા અને ઝડપથી વધી રહેલા OOT પ્લેટફોર્મ્સે બોલિવૂડ સ્ટુડિયો માટે પડકાર ઉભો કર્યો છે. જેના કારણે નવા રોકાણની જરૂરિયાત વધી રહી છે.

કરણ જોહર રોકાણકારની શોધમાં છે

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં એક વ્યક્તિના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “છેલ્લા કેટલાક સમયથી, કરણ જોહર તેના હિસ્સાનું મોનેટાઇઝ કરવા માંગે છે. પરંતુ છેલ્લા કેટલાક સોદા વેલ્યુએશનને કારણે પૂર્ણ થયા નથી.” રિલાયન્સે મીડિયા સેક્ટરમાં પોતાની હાજરી વધારવા માટે આવું કર્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બાલાજી પ્રોડક્શનમાં નાનો હિસ્સો ખરીદ્યો છે. રિપોર્ટ અનુસાર, આ જ ફોર્મ્યુલા અહીં પણ અપનાવવામાં આવી શકે છે.

રિલાયન્સના કન્ટેન્ટ પોર્ટફોલિયોમાં Jio Studios, Viacom18 Studios, Colosceum Media અને Balaji Films નો સમાવેશ થાય છે. જિયો સ્ટુડિયોએ નાણાકીય વર્ષ 2024માં બોક્સ-ઓફિસ પરથી રૂ. 700 કરોડની કમાણી કરી હતી. સ્ત્રી-2 આ પ્રોડક્શન હાઉસની ફિલ્મ હતી.

ઘણા પ્રોડક્શન હાઉસ પૈસા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

કોવિડ મહામારીથી જે ક્ષેત્રો સૌથી વધુ પ્રતિકૂળ અસરગ્રસ્ત થયા છે. તેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ છે. કોવિડ મહામારી પછી, ઘણા પ્રોડક્શન હાઉસ હવે તેમની નાણાકીય સ્થિતિ સુધારવા માટે નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે ધર્મા પ્રોડક્શન્સ સંજીવ ગોએન્કાની આગેવાનીવાળી કંપની સારેગામા સાથે તેનો હિસ્સો વેચવા માટે વાતચીત કરી રહી છે. 8 ઓક્ટોબરે એક્સચેન્જને આપેલી માહિતીમાં સારેગામાએ કહ્યું કે આ મામલે કોઈ અપડેટ નથી.

g clip-path="url(#clip0_868_265)">