Muhurat Trading Updates: સેન્સેક્સ 360 પોઈન્ટના ઉછાળા સાથે થયું બંધ, નિફ્ટી 17900ને પાર
સામાન્ય રીતે નવા વર્ષની શરૂઆત મુહર્ત ટ્રેડીંગ સાથે થાય છે. મુહૂર્ત ટ્રેડિંગ સેશન માટે, શેરબજાર આજે એટલે કે 4 નવેમ્બરે દિવાળીના દિવસે 1 કલાક માટે ખુલ્યું. જેમાં તેજી જોવા મળી.
મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શેરબજારમાં મજબૂતી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ટ્રેડિંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો વધારો થયો છે, જ્યારે નિફ્ટી પણ 17900ની પાર બંધ થયો છે. આજના કારોબારમાં બેંક અને ઓટો શેરમાં જોરદાર ખરીદારી જોવા મળી છે. ફાઈનાન્શિયલ, એફએમસીજી, આઈટી અને રિયલ્ટી શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં કારોબારના અંતે સેન્સેક્સ 307 પોઈન્ટ ઉછળીને 60079 ના સ્તરે બંધ થયો છે. તે જ સમયે, નિફ્ટી પણ 88 પોઈન્ટના વધારા સાથે 17917 ના સ્તર પર બંધ થયો છે.
લાર્જકેપમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 30ના 25 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. આજના ટોપ ગેઇનર્સમાં M&M, ITC, BAJAJ-AUTO, LT, KOTAKBANK, SUNPHARMA, NESTLEIND, INDUSINDBK અને HDFCBANKનો સમાવેશ થાય છે.
સંવત 2078ની શરૂઆત મુહૂર્ત ટ્રેડિંગ સાથે થશે. દિવાળીને હિન્દુ કેલેન્ડરમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત તરીકે પણ જોવામાં આવે છે. રોકાણકારો આ દિવસે શેરબજારમાં રોકાણ કરવાનું શુભ માને છે. ગત વર્ષે મુહૂર્ત વેપારના દિવસે સંવત 2077 ની શરૂઆત શાનદાર રહી હતી. શેરબજારે રેકોર્ડ ઉંચી કારોબાર કરી અને ક્લોઝિંગ પણ રેકોર્ડ સ્તરે હતું.
ગયા વર્ષનું મુહૂર્ત ટ્રેડિંગનું સ્ટેટસ
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2020 વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 43638 ના સ્તરે બંધ થયો હતો અને તે દિવસે 195 પોઇન્ટનો વધારો નોંધાયો હતો. નિફ્ટી 51 પોઈન્ટના વધારા સાથે 12771 ના સ્તર પર બંધ રહ્યો હતો. મુહૂર્ત ટ્રેડિંગની સૌથી મોટી તેજી 2008માં દિવાળીના દિવસે આવી હતી. તે દિવસે સેન્સેક્સમાં 5.86 ટકાનો વધારો નોંધાયો હતો. બ્રોકરેજ હાઉસે તેમના સંશોધનના આધારે સંવત 2078 (SAMVAT 2078) માટે મજબૂત ફંડામેન્ટલ્સ સાથે ગુણવત્તાયુક્ત સ્ટોક પસંદ કર્યા છે. આજે મુહૂર્ત ટ્રેડિંગમાં આ શેરોમાં રોકાણ કરીને, રોકાણકારો આગામી દિવાળી સુધી સારી કમાણી કરી છે.
આ પણ વાંચો : Muhurat Trading Updates: મુહર્ત ટ્રેડીંગમાં બજારમાં જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 60 હજારને પાર