MONEY: શેર અને મ્યુચ્યુઅલ ફંડમાંથી કમાણી પર કેટલો લાગે છે ટેક્સ

બેન્કોની ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવા કરતાં શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી વધુ કમાણી થાય છે તે વાત સૌ જાણે છે પરંતુ આ કમાણી પર સરકાર તમારી પાસેથી કેટલો ટેક્સ વસૂલે છે તે ઘણા બધા લોકોને ખબર હોતી નથી

MONEY: શેર અને મ્યુચ્યુઅલ ફંડમાંથી કમાણી પર કેટલો લાગે છે ટેક્સ
what taxes you have to pay on earings from stocks and mutualfunds
Follow Us:
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 07, 2022 | 2:33 PM

MONEY9: બેન્કોની ફિક્સ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવા કરતાં શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND)માં રોકાણ કરવાથી વધુ કમાણી થાય છે તે વાત સૌ જાણે છે પરંતુ આ કમાણી પર સરકાર તમારી પાસેથી કેટલો ટેક્સ વસૂલે છે તે ઘણા બધા લોકોને ખબર હોતી નથી. તો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી કમાણી પર કેટલો ટેક્સ લાગે છે તે આપણે આર્યનનું ઉદાહરણ લઇને સમજીએ.

લખનઉમાં રહેતા આર્યને હજુ હમણાં જ પોતાની કરિયર શરૂ કરી છે. તે સ્ટૉક અને શેર માર્કેટમાં ખુબ પૈસા લગાવે છે. તો બીજી તરફ આર્યનના પિતાજી જય છેલ્લા 7 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યાં છે. આર્યનને હજુ હમણાં જ ખબર પડી છે કે સ્ટૉક અને મ્યુચ્યુઅલ ફંડ પર લાગતો કેપિટલ ગેઇન્સ ટેક્સ બચાવી શકાય છે. આ જાણીને તેને પણ આશ્ચર્ય થયું.

2018ના બજેટમાં સ્ટૉક અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ એટલે કે LTGCને લાગુ કરવામાં આવ્યો હતો. આનાથી રોકાણકારોનો મૂડ બગડી ગયો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ એટલે શું?

જ્યારે કોઇ સંપત્તિ, જેવી કે જમીન, મકાન કે શેરને વેચવામાં આવે ત્યારે તેના વેચાણ પર થતા નફા પર કેપિટલ ગેઇન્સ લાગે છે. બધા લિસ્ટેડ ઇક્વિટી શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જેને 12 મહિના કે તેથી વધુ સમય બાદ વેચવામાં આવે તો તેની પર થતા મૂડીલાભને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ એટલે કે LTCG કહે છે. અનલિસ્ટેડ શેરોના મામલે હોલ્ડિંગ પીરિયડ 24 મહિનાનો હોય છે. એટલે કે જ્યારે આવા શેરોને ખરીદ્યા બાદ તેને 24 મહિના બાદ વેચવામાં આવે ત્યારે તેની પર LTCG લાગે છે.

શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ એટલે શું?

જ્યારે લિસ્ટેડ શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડને ખરીદવાની તારીખથી એક વર્ષની અંદર વેચવામાં આવે તો તેની પર થતા લાભને શૉર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવામાં આવે છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ માટે હોલ્ડિંગ પીરિયડ 36 મહિનાનો હોય છે.

શૉર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ માટે બધા લિસ્ટેડ શેર કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કે ઝીરો કૂપન બૉન્ડ માટે હોલ્ડિંગ પીરિયડ 12 મહિનાથી ઓછો હોય છે, તો બીજીબાજુ બધા અનલિસ્ટેડ શેરો, જમીન કે મકાન માટે હોલ્ડિંગ પીરિયડ 24 મહિનાનો હોય છે.

ટેક્સની ગણતરી કેવી રીતે થાય છે?

જો કોઇ એક નાણાકીય વર્ષમાં તમને 1 લાખ રૂપિયા સુધીનો લૉંગ ટર્મ કેપિટલ ગેઇન્સ એટલે કે મૂડિગત લાભ થાય છે. ત્યારે આની પર કોઇ ટેક્સ નથી લાગતો. એક લાખ રૂપિયાથી વધુના LTCG પર 10 ટકાના દરે ટેક્સ લાગે છે અને આની પર ઇન્ડેક્સેશનનો ફાયદો નથી મળતો.

પરંતુ ઇક્વિટી શેર પર થતા લાભ પર શૉર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ માટે 15 ટકાના દરે ટેક્સ લાગે છે. કોઇ એક નાણાકીય વર્ષમાં ઇક્વિટીથી મળતા 10 લાખ રૂપિયા સુધીનું ડિવિડન્ડ પણ ટેક્સ ફ્રી હોય છે. પરંતુ 10 લાખ રૂપિયાથી વધુના ડિવિડન્ડ પર 10 ટકાના દરે ટેક્સ લાગે છે.

મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે લાભ આપે છે?

મ્યુચ્યુઅલ ફંડ બે રીતે લાભ પ્રદાન કરે છે, એક ડિવિડન્ડ સ્વરૂપે અને બીજું કેપિટલ ગેઇન્સના રૂપે. જ્યારે એક કંપનીની પાસે સરપ્લસ કેશ થઇ જાય છે. ત્યારે તે આને પોતાના શેરહોલ્ડર્સની વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચે છે. રોકાણકારોને તેમની પાસે રહેલા મ્યુચ્યુઅલ ફંડ યૂનિટની સંખ્યાની ટકાવારીના આધારે ડિવિડન્ડ મળે છે. જ્યારે કોઇ રોકાણકાર પોતાના યૂનિટને ખરીદ મૂલ્યથી વધુ કિંમત પર વેચ છે ત્યારે આ સ્થિતિમાં તેને થતા લાભને કેપિટલ ગેઇન્સ માનવામાં આવે છે.

મ્યૂચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ માટે પોતાના રોકાણ પર લાભ મેળવવાની એક રીત ડિવિડન્ડ પણ છે. આની પર ત્રણ રીતે ટેક્સ લાગે છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સને સમાપ્ત કરવા માટે 2020ના નાણાકીય કાયદામાં સંશોધન કરવામાં આવ્યું છે. 31 માર્ચ, 2020 પહેલા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટથી થતી ડિવિડન્ડ આવક રોકાણકારો માટે ટેક્સ ફ્રી હતી. રોકાણકારોના હાથમાં આવનારા કુલ ડિવિડન્ડ પર હવે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ હેઠળ લાગૂ પડતા ઇન્કમ ટેક્સ સ્લેબના આધારે ટેક્સ લગાવવામાં આવે છે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પર ઇક્વિટી શેરની જેમ જ LTCG અને STCG ટેક્સ લાગે છે. પરંતુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પર મળતા ડિવિડન્ડની વાત કરીએ તો આ ઇન્વેસ્ટર્સ માટે ટેક્સ ફ્રી હોય છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસ પહેલેથી જ ડિવિડન્ડ ચુકવણી પર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ આપી ચૂક્યા હોય છે. STCG અને LTCGના ઉપરોક્સ દરો ફક્ત ત્યારે જ લાગૂ પડે છે, જ્યારે વિક્રેતા સિક્યૂરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STTની ચુકવણી કરે છે.

નિષ્ણાતનો મત

ટેક્સ એક્સપર્ટ ગોપાલ કેડિયાનું કહેવું છે કે, ” ઇન્ડિવિઝ્યુઅલ કે HUF ટેક્સપેયર એક નાણાકીય વર્ષમાં 80સી હેઠળ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને પોતાની કુલ કર યોગ્ય આવકમાંથી 1.5 લાખ રૂપિયાની કપાતનો લાભ લઇ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ અને શેર બન્નેના વેચાણ પર 10 ટકાના દરે LTCG અને 15 ટકાના દરે STCG લાગે છે.”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">