AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ નાણાંની લેવડદેવડનો આ નિયમ બદલ્યો, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે

IMPS એટલે તાત્કાલિક મોબાઇલ પેમેન્ટ સેવા (Immediate Payment Service) છે. સરળ શબ્દોમાં કહીએ તો, IMPS દ્વારા તમે કોઈપણ ખાતા ધારકને ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકો છો.

RBI એ નાણાંની લેવડદેવડનો આ નિયમ બદલ્યો, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે
Paytm IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 6:48 AM
Share

જો તમે ઈન્ટરનેટ બેંકિંગ(Internet Banking) દ્વારા પૈસાની લેવડદેવડ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંકે IMPS (Immediate Payment Service) દ્વારા કરવામાં આવતા વ્યવહારોની મર્યાદામાં વધારો કર્યો છે. હવે 2 લાખ રૂપિયાને બદલે તમે એક દિવસમાં 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. એટલે કે હવે ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરવાનું સરળ બની ગયું છે. RBI એ ગ્રાહકોની સુવિધા માટે આ નિર્ણય લીધો છે. હવે RTGS નો સમય 24X7 થઈ ગયો છે એટલે કે તમે કોઈપણ સમયે RTGS મારફતે ફંડ ટ્રાન્સફર કરી શકો છો.

IMPS શું છે IMPS એટલે તાત્કાલિક મોબાઇલ પેમેન્ટ સેવા (Immediate Payment Service) છે. સરળ શબ્દોમાં કહીએ તો, IMPS દ્વારા તમે કોઈપણ ખાતા ધારકને ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકો છો. આમાં પૈસા મોકલવાના સમય પર કોઈ પ્રતિબંધ નથી. તમે IMPS મારફતે ગમે ત્યારે સેકંડમાં, દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસોમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

RTGS અને IMPS દ્વારા કેટલા પૈસા ટ્રાન્સફર થાય છે NEFT સિવાય ગ્રાહકો RTGS અને IMPS નો ઉપયોગ કરીને પણ નાણાં ટ્રાન્સફર કરી શકે છે. RTGS ની વાત કરીએ તો હાલ એક સમયે 2 લાખ રૂપિયાથી ઓછી રકમ ટ્રાન્સફર કરી શકાતી નથી જ્યારે વિવિધ બેંકોમાં મહત્તમ રકમની મર્યાદા અલગ છે. IMPS દ્વારા એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધીની રકમ રિયલ ટાઈમમાં ટ્રાન્સફર કરી શકાય છે જે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

NEFT માટે કોઈ લિમિટ નથી તમને જણાવી દઈએ કે NEFT દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે કોઈ ન્યૂનતમ મર્યાદા નથી એટલે કે તમે કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો. બીજી બાજુ જો આપણે મહત્તમ મર્યાદા વિશે વાત કરીએ તો તે બેંકો અનુસાર બદલાઈ શકે છે.

રેપો રેટ 4% પર યથાવત રખાયો  શુક્રવારે ત્રણ દિવસની બેઠક બાદ RBIના ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikanta Das) કહ્યું કે ‘આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર યથાવત રહેશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વવાળી નાણાકીય નીતિ સમિતિ (MPC) એ છેલ્લી વાર 22 મે 2020 ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.

આ પણ વાંચો : Forex Reserves : કેમ ઘટી રહ્યો છે દેશનો વિદેશી મુદ્રા ભંડાર? સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો, જાણો શું છે સ્થિતિ

આ પણ વાંચો : પહેલા 6 મહિનાના ગાળામાં એક્સપોર્ટનો આંકડો 200 બિલિયન ડોલર પર પહોંચ્યો, જાણો આ વિશે પિયુષ ગોયલે શું કહ્યું

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">