Forex Reserves : કેમ ઘટી રહ્યો છે દેશનો વિદેશી મુદ્રા ભંડાર? સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો, જાણો શું છે સ્થિતિ

આ અગાઉ 24 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 99.7 કરોડ ડોલર ઘટીને 638.646 અબજ ડોલર થયો હતો. 17 સપ્ટેમ્બરના અંતે વિદેશી મુદ્રા ભંડાર 1.47 અબજ ડોલર ઘટીને 639.642 અબજ ડોલર થઈ ગયો હતો.

Forex Reserves : કેમ ઘટી રહ્યો છે દેશનો વિદેશી મુદ્રા ભંડાર? સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો, જાણો શું છે સ્થિતિ
Foreign Exchange Reserves of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 6:32 AM

1 ઓક્ટોબર 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves/Forex Reserves) 1.169 અબજ ડોલર ઘટીને 637.477 અબજ ડોલર થઈ ગયું છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

આ અગાઉ 24 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 99.7 કરોડ ડોલર ઘટીને 638.646 અબજ ડોલર થયો હતો. 17 સપ્ટેમ્બરના અંતે વિદેશી મુદ્રા ભંડાર 1.47 અબજ ડોલર ઘટીને 639.642 અબજ ડોલર થઈ ગયો હતો. આ પહેલા પણ 10 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 1.34 અબજ ડોલર ઘટીને 641.113 અબજ ડોલર થઈ ગયો હતો.

FCA માં 1.28 અબજ ડોલરનો ઘટાડો RBI દ્વારા જારી કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 1 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ ઘટાડો મુખ્યત્વે ફોરેન કરન્સી એસેટ્સ ((Foreign Currency Assets – FCA) માં ઘટાડાને કારણે થયો હતો, જે કુલ અનામતનો નોંધપાત્ર હિસ્સો છે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે ભારતની FCA સમીક્ષા હેઠળના સપ્તાહમાં 1.28 અબજ ડોલર ઘટીને 575.451 અબજ ડોલર થઈ છે. FCA ડોલરમાં વ્યક્ત થાય છે જોકે તેમાં અન્ય વિદેશી ચલણના મૂલ્યમાં વધારો અથવા ઘટાડાની અસરનો પણ સમાવેશ થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સોનાના ભંડારમાં 12.8 કરોડ ડોલરનો વધારો આ સિવાય રિપોર્ટિંગ સપ્તાહમાં સોનાનો ભંડાર 128 મિલિયન ડોલર વધીને 37.558 અબજ ડોલર થયો છે. દેશનો SDR – Special Drawing Rights જે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)માં 138 મિલિયન ડોલર ઘટીને 19.24 અબજ ડોલર થયો છે. IMF પાસે દેશનું વિદેશી મુદ્રા ભંડાર 122 મિલિયન વધીને 5.228 અબજ ડોલર થયું છે.

સપ્તાહ પૂર્વે શું હતી સ્થિતિ ? 24 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 997 મિલિયન ડોલર ઘટીને 638.646 અબજ ડોલર થયું હતું. સતત ચાર સપ્તાહની તેજી બાદ શેરબજારમાં ઘટાડો થયો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 0.42 ટકા ઘટ્યો હતો. તે ઠવાડિયે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડાના સ્તર પર બંધ થયો છે. પ્રોફિટ બુકિંગના કારણે બજાર સતત ચાર ટ્રેડિંગ સેશનમાં લપસી ગયું અને બંધ થયું હતું.

આ પણ વાંચો :   પહેલા 6 મહિનાના ગાળામાં એક્સપોર્ટનો આંકડો 200 બિલિયન ડોલર પર પહોંચ્યો, જાણો આ વિશે પિયુષ ગોયલે શું કહ્યું

આ પણ વાંચો : શું તમે જાણો છો ગર્ભવતી મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર આપે છે પૈસા? આ રીતે મેળવો આ યોજનાનો લાભ

g clip-path="url(#clip0_868_265)">