પહેલા 6 મહિનાના ગાળામાં એક્સપોર્ટનો આંકડો 200 બિલિયન ડોલર પર પહોંચ્યો, જાણો આ વિશે પિયુષ ગોયલે શું કહ્યું

ભારતે ચાલુ નાણાકીય વર્ષ માટે 400 અબજ ડોલરનો નિકાસ લક્ષ્યાંક રાખ્યો છે. પીયૂષ ગોયલે કહ્યું કે પ્રથમ છ મહિનાના ગાળામાં 197 બિલિયન ડોલરનો આંકડો પાર થઈ ગયો છે.

પહેલા 6 મહિનાના ગાળામાં એક્સપોર્ટનો આંકડો 200 બિલિયન ડોલર પર પહોંચ્યો, જાણો આ વિશે પિયુષ ગોયલે શું કહ્યું
Piyush Goyal

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) શનિવારે જણાવ્યું હતું કે દેશની નિકાસ સારા દરે વધી રહી છે અને હવે નિકાસકારો આગામી નાણાકીય વર્ષ માટે 450-500 બિલિયન ડોલરના નિકાસનું લક્ષ્ય રાખી શકે છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનાના ગાળામાં (એપ્રિલ-સપ્ટેમ્બર)માં નિકાસ 197 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.

 

ગોયલે જણાવ્યું હતું કે 48 ટકા લક્ષ્યાંક હાંસલ થઈ ગયો છે અને આ વર્ષે 400 બિલિયન ડોલરના લક્ષ્યને હાંસલ કરવા માટે નિકાસ સાચા માર્ગ પર છે. વિવિધ નિકાસ સંવર્ધન પરિષદ સાથે નિકાસની મધ્ય-ગાળાની સમીક્ષાની અધ્યક્ષતા કરતા તેમણે કહ્યું “આજે અમારા નિકાસકારોએ આપણા બધા ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. આપણે આવતા વર્ષે 450-500 બિલિયન ડોલરની નિકાસનો લક્ષ્યાંક રાખી શકીએ છીએ.

 

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ચાલી રહી છે વાતચીત

તેમણે એમ પણ કહ્યું કે ભારત, યુકે, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપિયન યુનિયન, રશિયા સહિતના વિવિધ દેશો અને બોત્સ્વાના, લેસોથો, નામીબિયા, દક્ષિણ આફ્રિકા અને સ્વાઝીલેન્ડ જેવા દેશો મળીને બનેલા દક્ષિણ આફ્રિકન કસ્ટમ્સ યુનિયન (એસએસીયુ) જેવા સંઘો સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર વાટાઘાટો કરી રહ્યું છે.

 

એન્જિનિયરિંગ ક્ષેત્રે વિશાળ સંભાવના

મંત્રીએ કહ્યું કે એન્જિનિયરિંગ સામાનમાં ઘણી સંભાવના છે અને કાપડની નિકાસનો લક્ષ્યાંક 100 બિલિયન ડોલર હોવો જોઈએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ઓક્ટોબરે ‘ગતિ શક્તિ’ કાર્યક્રમનું અનાવરણ કરશે. ગોયલે કાઉન્સિલના વડાઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું.

 

બે મોટી યોજનાઓની જાહેરાત

તાજેતરમાં સરકારે કાપડ ઉદ્યોગ માટે બે મોટી જાહેરાત કરી છે. પ્રથમ, આ માટે PLI યોજના જાહેર કરવામાં આવી છે, જેના માટે 10 હજાર કરોડથી વધુનું ભંડોળ આપવામાં આવ્યું છે. આ સિવાય તાજેતરમાં MITRA યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત દેશભરમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે.

 

આ પણ વાંચો :  11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધમાં શિવસેના પણ સામેલ, લખીમપુર હિંસા પર મહાવિકાસ અઘાડીની પ્રેસ કોન્ફરેન્સમાં સંજય રાઉતનું નિવેદન

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati