AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI માં FD હોય તો 15G અને 15H ફોર્મ કેવી રીતે અને ક્યાં જમાં કરાવવા? જાણો સંપૂર્ણ માહિતી

આવકવેરાની કપાત ટાળવા માટે લોકો વિવિધ ફોર્મ ભરે છે. આ જ પ્રકારે ફોર્મ છે 15H. બેંકે ટીડીએસની કપાત ના કરે તેના માટે વરિષ્ઠ નાગરિકોએ બેંકમાં ફોર્મ 15H સબમિટ કરવું પડશે.

SBI માં FD હોય તો 15G અને 15H ફોર્મ કેવી રીતે અને ક્યાં જમાં કરાવવા? જાણો સંપૂર્ણ માહિતી
પ્રતીકાત્મક તસ્વીર
| Updated on: Jun 15, 2021 | 3:37 PM
Share

આવકવેરાની કપાત ટાળવા માટે લોકો વિવિધ ફોર્મ ભરે છે. આ જ પ્રકારે ફોર્મ છે 15H. બેંકે ટીડીએસની કપાત ના કરે તેના માટે વરિષ્ઠ નાગરિકોએ બેંકમાં ફોર્મ 15H સબમિટ કરવું પડશે. આ અંગે લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો રહે છે. આવો જ એક પ્રશ્ન એક યુઝરે ટ્વિટર પર દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને પૂછ્યો છે. 15H ફોર્મ 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે છે. ચાલો તેના વિશે જાણીએ.

ફોર્મ 15G નો ઉપયોગ 60 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય નાગરિકો, હિન્દુ અવિભાજિત કુટુંબ અથવા ટ્રસ્ટ દ્વારા કરી શકાય છે. આ ફોર્મ બેંકમાં સબમિટ કરી એફડી પર મળેલા વ્યાજમાંથી કર કપાતથી બચી શકાય છે. એ જ રીતે 15H ફોર્મ 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો માટે છે. બંને ફોર્મ ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે ભરી શકાય છે.

ટ્વિટર પર યુઝરે પૂછ્યું કે, હું 15H ફોર્મ વિશે માહિતી મેળવવા માંગું છું. ક્યારે હું આ નાણાકીય વર્ષ માટે ફોર્મ 15H સબમિટ કરી શકું? આના જવાબમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, તમારે નાણાકીય વર્ષના પ્રારંભમાં કે એફડી રીન્યું સમયે ફોર્મ 15H સબમિટ કરવું પડશે. કેટલીક બેન્ક તેમની વેબસાઇટ દ્વારા આ ફોર્મ્સ ભરવાની સુવિધા પૂરી પાડે છે.

કેટલા દિવસો માટે તે માન્ય છે

ફોર્મ 15H એક વર્ષ માટે માન્ય છે. તેથી, તે દરેક નાણાકીય વર્ષના પ્રારંભમાં ભરવું જોઈએ. આ સાથે, બેંક તમારી વ્યાજની આવકમાંથી ટીડીએસ કાપતી નથી. ટીડીએસમાં કપાત ટાળવા માટે, જેમની ઉંમર 60 વર્ષથી ઓછી છે તેઓ 15G ફોર્મ ભરે છે.

જો કુલ વાર્ષિક આવક ટેક્સની મર્યાદામાં હોય તો બેંક ટીડીએસ કાપી શકશે નહીં. બેંકે ટીડીએસની કપાત ના કરે તે માટે વરિષ્ઠ નાગરિકોએ બેંકમાં ફોર્મ 15H સબમિટ કરવું પડશે અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો આ માટે 15G ફોર્મ સબમિટ કરે છે.

g clip-path="url(#clip0_868_265)">