Mukesh Ambaniની સંપત્તિ 100 અબજ ડોલરને પાર, Jeff Bezos અને Elon Muskની ક્લબમાં કરાયા સામેલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)આ ક્લબમાં જોડાયા છે જેમાં માત્ર 11 લોકો સામેલ છે. આ પાછળનું કારણ એ છે કે શુક્રવારે તેમના ગ્રુપના શેર રેકોર્ડ સ્તર સુધી પહોંચ્યા છે.
ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી(Mukesh A,bani) વિશ્વના સૌથી ધનિક લોકોની ખાસ ક્લબનો ભાગ બની ગયા છે. આ યાદીમાં જેફ બેઝોસ(Jeff Bezos) અને એલોન મસ્ક(Elon Musk) જેવા ઉદ્યોગપતિઓ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ(Bloomberg Billionaires Index) અનુસાર તેમણે 100 બિલિયન ડોલર સંપત્તિનો આંકડો પાર કરી લીધો છે.
ક્લબમાં માત્ર 11 લોકો સામેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)આ ક્લબમાં જોડાયા છે જેમાં માત્ર 11 લોકો સામેલ છે. આ પાછળનું કારણ એ છે કે શુક્રવારે તેમના ગ્રુપના શેર રેકોર્ડ સ્તર સુધી પહોંચ્યા છે. આ યાદી અનુસાર હવે તેમની કુલ સંપત્તિ 100.6 અબજ ડોલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 23.8 અબજ ડોલરનો વધારો થયો છે.
2005 માં મુકેશ અંબાણીએ તેમના સ્વર્ગસ્થ પિતા પાસેથી ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સનો વ્યવસાય મેળવ્યો હતો. 64 વર્ષના મુકેશ અંબાણી એનર્જી કંપનીને મોટી રિટેલ, ટેકનોલોજી અને ઈ-કોમર્સ કંપની બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. તેમના ટેલિકોમ્યુનિકેશન યુનિટ Jio ની સેવા 2016 માં શરૂ થઈ હતી. અને હવે તે ભારતીય બજારમાં આ ક્ષેત્રની સૌથી મોટી કંપની બની ગઈ છે. તેમની રિટેલ અને ટેકનોલોજી કંપનીએ ગયા વર્ષે લગભગ 27 અબજ ડોલર એકત્ર કર્યા હતા. તેમણે ફેસબુક ઇન્ક, ગૂગલથી લઈને કેકેઆર એન્ડ કંપની અને સિલ્વર લેક સુધીના રોકાણકારોને હિસ્સેદારી વેચી છે.
ગ્રીન એનર્જી ક્ષેત્રે અંબાણીની મોટી યોજના અંબાણીએ જૂનમાં ગ્રીન એનર્જીના ક્ષેત્ર તરફ ભાર આપ્યું છે. તેમણે ત્રણ વર્ષમાં આશરે 10 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી હતી. ગયા મહિને આ ઉદ્યોગપતિએ કહ્યું હતું કે તેમની કંપની સસ્તા ગ્રીન ઓક્સિજનના ઉત્પાદન પર ખંતપૂર્વક કામ કરશે. તેમની યોજના ભારતને સ્વચ્છ ઇંધણનું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજનાને અનુરૂપ છે. તેનો ઉદ્દેશ જળવાયુ પરિવર્તન સામે લડવાનો અને વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓઇલ કન્ઝ્યુમર ભારત દ્વારા તેની એનર્જી ઈમ્પોર્ટ ઘટાડવાનો છે. અંબાણીનો ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસ હવે એક અલગ એન્ટિટી છે અને કંપનીની સાઉદી અરેબિયન ઓઇલ કંપનીને રોકાણકાર તરીકે લાવવા માટે વાતચીત ચાલી રહી છે.
ભારતના અબજોપતિ વિશ્વના ધનિક લોકોની યાદીમાં સૌથી ઝડપથી વિકસતા વ્યક્તિ રહ્યા છે. ભારતના શેરબજારને આ વર્ષે ઇનિશિયલ પબ્લિક ઓફરમાં વધારો થવાને કારણે પ્રોત્સાહન મળ્યું છે.
આ પણ વાંચો : RBI એ નાણાંની લેવડદેવડનો આ નિયમ બદલ્યો, હવે 2 લાખને બદલે 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે
આ પણ વાંચો : Forex Reserves : કેમ ઘટી રહ્યો છે દેશનો વિદેશી મુદ્રા ભંડાર? સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો, જાણો શું છે સ્થિતિ