MONEY9: અમુક શેરના ટ્રેડિંગ પર કેમ લાગે છે પ્રતિબંધ? તમારા શેર પર BAN લાગે તે પહેલાં જાણી લો આ લિમિટ

અમુક શેરના ટ્રેડિંગ પર આખરે શા માટે લગાવવામાં આવે છે પ્રતિબંધ? કોઈ શેરને પ્રતિબંધિત શેરની કેટેગરીમાં કેવી રીતે મૂકવામાં આવે છે? તે સમજવા માટે 'ઓપન ઈન્ટરેસ્ટ' અને 'માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટ'ને સમજવી જરૂરી છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 28, 2022 | 6:38 PM

અમુક શેરના ટ્રેડિંગ (TRADING) પર આખરે શા માટે લગાવવામાં આવે છે પ્રતિબંધ (BAN)? આનો જવાબ એ છે કે, કેશ માર્કેટ અને ડેરિવેટિવ્સ (DERIVATIVES) એટલે કે ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સમાં ઉતાર-ચઢાવને રોકવા માટે અમુક સિક્યોરિટીઝ પર પ્રતિબંધ મૂકવો પડે છે. NSEમાં જેટલા શેરને પ્રતિબંધિત શેરની યાદીમાં મૂકવામાં આવ્યા છે, તેમાં કોઈ નવો ફ્યુચર્સ સોદો થઈ શકતો નથી.

પ્રતિબંધિત શેરની કેટેગરીમાં કોઈ શેર કેવી રીતે સામેલ થાય છે, તે સમજવા માટે ‘ઓપન ઈન્ટરેસ્ટ’ અને ‘માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટ’ને સમજવી જરૂરી છે. એટલી તો ખબર જ હશે કે ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની કુલ સંખ્યાને ‘ઓપન ઈન્ટરેસ્ટ’ કહે છે, જ્યારે ફ્રી ફ્લોટ માર્કેટ-કેપના 20 ટકાને ‘માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટ’ કહે છે. ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશનનો આંકડો મેળવવા માટે કોઈ કંપનીના શેરની કિંમતનો ગુણાકાર બજારમાં સોદા માટે ઉપલબ્ધ શેરની સંખ્યા સાથે કરવામાં આવે છે.

ધારો કે કોઈ કંપનીનો ઈક્વિટી બેઝ 10,000 શેરનો છે અને તેમાં નોન-પ્રમોટર હોલ્ડિંગ 60 ટકા છે તો તેની માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટ 1,200 શેર બેસે છે. નિયમ પ્રમાણે કોઈ પણ ટ્રેડિંગ દિવસના અંતે કોઈ પણ સિક્યોરિટીના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટમાં ઓપન પોઝિશન 95 ટકાથી વધારે ના હોવી જોઈએ. આ ઉદાહરણ દ્વારા ગણીએ તો આઉટસ્ટેન્ડિંગ ઓપન પોઝિશન 1,140 શેરથી વધારે ન હોવી જોઈએ. એટલે કે, 1,200ના 95 ટકા. આમ, આ શેરના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટમાં જ્યારે ઓપન પોઝિશન 1,140 શેરથી વધી જશે તો તેના પર પ્રતિબંધ લાગુ થશે.

આ પણ જુઓ

પૈસાની મુશ્કેલી દૂર કરશે આ ફંડ, મળશે સૉલ્યૂશન

આ પણ જુઓ

સ્યોરિટી બૉન્ડ શું હોય છે?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">