વર્ષના અંતિમ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 58.7 કરોડ ડોલરનો ઘટાડો, જાણો RBIની તિજોરીમાં કેટલું છે ધન

રિઝર્વ બેંક માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આરબીઆઈ નાણાકીય નીતિ નક્કી કરે છે ત્યારે તેના માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે કે તેની પાસે કેટલું વિદેશી હૂંડિયામણ અનામત છે.

વર્ષના અંતિમ સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 58.7 કરોડ ડોલરનો ઘટાડો, જાણો RBIની તિજોરીમાં કેટલું છે ધન
India Foreign Exchange Reserves
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 9:51 AM

Foreign Exchange reserves: 24 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી મુદ્રા ભંડાર 58.7 કરોડ ડોલર ઘટીને 635.08 અબજ ડોલર થઈ ગયો છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અગાઉના 17 ડિસેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડાર 16 કરોડ ડોલર ઘટીને 635.667 અબજ ડોલર હતો. વર્ષ દરમ્યાન 3 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભંડાર 642.453 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.

RBIના સાપ્તાહિક ડેટા અનુસાર 24 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સમીક્ષા હેઠળના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી વિનિમય અસ્કયામતો (FCA) માં ઘટાડો છે જે કુલ વિદેશી મુદ્રા અનામતનો નોંધપાત્ર ભાગ છે. સપ્તાહ દરમિયાન FCA કુલ 84.7 કરોડ ડોલર ઘટીને 571.369 અબજ ડોલર થયું હતુંતેમ આરબીઆઈના ડેટામાં જણાવાયું છે.

સોનાના ભંડારમાં 20.7 કરોડ ડોલરનો ઉછાળો

ડૉલરમાં વ્યક્ત કરાયેલ વિદેશી હૂંડિયામણની અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં વધઘટનો પણ સમાવેશ થાય છે. આ સમય દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 20.7 કરોડ ડોલર વધીને 39.39 અબજ ડોલર થયું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

SDRમાં 2.4 કરોડ ડોલરનો ઘટાડો

સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 2.4 કરોડ ડોલર વધીને 19.114 અબજ થઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશની અનામત 28 મિલિયન ડોલર વધીને 5.207 અબજ ડોલર થઈ ગઈ છે.

રૂપિયો મજબૂત થયો

રિઝર્વ બેંક માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આરબીઆઈ નાણાકીય નીતિ નક્કી કરે છે ત્યારે તેના માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે કે તેની પાસે કેટલું વિદેશી હૂંડિયામણ અનામત છે. જ્યારે આરબીઆઈની તિજોરી ડોલરથી ભરેલી હોય ત્યારે ચલણ મજબૂત બને છે.

EDIમાં તેજીના સંકેત

જો વિદેશી મુદ્રા ભંડાર વધી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે દેશમાં મોટા પાયે FDI આવી રહ્યું છે. અર્થતંત્ર માટે વિદેશી રોકાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં નાણાં ઠાલવે છે, તો તે વિશ્વને સંકેત આપે છે કે ભારતીય અર્થતંત્રમાં તેમનો વિશ્વાસ વધી રહ્યો છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : નવા વર્ષમાં રાહતના સમાચાર, પેટ્રોલ – ડીઝલની કિંમતમાં આજે વધારો ન કરાયો, જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : Bank Holidays in January 2022: બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, જાન્યુઆરીમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી

g clip-path="url(#clip0_868_265)">