RIL ના માર્કેટકેપમાં 79હજાર કરોડનો ઘટાડો, ટોચની 10 કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં રૂ. 2.61 લાખ કરોડનું નુકસાન, જાણો વિગતવાર

શેરબજારમાં સૌથી વધુ મૂલ્ય ધરાવતી આ ટોપ 10 કંપનીઓની રેન્કિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સૌથી આગળ છે. ગત સપ્તાહે BSE સેન્સેક્સ 1,774.93 પોઈન્ટ અથવા 3.01 ટકા ઘટ્યો હતો.

RIL ના માર્કેટકેપમાં 79હજાર કરોડનો ઘટાડો, ટોચની 10 કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં રૂ. 2.61 લાખ કરોડનું નુકસાન, જાણો વિગતવાર
Mukesh Ambani , Chairman - RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:32 AM

શેરબજાર(Share Market)ની ટોચની દસ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી આઠ કંપનીઓના માર્કેટ વેલ્યુમાં ગત સપ્તાહે સંયુક્ત રીતે રૂ. 2,61,812.14 કરોડનો ઘટાડો થયો છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(Reliance Industries) માર્કેટ કેપમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.

Top 10 કંપનીઓની આ યાદીમાં IT સેક્ટરની કંપનીઓનો દબદબો છે. ઈન્ફોસિસ(Infosys) અને વિપ્રો(Wipro) આઈટી સેક્ટરની માત્ર એવી કંપનીઓ છે જે છેલ્લા સપ્તાહના બિઝનેસમાં નફાકારક રહી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન ગત સપ્તાહે BSE સેન્સેક્સ 1,774.93 પોઈન્ટ અથવા 3.01 ટકા ઘટ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મૂલ્ય રૂ. 79,658.02 કરોડ ઘટીને રૂ 15,83,118.61 કરોડ થયું હતું. HDFCનું મૂલ્ય રૂ 34,690.09 કરોડ ઘટીને રૂ. 4,73,922.86 કરોડ થયું હતું.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 33,152.42 કરોડ ઘટીને રૂ. 4,16,594.78 કરોડ અને HDFC બેન્કનું રૂ. 27,298.3 કરોડ ઘટીને રૂ. 8,16,229.89 કરોડ થયું હતું.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ નુકસાનમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)નું મૂલ્યાંકન રૂ. 24,083.31 કરોડ ઘટીને રૂ. 5,24,052.84 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું મૂલ્ય રૂ. 24,051.83 કરોડ ઘટીને રૂ. 4,17,448.70 કરોડ થયું હતું. ICICI બેન્કનું મૂલ્યાંકન રૂ. 20,623.35 કરોડ ઘટીને રૂ. 5,05,547.14 કરોડ થયું હતું અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું મૂલ્ય રૂ. 18,254.82 કરોડ ઘટીને રૂ. 13,26,923.71 કરોડ થયું હતું.

ICICI બેન્કનું મૂલ્યાંકન રૂ. 20,623.35 કરોડ ઘટીને રૂ. 5,05,547.14 કરોડ થયું હતું અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું મૂલ્ય રૂ. 18,254.82 કરોડ ઘટીને રૂ. 13,26,923.71 કરોડ થયું હતું.

IT સેક્ટરની ઈન્ફોસિસ અને વિપ્રો નફામાં આ તમામ કંપનીઓ ઉપરાંત ઈન્ફોસિસનું મૂલ્યાંકન રૂ. 26,515.92 કરોડ વધીને રૂ. 7,66,123.04 કરોડ અને વિપ્રોનું મૂલ્યાંકન રૂ. 17,450.39 કરોડ વધીને રૂ. 3,67,126.39 કરોડ થયું છે.

તમને જણાવી દઈએ કે શેરબજારમાં સૌથી વધુ મૂલ્ય ધરાવતી આ ટોપ 10 કંપનીઓની રેન્કિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સૌથી આગળ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ICICI બેન્ક, HDFC, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા, બજાજ ફાઇનાન્સ અને છેલ્લે વિપ્રો આવે છે.

આ પણ વાંચો : ઈન્કમ ટેક્સ પોર્ટલ પર પાસવર્ડ ભૂલી જવાને કારણે થઈ રહી છે સમસ્યા? જાણો સરળતાથી કેવી રીતે બદલી શકાશે પાસવર્ડ

આ પણ વાંચો : જાણો છેલ્લા 5 વર્ષમાં કઈ કંપનીઓએ રોકાણકારોને બનાવ્યા માલામાલ? રિલાયન્સ અને અદાણી ટ્રાન્સમિશનના રોકાણકારોને સૌથી વધુ લાભ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">