AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: ચાલુ નાણાકીય વર્ષમાં LIC નો IPO આવવાની શક્યતાઓ નહિવત, જાણો શું છે કારણ

LIC IPO : નાણાકીય વર્ષમાં માત્ર ત્રણ મહિના બાકી છે. LIC વેલ્યુએશન એ પોતે જ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. તેનું કારણ એ છે કે LICનું કદ ઘણું મોટું છે અને તેની પ્રોડક્ટનું માળખું પણ મિશ્રિત છે.

LIC IPO: ચાલુ નાણાકીય વર્ષમાં LIC નો IPO આવવાની શક્યતાઓ નહિવત, જાણો શું છે કારણ
LIC IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:45 AM
Share

LIC IPO : જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) અપેક્ષા કરતાં વધુ લાંબા સમયના મૂલ્યાંકનના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આવે તેવી શક્યતા ઓછી છે. IPO ની તૈયારીમાં જોડાયેલા એક મર્ચન્ટ બેન્કરના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આ વિશાળ જાહેર કંપનીના મૂલ્યાંકનનું કામ હજુ પૂર્ણ થયું નથી અને તેમાં થોડો વધુ સમય લાગી શકે છે. મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થયા પછી પણ ઈશ્યુને લગતી ઘણી નિયમનકારી પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં સમય લાગશે.

અધિકારીએ જણાવ્યું કે IPO લાવતા પહેલા માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની પૂર્વ મંજૂરી લેવી પડશે. આ સિવાય વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઈન્સ્યોરન્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) પાસેથી પણ પરવાનગી લેવી પડશે. IRDAI ચીફનું પદ લગભગ સાત મહિનાથી ખાલી છે.

LICનું મૂલ્યાંકન ખૂબ જ જટિલ પ્રક્રિયા આ અધિકારીના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં નાણાકીય વર્ષ 2021-22માં LICનો IPO આવવાની સંભાવના ઘણી ઓછી છે. હવે આ નાણાકીય વર્ષમાં માત્ર ત્રણ મહિના બાકી છે. LIC વેલ્યુએશન એ પોતે જ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. તેનું કારણ એ છે કે LICનું કદ ઘણું મોટું છે અને તેની પ્રોડક્ટનું માળખું પણ મિશ્રિત છે. તેની પાસે રિયલ એસ્ટેટ અસ્કયામતો અને કેટલાક પેટાકંપની એકમો પણ છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વેલ્યુએશનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી શેર વેચાણનું કદ નક્કી કરી શકાય નહીં.

સરકાર LICનો IPO લાવવાનો પ્રયાસ કરી રહી છે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ LICનો IPO લાવવાનો પ્રયાસ કરી રહી છે. વાસ્તવમાં આ IPO ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને હાંસલ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય સરકારને BPCLના વ્યૂહાત્મક વેચાણથી પણ ઘણી આશાઓ છે.

તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં સારી રીતે આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે નોકરશાહી અને વિવિધ વિભાગોની ખામીઓને સુધારવામાં સમય લાગે છે પરંતુ સરકાર તેને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :  RIL ના માર્કેટકેપમાં 79હજાર કરોડનો ઘટાડો, ટોચની 10 કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં રૂ. 2.61 લાખ કરોડનું નુકસાન, જાણો વિગતવાર

આ પણ વાંચો : રેલવે મંત્રીએ કન્ટેનર યુનિટનું કર્યું નિરીક્ષણ, નાના સાહસિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે તૈયાર

દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
g clip-path="url(#clip0_868_265)">