Share Market : ચાલુ સપ્તાહે રોકાણકારોની મૂડીમાં 6.20 લાખ કરોડનો ઉછાળો, જાણો શું છે TOP -10 કંપનીની સ્થિતિ
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 12,217.88 કરોડ ઘટીને રૂ. 5,55,560.85 કરોડ થયું હતું.
ચાલુ સપ્તાહે ચાર દિવસ સુધી શેરબજામાં તેજી જોવા મળી હતી પરંતુ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પાંચમાં દિવસે બ્રેક લાગી હતી. સાપ્તાહિક ધોરણે આ સતત ત્રીજું અઠવાડિયું હતું જ્યારે બજાર સતત વધતું રહ્યું હતું. આ અઠવાડિયે સેન્સેક્સ 2.47 ટકા વધ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 61223 અને નિફ્ટી 18255 પર બંધ થયા છે. BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 278.54 લાખ કરોડ પર બંધ થયું હતું. ગયા સપ્તાહે માર્કેટ કેપ રૂ. 272.34 લાખ કરોડ હતું. આ રીતે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.20 લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપ રૂ. 2,34,161.58 કરોડનો વધારો થયો છે.
આ સમય દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ , ઈન્ફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસએ સૌથી વધુ નફો કર્યો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડી રૂ. 69,503.71 કરોડ વધીને રૂ. 17,17,265.94 કરોડ થઈ હતી. ઈન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 48,385.63 કરોડ વધીને રૂ. 8,10,927.25 કરોડ થયું છે.
TCSનું માર્કેટ કેપ 42317 કરોડ વધ્યું
એ જ રીતે, TCSનું માર્કેટ કેપ રૂ. 42,317.15 કરોડ વધીને રૂ. 14,68,245.97 કરોડ થયું હતું. HDFCનું મૂલ્યાંકન રૂ. 21,125.41 કરોડ વધીને રૂ. 4,91,426.13 કરોડ અને ICICI બેન્કનો નફો રૂ. 18,650.77 કરોડ વધીને રૂ. 5,69,511.37 કરોડ થયો હતો.
SBI માર્કેટ કેપમાં 15127 કરોડની વૃદ્ધિ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 15,127.22 કરોડ વધીને રૂ. 4,53,593.38 કરોડ અને બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 10,291.28 કરોડ વધીને રૂ. 4,72,686.80 કરોડ થયું છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. 8,760.41 કરોડ વધીને રૂ. 3,95,810.41 કરોડ થયું છે.
HULના માર્કેટ કેપમાં 12217 કરોડનો ઘટાડો
ટ્રેન્ડથી વિપરીત હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 12,217.88 કરોડ ઘટીને રૂ. 5,55,560.85 કરોડ થયું હતું. HDFC બેન્કનું મૂલ્યાંકન રૂ. 2,854.33 કરોડ ઘટીને રૂ. 8,56,439.28 કરોડ થયું હતું.
માર્કેટ કેપમાં રિલાયન્સ પ્રથમ ક્રમે
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. તે પછી TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, બજાજ ફાઇનાન્સ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને ભારતી એરટેલનો નંબર આવે છે.
આ પણ વાંચો : AGS Transact IPO : આવી રહી છે વર્ષ 2022 ની પહેલી કમાણીની તક, જાણો વિગતવાર