Share Market : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે SENSEX 50,099 સુધી પહોંચ્યો

આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે શેર બજાર(Share Market) શેરબજાર વૃદ્ધિ સાથે ખુલ્યા હતા પરંતુ ગણતરીની પળોમાં લાલ નિશાન નીચે સરકી ગયા હતા.

Share Market : પ્રારંભિક ઉતાર - ચઢાવ વચ્ચે SENSEX 50,099 સુધી પહોંચ્યો
Share Market

આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે શેર બજાર(Share Market) શેરબજાર વૃદ્ધિ સાથે ખુલ્યા હતા પરંતુ ગણતરીની પળોમાં લાલ નિશાન નીચે સરકી ગયા હતા. આજે સેન્સેક્સ 68.88 પોઇન્ટ અને નિફ્ટી 12.45 પોઇન્ટ  વધારા સાથે ખુલ્યા હતા જે બાદમાં સેન્સેક્સ 0.૧૬ અને નિફટી ૦.૪૦ ટકા સુધી લપસ્યા હતા. પ્રારંભિક સત્રમાં ઉતાર – ચઢાવ નજરે પડી રહ્યો છે

 

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૪૫ વાગે
બજાર          સૂચકઆંક          વધારો / ઘટાડો
સેન્સેક્સ      49,922.64        +20.00 
નિફટી         15,010.95         −19.20 

 

આ અગાઉ બુધવારે બજારો સતત બે દિવસ વધારા પછી બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 290.69 પોઇન્ટ તૂટીને 49,902.64 પર બંધ રહ્યો હતો અને નિફ્ટી 77.95 પોઇન્ટના ઘટાડા સાથે 15,030.15 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો.

આજે કારોબારની શરૂઆત સેન્સેક્સ અને નિફ્ટીએ વધારાની સાથે કરી હતી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,099.17 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,069.80 સુધી ઉછળ્યો હતો. સેન્સેક્સ 0.32 ટકા અને નિફ્ટીમાં 0.17 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી હતી .

પ્રારંભિક કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાયું હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.54 ટકાની મજબૂતીજ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.65 ટકા વધારા સાથે કારોબાર થયો હતો.

આજે વૈશ્વિક બજારોમા સંકેત મિશ્ર દેખાય છે. SGX NIFTY માં 40 અંકોનો ઉછાળો રહ્યો પરંતુ અન્ય એશિયાઈ બજારની નબળી શરૂઆત થઈ છે. અમેરિકી બજારોમાં લગાતાર ત્રીજા દિવસે દબાણ જોવા મળ્યું છે. ગઈકાલે Dow 160 અંકથી વધારે તૂટ્યું હતુ.

 

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.
SENSEX
Open   49,971.52
High   50,099.17
Low    49,781.48

NIFTY
Open   15,042.60
High    15,069.80
Low      14,960.50

Click on your DTH Provider to Add TV9 Gujarati