Share Market : પ્રારંભિક કારોબારમાં રોકાણકારોને 3.5 લાખ કરોડનું નુકસાન, જાણો કોણ છે આજના TOP LOSERS

નિફટીના 50 શેર એક વર્ષની ઊંચી અને 29 નીચી સપાટીએ છે. સેન્સેક્સ પર લિસ્ટેડ કુલ કંપનીઓમાંથી 2,086 ઘટાડા અને 650 વૃદ્ધિ સાથે ટ્રેડ કરી રહી છે.

Share Market : પ્રારંભિક કારોબારમાં રોકાણકારોને 3.5 લાખ કરોડનું નુકસાન, જાણો કોણ છે આજના TOP LOSERS
અદાણી ગ્રુપના શેર્સમાં જબરદસ્ત નફાવસૂલી થઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 10:20 AM

રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદો વચ્ચે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાન સાથે થઈ હતી. સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળીને 1.31 ટકાના ઘટાડા સાથે 55125.62 પર ખુલ્યો હતો. આ સિવાય નિફ્ટી 50માં પણ 1.27 ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ ઈન્ડેક્સ 16500ની નીચે ખુલ્યો છે. 626 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે જ્યારે 1462 શેરોમાં વેચવાલી થઈ રહી છે. આ ઉપરાંત 142 શેરો યથાવત રહ્યા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં ગેઇલ ઇન્ડિયા ટોપ ગેઇનર છે.

આ શેર્સ 10 ટકા સુધી તૂટ્યા

Company % loss 
Raghuvansh Agrofarms -13.51
Rain Industries -11.52
Garment Mantra Life -10.37
Rodium Realty L -10.24

માર્કેટ કેપ 247 લાખ કરોડ

શુક્રવારે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 250.07 લાખ કરોડ હતું જે આજે રૂ. 246.50 લાખ કરોડ છે. સેન્સેક્સ 529 પોઈન્ટ ઘટીને 55,329 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 55,073 ના સમાન ઉપલા અને નીચલા સ્તરે બનાવ્યું હતું. તેના 30 શેરોમાંથી માત્ર 2 ઉપર છે અને અન્ય 28 ઘટાડા સાથે કારોબાર કરે છે.

SENSEX TOP LOSERS

Company Name % Loss
Maruti Suzuki -2.48
HDFC Bank -2.36
Asian Paints -2.32
Axis Bank -2.25
HUL -2.21

50 શેર એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા

નિફટીના 50 શેર એક વર્ષની ઊંચી અને 29 નીચી સપાટીએ છે. સેન્સેક્સ પર લિસ્ટેડ કુલ કંપનીઓમાંથી 2,086 ઘટાડા અને 650 વૃદ્ધિ સાથે ટ્રેડ કરી રહી છે. દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 214 પોઈન્ટ ઘટીને 16,443 પર ટ્રેડ થયો હતો. તે 16,481 પર ખુલ્યો અને 16,356 ની નીચી અને 16,506 ની ઉપલી સપાટી બનાવી હતી. તેના ચાર મુખ્ય સૂચકાંકો નિફ્ટી નેક્સ્ટ 50, બેંક, મિડ કેપ અને ફાઇનાન્શિયલ લાલ નિશાનમા ટ્રેડ કરી રહ્યાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 5 ઉપર છે અને 44 ઘટ્યા છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

NIFTY TOP LOSERS

Company Name % Loss
Eicher Motors -3.06
HDFC Life -3.02
SBI Life Insura -2.87
Maruti Suzuki -2.68
Axis Bank -2.47

અમેરિકામાં યુદ્ધની અસરમાં ઘટાડો

શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ શેરબજારોમાં તેજી જોવા મળી હતી. ગયા સપ્તાહના અંતિમ દિવસે ડાઉ જોન્સે 800 પોઈન્ટથી વધુનો ઉછાળો દર્શાવ્યો હતો. બીજી તરફ નાસ્ડેકે 220 પોઈન્ટનો વધારો દર્શાવ્યો હતો. ડાઉ જોન્સ લગભગ 3 ટકા ઊછળીને 34058 પર બંધ થયો. નાસ્ડેક 1.64 ટકા વધીને 13,692 પર બંધ થયો. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટીમાં 35 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો છે અને આ ઈન્ડેક્સ 16,695.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ITR Verification : આજે નહીં પતાવો આ કામ તો તમારું ITR અમાન્ય થઇ જશે, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ 100 ડોલરને પાર પહોંચ્યું, દેશમાં ઇંધણના ભાવમાં ભડકાના દેખાઈ રહ્યા છે એંધાણ

g clip-path="url(#clip0_868_265)">