AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Verification : આજે નહીં પતાવો આ કામ તો તમારું ITR અમાન્ય થઇ જશે, જાણો વિગતવાર

તમે તમારા ITR ને ઓનલાઈન સાથે ઑફલાઈન પણ વેરિફાઈ કરી શકો છો. એક વાર જ્યારે તમારી આઈટીઆર ઈ ફાઇલિંગ વેબસાઈટ પર અપલોડ થાય છે તો આઈટી વિભાગ તમને તમારી આઈટીઆર વેરિફાઈની તપાસ માટે 120 દિવસનો સમય આપે છે.

ITR Verification : આજે નહીં પતાવો આ કામ તો તમારું ITR અમાન્ય થઇ જશે, જાણો વિગતવાર
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:50 AM
Share

આવકવેરા વિભાગે(IT Department ) કરદાતાઓ(Taxpayers) ને આવકવેરા રિટર્ન (ITR)ફાઈલ કરવા માટે વેરિફિકેશન/ઈ-વેરિફિકેશન (ITR Verification)કરાવવા નોટિસ જારી કરી છે. આવકવેરા વિભાગે આવકવેરા રિટર્નના વેરિફિકેશન/ઈ-વેરિફિકેશનની સમયમર્યાદા વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી હતી. આજે આ કામગીરી માટે છેલ્લી તારીખ છે.

જ્યાં સુધી કરદાતાઓ તેમના પૂર્ણ થયેલા ITRની ચકાસણી ન કરે ત્યાં સુધી ITR ફાઇલ કરવાની પ્રક્રિયાને પૂર્ણ ગણવામાં આવતી નથી. જો ITR સમયસર ફાઈલ કરવામાં આવે છે પરંતુ ITR ચકાસાયેલ નથી તો ITR ફાઇલ કરવાની પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવશે નહીં.

નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-2021) માટે શક્ય તેટલી વહેલી તકે ITR ચકાસણી કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જો તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે પરંતુ હજુ સુધી ITR વેરિફિકેશન પૂર્ણ કર્યું નથી તો બને તેટલું જલ્દી પૂર્ણ કરો અન્યથા તમને પછીથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ITR વેરિફિકેશન(ITR Verification) માટેની છેલ્લી તારીખ 28મી ફેબ્રુઆરી 2022 છે. જો તમે આ તારીખ સુધીમાં ITR વેરિફિકેશન ન કર્યું હોય તો ITR અમાન્ય ગણાશે.

આયકર રિટર્નને વેરિફાઇ કરવાની રીત

તમે તમારા ITR ને ઓનલાઈન સાથે ઑફલાઈન પણ વેરિફાઈ કરી શકો છો. એક વાર જ્યારે તમારી આઈટીઆર ઈ ફાઇલિંગ વેબસાઈટ પર અપલોડ થાય છે તો આઈટી વિભાગ તમને તમારી આઈટીઆર વેરિફાઈની તપાસ માટે 120 દિવસનો સમય આપે છે. જો તમે આ દિવસની અંદર પૂર્ણ કર્યું નથી તો આઈટી કાયદાઓ અનુસાર તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય ગણાશે.

આ 6 રીતથી ITR ને વેરિફાઈ કરી શકાય છે

  • બેંકની મદદ થી
  • નેટબેંકિંગ દ્વારા
  • આધાર ઓટીપી નો ઉપયોગ કરીને
  • ડીમૅટ એકાઉન્ટ દ્વારા
  • ATM ની મદદ થી
  • ઑફલાઇન પદ્ધતિથી

ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકાય?

આ પણ વાંચો : ચોમાસુ સત્ર સુધી સંસદમાં પસાર થઈ શકે છે ડેટા પ્રોટેક્શન બિલ, ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી: વૈષ્ણવ

આ પણ વાંચો : મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">