Share Market : પ્રારંભિક ઘટાડા બાદ રિકવરી દેખાઈ, Sensex 57,292 સુધી ઉછળ્યો

છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારમાં તેજી પર બ્રેક લાગી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે.

Share Market : પ્રારંભિક ઘટાડા બાદ રિકવરી દેખાઈ, Sensex 57,292 સુધી ઉછળ્યો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 12:23 PM

Share Market: મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારની જબરદસ્ત ઘટાડા સાથે શરૂઆત થઇ હતી. સેન્સેક્સ 175 જયારે નિફટી 66 અંકના ઘટાડા સાથે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 57,124.31 ની છેલ્લા સ્તરની બંધ સપાટી સામે 56,948.33 ઉપર ખુલ્યો હતો. નિફટીએ આજે 16,937.75 ઉપર કારોબારની શરૂઆત કરી હતી. ઇન્ડેક્સ શુક્રવારે 17,003.75 ઉપર બંધ થયો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 550 અંક જયારે નિફટીમાં 1 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. પ્રારંભિક ઘટાડા બાદ રિકવરી દેખાઈ હતી સેન્સેક્સ 57,292.89 સુધી જયારે નિફટી 17,048.80 સુધી ઉપલા સ્તરે ઉછળ્યા હતા.

વૈશ્વિક સંકેત મિશ્ર ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેત મિશ્ર છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. SGX નિફ્ટીમાં 0.27 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. Nikkei 225 0.19 ટકાની નબળાઈ દર્શાવે છે જ્યારે તાઈવાન વેઈટેડ 0.56 ટકા ઉપર છે. કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ પણ લાલ નિશાનમાં છે. 24 ડિસેમ્બરે, મુખ્ય યુરોપિયન બજારો FTSE અને CAC ઘટાડા પર બંધ થયા હતા. ક્રિસમસ પર મોટાભાગના બજારો બંધ રહ્યા હતા. 23 ડિસેમ્બરે ક્રિસમસ પહેલા યુએસ માર્કેટ ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500 ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સરકારે હાલમાં ઓમિક્રોનને કારણે યુએસમાં લોકડાઉનની શક્યતાને નકારી કાઢી છે. જોકે વિશ્વભરના બજારોની નજર ઓમિક્રોન વેરિઅન્ટ પર છે. કેન્દ્રીય બેંકોની કડક નીતિ પણ બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક બનાવી રહી છે.

RBL બેંક મેનેજમેન્ટમાં ફેરફાર RBL બેંકના વર્તમાન MD અને CEO તાત્કાલિક અસરથી રજા પર ઉતરી ગયા છે. તે જ સમયે નવા વચગાળાના એમડી અને સીઈઓ રાજીવ આહુજાએ કહ્યું છે કે બેંકને RBIનું સંપૂર્ણ સમર્થન છે. બેંકના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને લીકવીડિટીની કોઈ સમસ્યા નથી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

F&O હેઠળ NSE પર પ્રતિબંધ F&O હેઠળ NSE પર આજે એટલે કે 27મી ડિસેમ્બરે કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ 3 શેરોમાં Escorts, Indiabulls Housing Finance અને Vodafone Idea નો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 24 ડિસેમ્બરે બજારમાંથી રૂ 715 કરોડ ઉપાડ્યા હતા. આ તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ પણ આ સમયગાળા દરમિયાન બજારમાંથી 43.24 કરોડ ઉપડ્યા હતા.

શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારમાં તેજી પર બ્રેક લાગી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 57,124 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 69 પોઈન્ટ તૂટીને 17004ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર બેન્ક અને ઓટો ઈન્ડેક્સ 1 ટકા ઘટ્યા હતા. આઈટી શેરોમાં તેજી જોવા મળી હતી. ટોપ ગેઇનર્સમાં HCLTECH, TECHM, WIPRO, ASIANPAINT, INFY, ITC, RIL અને TCSનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુઝર્સમાં NTPC, M&M, KOTAKBANK, BAJAJFINSV, ULTRACEMCO અને AXISBANK નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  ડીમેટ ખાતાધારક 31 ડિસેમ્બર પહેલા પતાવીલો આ કામ નહીંતર વર્ષ 2022 માં ખાતું ડીએક્ટિવ થઇ જશે, જાણો વિગતવાર

આ પણ વાંચો : શેરબજારમાં ઉતાર – ચઢાવ વચ્ચે ગત સપ્તાહે થોડો ઉછાળો નોંધાયો, ચાલુ સપ્તાહ માટે શું છે અનુમાન? જાણો અહેવાલ દ્વારા

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">