Petrol Diesel Price Today : આજે તમારા વાહનના ઇંધણની કિંમતમાં વધારો થયો કે ઘટાડો? જાણો અહેવાલ દ્વારા

|

May 04, 2022 | 6:47 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે તમારા વાહનના ઇંધણની કિંમતમાં વધારો થયો કે ઘટાડો? જાણો અહેવાલ દ્વારા
Petrol Pump File Image

Follow us on

આજે સતત 29માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજના ભાવ(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂપિયા અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લિટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અત્યારે 106 ડોલરના સ્તર પર છે. તે હજુ પણ રિઝર્વ બેંકના લક્ષ્યાંક કરતાં વધુ છે. હાલ દરેક જગ્યાએ મોંઘવારીની ચર્ચા થઈ રહી છે. આર્થિક નિષ્ણાતોથી લઈને દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ વધતી મોંઘવારી પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તેનું સૌથી મોટું કારણ તેલની કિંમત છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે અને મોંઘવારી વધે છે. એપ્રિલમાં નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે રિઝર્વ બેંકે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જો ક્રૂડ તેલ 100 ડોલરની રેન્જમાં રહે છે તો મોંઘવારી દર 5.7 ટકા રહેશે. હાલમાં ક્રૂડ ઓઈલ રેન્જની બહાર છે.

6ઠ્ઠી એપ્રિલથી ભાવ સ્થિર

6ઠ્ઠી એપ્રિલથી ભાવ સ્થિર છે. 10 માર્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. 22 માર્ચે, લગભગ 137 દિવસ પછી પ્રથમ વખત કિંમત બદલાઈ. 22 માર્ચથી 6 એપ્રિલની વચ્ચે પેટ્રોલ 10 રૂપિયા મોંઘુ થયું છે અને હાલમાં દેશના મોટાભાગના શહેરોમાં 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ વેચાઈ રહ્યું છે. ત્યારથી અત્યાર સુધી ભાવ સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત હાલમાં 105 ડોલર પ્રતિ બેરલના સ્તરે વેચાઈ રહી છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : LIC IPO : આજે દેશનો સૌથી મોટો IPO થયો લોન્ચ, રૂપિયા 14235નું રોકાણ કરી તમે ખરીદી શકો છો હિસ્સેદારી

આ પણ વાંચો : અદાણીને ફળી અખાત્રીજ, કોહીનુર ખરીદીની સાથે બીજી પણ ઉપલબ્ધિ મેળવી, ભારતની સૌથી મોટી FMCG બની અદાણી વિલ્મર

Published On - 6:47 am, Wed, 4 May 22

Next Article