અદાણીને ફળી અખાત્રીજ, કોહીનુર ખરીદીની સાથે બીજી પણ ઉપલબ્ધિ મેળવી, ભારતની સૌથી મોટી FMCG બની અદાણી વિલ્મર
અદાણી વિલ્મરે (Adani Wilmar) પ્રખ્યાત રાઇસ બ્રાન્ડ કોહિનૂર (Kohinoor) હસ્તગત કરી છે. આ એક્વિઝિશન પછી FMCG ફૂડ સેગમેન્ટમાં અદાણી વિલ્મરની હાજરી મજબૂત થશે. ગૌતમ અદાણીનું ધ્યાન સ્ટેપલ્સ સેગમેન્ટને મજબૂત કરવા પર છે.
અદાણી વિલ્મરે (Adani Wilmar) એફએમસીજી બિઝનેસ અને ખાસ કરીને બાસમતી ચોખામાં તેનો હિસ્સો મજબૂત કરીને પ્રખ્યાત બાસમતી ચોખાની બ્રાન્ડ કોહિનૂર (Kohinoor) હસ્તગત કરી છે. કંપની વતી કહેવામાં આવ્યું હતું કે આ કરાર બાદ કોહિનૂર રાઇસ બ્રાન્ડ પર અદાણીના એક્સક્લુઝીવ અધિકારો રહેશે. આ સિવાય અદાણી પાસે રેડી ટુ કુક (Ready to Cook) અને રેડી ટુ ઈટ કરી (Ready to Eat) પર પણ અધિકાર હશે. કોહિનૂર નામથી આવતી તમામ ખાદ્ય ચીજો પર હવે અદાણી વિલ્મરનો અધિકાર રહેશે. અદાણી ગ્રુપ કન્ઝ્યુમર સ્ટેપલ્સ સેગમેન્ટમાં તેનો હિસ્સો મજબૂત કરવા માંગે છે. સ્ટેપલ્સ તેના બિઝનેસમાં 11 ટકા યોગદાન આપે છે.
એક્વિઝિશન અંગે ટિપ્પણી કરતા, અદાણી વિલ્મરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર અંગુશ મલિકે કહ્યું, “અમે ફોર્ચ્યુન બ્રાન્ડ પરિવારમાં કોહિનૂરનું સ્વાગત કરીએ છીએ. કોહિનૂર એ વિશ્વાસ અને સ્વાદની બ્રાન્ડ છે જે ભારતના ગ્રાહકો દ્વારા પ્રિય છે. આ એક્વિઝિશન કંપનીની ભાવિ યોજનાઓને અનુરૂપ કરવામાં આવ્યું છે. કંપની ફૂડ પ્રોડક્ટ સેગમેન્ટમાં તેની હાજરીને વિસ્તારવા માંગે છે. મલ્લિકે કહ્યું કે પેકેજ્ડ ફૂડ સેગમેન્ટમાં હજુ ઘણો વિકાસ બાકી છે. કોહિનૂર બ્રાન્ડ ફૂડ એફએમસીજી સેગમેન્ટમાં કંપનીની હાજરીને મજબૂત બનાવશે.
FMCG ફૂડ સેગમેન્ટમાં દાવેદારી મજબૂત રહેશે
આ એક્વિઝિશન પછી પ્રીમિયમ ફૂડ સેગમેન્ટમાં અદાણી વિલ્મર લિમિટેડનો પોર્ટફોલિયો મજબૂત થશે. કોહિનૂર આપણા દેશની જાણીતી બ્રાન્ડ છે. પ્રોડક્ટ કેટેગરીની વાત કરીએ તો તેના બાસમતી ચોખા પ્રીમિયમ રેન્જમાં આવે છે. ચારમિનાર બ્રાન્ડ એફોર્ડેબલ કેટેગરીમાં આવે છે. ટ્રોફી બ્રાન્ડ HORECA સેગમેન્ટમાં આવે છે. હોરેકાને ખાદ્ય સેવા ક્ષેત્ર કહેવામાં આવે છે, જે ખોરાક અને પીણાં તૈયાર કરે છે અને સર્વ કરે છે. જેમાં મુખ્યત્વે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ બિઝનેસનો સમાવેશ થાય છે.
ભારતની સૌથી મોટી FMCG કંપની
અદાણી ગ્રુપની FMCG કંપની અદાણી વિલ્મરના નામે વધુ એક રેકોર્ડ જોડાયો છે. છેલ્લા નાણાકીય વર્ષ (FY22)માં ઓપરેશન્સમાંથી પ્રાપ્ત માહીતી મુજબ રેકોર્ડ આવકના આધારે અદાણી વિલ્મરે હવે હિન્દુસ્તાન યુનિલિવરને પાછળ છોડી દીધું છે. અને ભારતની સૌથી મોટી FMCG કંપની બની ગઈ છે. નાણાકીય વર્ષ 2021-22માં અદાણી વિલ્મરની આવક વાર્ષિક ધોરણે 46.2 ટકા વધી છે.
IPO લિસ્ટિંગ પછી પહેલીવાર અદાણી વિલ્મરનું પરિણામ આવ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 25.6 ટકાનો ઘટાડો થયો છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 234.3 કરોડ રહ્યો હતો. આવકમાં ઉછાળો આવ્યો છે અને તે વધીને 14960 કરોડ રૂપિયા થઈ ગયો છે.
આ શેર છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી દબાણ હેઠળ છે
લિસ્ટિંગથી આ શેરે રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી આ સ્ટોક સતત ઘટી રહ્યો છે. અત્યારે તેનો શેર 750 રૂપિયાના સ્તરે છે જે 878 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. શેરે છેલ્લા એક મહિનામાં 39 ટકાનું વળતર આપ્યું છે.
આ પણ વાંચો : 5 રૂપિયાના આ શેરે રોકાણકારોને માલામાલ કર્યા, 1 લાખ રૂપિયાના 2 વર્ષમાં થયા 22 લાખ રૂપિયા