Paytm IPO : 22 હજાર કરોડના લક્ષ્ય સાથે Paytm બજારમાં ઉતરશે, LIC પેહલા આવ્યો તો બનશે દેશનો સૌથી મોટો IPO

દેશની અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ(Paytm) આ વર્ષે આઇપીઓ(IPO) લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

Paytm IPO : 22 હજાર કરોડના લક્ષ્ય સાથે Paytm બજારમાં ઉતરશે, LIC પેહલા આવ્યો તો બનશે દેશનો સૌથી મોટો IPO
Paytm IPO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: May 28, 2021 | 8:57 AM

દેશની અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ(Paytm) આ વર્ષે આઇપીઓ(IPO) લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની IPO દ્વારા 21 હજાર 900 કરોડ રૂપિયા એકત્રિત કરી શકે છે. જો તે એલઆઈસી (LIC)પહેલાં આઈપીઓ લાવે છે તો તે દેશનો સૌથી મોટો આઈપીઓ હશે.

25-30 અબજ ડોલરનું વેલ્યુએશન પેટીએમ વન 97 કોમ્યુનિકેશન હેઠળ છે. તેનું વેલ્યુએશન 25-30 અબજ ડોલરનું છે. 97 કોમ્યુનિકેશન બોર્ડની આજે મળનારી બેઠકમાં આઈપીઓને મંજૂરી મળી શકે છે. પેટીએમના આઇપીઓ માટે જે બેંકોની પસંદગી કરવામાં આવશે તેમાં મોર્ગન સ્ટેનલી, સિટી ગ્રુપ, જેપી મોર્ગન છે. આ આઈપીઓની પ્રક્રિયા જૂન અથવા જુલાઈમાં શરૂ થઈ શકે છે.

૨૦ કરોડ ગ્રાહક મહિને 1.4 અબજ ટ્રાન્ઝેક્શન કરે છે પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા છેલ્લા કેટલાક વર્ષોથી આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કંપની ડિજિટલથી લઈને બેંકિંગ, ક્રેડિટ કાર્ડ્સ, નાણાકીય સેવાઓ, સંપત્તિ વ્યવસ્થાપન અને ડિજિટલ વોલેટ્સની સેવાઓ પ્રદાન કરે છે. તે યુપીઆઈ આધારિત પેમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે. પેટીએમ વોલમાર્ટના ફોન પે, ગૂગલ પે, એમેઝોન પે અને ફેસબુક વોટ્સએપ પે સાથે સ્પર્ધા કરે છે. ભારતના મર્ચન્ટ પેમેન્ટમાં તેનો સૌથી મોટો હિસ્સો છે. પેટીએમના 20 કરોડથી વધુ વેપારી ભાગીદારો છે. તેના ગ્રાહકો મહિનામાં 1.4 અબજ ટ્રાન્ઝેક્શન કરે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કોલ ઈન્ડિયા સૌથી મોટો આઈપીઓ અત્યાર સુધીમાં દેશમાં સૌથી મોટો આઈપીઓ કોલ ઈન્ડિયા રહ્યો છે. તેણે 2010 માં રૂ 15,200 કરોડ એકત્ર કર્યા હતા. ત્યારથી કોઈ પણ કંપની આટલો મોટો આઈપીઓ લાવી નથી. મોટા IPO માં રિલાયન્સ પાવર 11 હજાર કરોડ રૂપિયા, ડીએલએફ 9 હજાર કરોડ રૂપિયા અને ગયા વર્ષે એસબીઆઇ પેમેન્ટ અને કાર્ડનો આઈપીઓ 10 હજાર કરોડ રૂપિયાનો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">