Opening Bell : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ દેખાયો, Sensex 58,927 સુધી ગગડ્યો

ગુરુવારે સેન્સેક્સ 575.46 (0.97%) પોઈન્ટ ઘટીને 59,034.95 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 168.10 (-0.94%) ઘટીને 17,639.55 પર બંધ રહ્યો હતો.

Opening Bell :  શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવ દેખાયો, Sensex 58,927 સુધી ગગડ્યો
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 10:03 AM

Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ કારોબારની શરૂઆત સારી થઇ છે. સતત બે દિવસ ઘટાડા સાથે કારોબાર પૂર્ણ કરનાર ભારતીય શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા(Opening Bell) છે.  ગુરુવારે સેન્સેક્સ(Sensex) 575.46 (0.97%) પોઈન્ટ ઘટીને 59,034.95 પર બંધ રહ્યો હતો. આજે ઇન્ડેક્સ 59,256.97 ઉપર ખુલ્યો હતો જેણે 59,297.46 નું ઉપલું જયારે 59,112.12 નું નીચલું સ્તર બતાવ્યું હતું. નિફટી(Nifty) આજે 17,723.30 ઉપર ખુલ્યો હતો.  છેલ્લા સત્રમાં નિફ્ટી 168.10 (-0.94%) ઘટીને 17,639.55 પર બંધ રહ્યો હતો. આજે તેનું ઉપલું સ્તર 17,787.50 જયારે નીચલું સ્તર 17,623.70 રહ્યું હતું.

વૈશ્વિક સંકેત સારા મળ્યાં

બે દિવસની નબળાઈ બાદ આજે વૈશ્વિક બજારોનો મૂડ સુધર્યો છે. 2 દિવસના ઘટાડા બાદ આજે અમેરિકી બજારો લીલા રંગમાં બંધ થયા હતા અને તેમાં સારો રિબાઉન્ડ જોવા મળ્યો હતો. ઉતાર – ચઢાવ વચ્ચે ડાઉ જોન્સ 90 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. છેલ્લા કલાકોમાં યુએસ બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સમાં દિવસના નીચલા સ્તરથી 400 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ આઈટી સેક્ટરમાં રિકવરી સાથે નાસ્ડેકમાં ફ્લેટ ક્લોઝિંગ તરફ દોરી ગઈ હતી. એપલ, માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટ, મેટાના શેરમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી. યુરોપિયન બજારની વાત કરીએ તો ત્યાં 0.5% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો અને એશિયન બજારોની શરૂઆત પણ લીલા નિશાન સાથે થઈ હતી. SGX નિફ્ટીમાં ખરીદી દેખાઈ છે. અહીં સામાન્ય તેજી સાથે આ ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યો છે.

RBI Governor Shakikanta Das (1)

Shakikanta Das – RBI Governor

આજે બજાર માટે મહત્વપૂર્ણ બાબતો

  • આરબીઆઈની ક્રેડિટ પોલિસી સવારે 10 વાગ્યે જાહેર થશે
  • યુએસ બજારોમાં બે દિવસના ઘટાડા પર બ્રેક લાગી
  • ક્રૂડ ઓઇલ ફ્લેટ બ્રેન્ટ 100 ડોલર નજીક
  • યુએનએ રશિયાને માનવ અધિકાર પરિષદમાંથી બહાર ધકેલ્યું

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

IDFC ડિવિડન્ડ આપશે

IDFC લિમિટેડે જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે પ્રતિ શેર 1 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાના નિર્ણયને મંજૂરી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે રૂ. 10 ફેસ વેલ્યુના દરેક ઇક્વિટી શેર માટે 10 ટકા અથવા રૂ 1નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. IDFC લિમિટેડનો શેર ગુરુવારે 6 ટકાથી વધુ ઘટીને રૂ. 64.10 પર બંધ થયો હતો. IDFC એ સ્ટોક એક્સચેન્જમાં લખ્યું, “અમે તમને જણાવવા માંગીએ છીએ કે IDFC લિમિટેડના બોર્ડની બેઠક બુધવાર 6 એપ્રિલ 2022 ના રોજ યોજાઈ હતી. બેઠકે 10% અથવા રૂ.1ના વચગાળાના ડિવિડન્ડની ચુકવણી પર વિચારણા કરી અને તેને મંજૂરી આપી છે.

FII-DII ડેટા

8 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રૂ. 5009.62 કરોડનું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1774.70 કરોડનું રોકાણ કર્યું હતું.

હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝના IPOની ફાળવણી

હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(HARIOM PIPE INDUSTRIES)ના શેરની ફાળવણી આજે એટલે કે 8 એપ્રિલે થઈ શકે છે. જો તમે રૂ. 130.05 કરોડના આ પબ્લિક ઈશ્યુ માટે અરજી કરી હોય તો તમે તમારી ફાળવણીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકો છો. આ માટે તમે BSEની અધિકૃત વેબસાઇટ અથવા આ Initial Public Offering – IPOના રજિસ્ટ્રારની અધિકૃત વેબસાઇટ Bigshareonline.com પર જઈ શકો છો.  તમે BSEની વેબસાઇટ દ્વારા તમારી ફાળવણીની સ્થિતિ જાણી શકો છો.IPOના છેલ્લા દિવસે મંગળવારે રિટેલ રોકાણકારોના મજબૂત સમર્થનને કારણે IPOને 7.93 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસારકંપનીના 85 લાખ શેરની ઓફર સામે 6.74 કરોડ શેર માટે બિડ મળી છે. તે 7.93 ગણી વધુ છે.

Stock-market-sad-trader

છેલ્લા સત્રનો  કારોબાર

બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે ખૂલ્યા હતા અને ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 575.46 (0.97%) પોઈન્ટ ઘટીને 59,034.95 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 168.10 (-0.94%) ઘટીને 17,639.55 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં એચડીએફસી, ટાઇટન, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઇન્ડિયા અને કોટક બેન્ક ઘટાડામાં રહ્યા છે જ્યારે એનટીપીસી, ડૉ. રેડ્ડીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, આઈસીઆઈસીઆઈ બેંક અને સન ફાર્મામાં વધારો થયો છે. સેન્સેક્સ 207 પોઈન્ટના ઘટાડા સાથે 59,402 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 35 પોઈન્ટના વધારા સાથે 17,842 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો : EPF Tax Calculation : નવા નિયમો હેઠળ TDS કેવી રીતે કાપવામાં આવશે? જાણો ગણતરીની રીત અહેવામાં

આ પણ વાંચો : મિલિટ્રી સિસ્ટમ અને હથિયારોની આયાત ઉપર બ્રેક લગાવતા ડિફેન્સ સેક્ટરના સ્ટોક ઉછળ્યા, જાણો વિગતવાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">