AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opening Bell : નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસે શરૂઆતી કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 58,530 ઉપર ખુલ્યો

સેન્સેક્સ 115 પોઈન્ટના ઘટાડા સાથે 58,568 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 33 પોઈન્ટના ઘટાડા સાથે 17,464 પર બંધ થયો હતો.

Opening Bell : નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસે શરૂઆતી કારોબારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, Sensex 58,530 ઉપર ખુલ્યો
આજે દેશના સૌથી મોટા IPO નું લિસ્ટિંગ થઇ રહ્યું છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 9:28 AM
Share

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Opening Bell)ના કારોબારની શરૂઆત લાલ નિશાન નીચે થઇ હતી જોકે બાદમાં તેજી દેખાઈ હતી. બંને મુખ્ય ઇન્ડેક્સમાં પ્રારંભિક ઘટાડા બાદ વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex) 0.06 અને નિફટી(Nifty) 0.16 ટકાના ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી જે બાદમાં 0.1 ટકા ઉછળ્યા હતા. આજે સેન્સેક્સ  58,530.73 ઉપર ખુલ્યો છે જેનું ગુરુવારનું બંધ સ્તર  58,568.51 હતું. ગુરુવારે કારોબારના અંતે સેન્સેક્સ 115 પોઈન્ટના ઘટાડા સાથે 58,568 પર બંધ રહ્યો હતો. નિફટીની વાત કરીએ તો અગાઉના સત્રમાં નિફ્ટી 33 પોઈન્ટના ઘટાડા સાથે 17,464 પર બંધ થયો હતો. આજે નિફટી 17,436.90 ઉપર ખુલ્યો હતો.

શેરબજારની છેલ્લી  સ્થિતિ (9.22AM)

SENSEX 58,675.70 +107.19 
NIFTY 17,494.00 +29.25 

વૈશ્વિક સંકેત નબળાં મળ્યાં

સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજારોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં પણ બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 550 પોઈન્ટ ઘટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નાસ્ડેકમાં 227 પોઈન્ટ અથવા લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા કલાકમાં ભારે વેચવાલીથી શેરબજારમાં દબાણ જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે મંદીના ભયને કારણે બજારનો મૂડ બગડ્યો હતો. બીજી તરફ તેજના ભાવમાં ઘટાડાને કારણે એનર્જી શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. આ સિવાય એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ વેચવાલી જોવા મળી રહી છે. SGX નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ડાઉન છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

આજે બજાર માટે મહત્વની બાબત

બ્રેન્ટ 105 ડોલરની નજીક સરક્યું અમેરિકી બજારો સતત બીજા દિવસે ઘટ્યા FY23 આજથી શરૂ થાય છે ઘણા મોટા ફેરફારો થશે ઘરેલું કુદરતી ગેસના ભાવ બમણા થયા

કોમોડિટી પર અપડેટ

સોના-ચાંદીમાં મિશ્ર કારોબાર દબાણ હેઠળ સોનું 1940 ડોલરની નીચે લપસ્યું માર્ચમાં સોનું 2.6% અને Q1 માં 6.6% વધ્યું બેઝ મેટલ્સમાં મિશ્ર વેપાર

અમેરિકામાં માર્ચ 2020 પછીનું સૌથી ખરાબ ક્વાર્ટર

ડાઓ -4.6% S&P 500 -4.9% નાસ્ડેક -9%

છેલ્લા સત્રમાં ઘટાડો નોંધાયો

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજાર મામૂલી ઉછાળા સાથે ખુલ્યું પરંતુ બજાર લાલ નિશાન પર આવી ગયું હતું. સેન્સેક્સ 115 પોઈન્ટના ઘટાડા સાથે 58,568 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 33 પોઈન્ટના ઘટાડા સાથે 17,464 પર બંધ થયો હતો. સેન્સેક્સે 58,890ની ઉપલી સપાટી અને 58,485ની નીચી સપાટી બનાવી છે. ઓટો અને બેંક શેરમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ ડૉ.રેડ્ડી, સન ફાર્મા, રિલાયન્સના શેરમાં ઘટાડો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 96 પોઈન્ટના વધારા સાથે 58,779 પર ખુલ્યો હતો. NSEનો નિફ્ટી પણ 51 પોઈન્ટના વધારા સાથે 17,519 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો : આસમાને પહોંચેલા ઇંધણના ભાવ જમીન ઉપર ઉતારવા Joe Biden આ પગલું ભરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો : Saregama India ના ડિમર્જરને મંજૂરી મહોર બાદ આ Multibagger Stock માં અપર સર્કિટ લાગી, જાણો રોકાણકારો માટે શું છે સલાહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">