મુકેશ અંબાણી SEBI ની દંડ ફ્ટકારવાની કાર્યવાહી વિરુદ્ધ અપીલ કરશે , નિયમોના ભંગના મામલે 25 કરોડનો દંડ કરાયો હતો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries Ltd)ના ચેરમેન મુકેશ અંબાણી(mukesh ambani)સેબી દ્વારા અનિયમિતતા મામલે ફટકારવામાં આવેલા દંડ સામે અપીલ કરશે.

મુકેશ અંબાણી SEBI ની દંડ ફ્ટકારવાની કાર્યવાહી વિરુદ્ધ અપીલ કરશે  , નિયમોના ભંગના મામલે 25 કરોડનો દંડ કરાયો  હતો
Mukesh Ambani - Chairman, RIL
Follow Us:
| Updated on: Apr 08, 2021 | 8:11 PM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries Ltd)ના ચેરમેન મુકેશ અંબાણી(mukesh ambani)સેબી દ્વારા અનિયમિતતા મામલે ફટકારવામાં આવેલા દંડ સામે અપીલ કરશે. આ માહિતી કંપનીએ આપી છે. સેબીએ અંબાણી પરિવારને બે દાયકા જુના કેસમાં દંડ ફટકાર્યો છે. વર્ષ 2000 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને લગતા કેસમાં એક્વિઝિશનના નિયમોનું પાલન ન કરવા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે.

માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, તેના નાના ભાઈ અનિલ અંબાણી અને અન્ય વ્યક્તિઓ અને એકમો પર કુલ 25 કરોડનો દંડ ફટકાર્યો છે. દંડ કરાયેલા અન્ય લોકોમાં નીતા અંબાણી, ટીના અંબાણી, કે ડી અંબાણી અને પરિવારના અન્ય સભ્યો શામેલ છે. નીતા મુકેશ અંબાણીના પત્ની છે જ્યારે ટીના અનિલ અંબાણીના પત્ની છે.

વર્ષ 2005 માં મુકેશ અને અનિલે છૂટા પડયા હતા મુકેશ અને અનિલ 2005 માં ધંધા વહેંચીને અલગ થઈ ગયા હતા. ઓર્ડર મુજબ, આરઆઈએલના પ્રમોટરોએ 2000 માં કંપનીમાં 6.83 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. 1994 માં જારી કરાયેલા 3 કરોડ વોરંટને બદલીને આ સંપાદન કરવામાં આવ્યું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સેબી અનુસાર RILના પ્રમોટરોએ પીએસી સાથે મળીને 6.83ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો જેમાં નોન કન્વર્ટેબલ સુરક્ષિત ડિબેંચર્સને લગતા વોરંટને શેરમાં રૂપાંતરિત કરવાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. આ સંપાદન નિયમન હેઠળ નિર્ધારિત 5 ટકા મર્યાદાથી વધુ હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">