LIC વધુ એકવાર સરકાર માટે સંકટમોચન બની , રેલ્વેની કંપનીમાં હિસ્સેદારી ખરીદી

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ફરી એકવાર સરકાર માટે સંકટમોચન સાબિત થયું છે. LICએ રેલ વિકાસ નિગમ (RVNL) માં 8.72 ટકા હિસ્સો ખરીદ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે RVNLમાં 15 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી છે.

LIC વધુ એકવાર સરકાર માટે સંકટમોચન બની ,  રેલ્વેની કંપનીમાં હિસ્સેદારી ખરીદી
LIC
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 9:39 AM

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ફરી એકવાર સરકાર માટે સંકટમોચન સાબિત થયું છે. LICએ રેલ વિકાસ નિગમ (RVNL) માં 8.72 ટકા હિસ્સો ખરીદ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે RVNLમાં 15 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી છે.

સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતી મુજબ રેલ વિકાસ નિગમે (RVNL) કહ્યું છે કે LICએ ખુલ્લા બજારના સોદા દ્વારા 18.18 કરોડ શેર ખરીદ્યા છે, જે તેના કુલ શેરના આશરે 8.72 ટકા છે. નોંધપાત્ર વાત એ છે કે, આ સ્થિતિમાં લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સરકાર માટે સંકટમોચન તરીકે જોવામાં આવે છે કે જ્યારે પણ કોઈ સરકારી કંપનીને મદદની જરૂર હોય ત્યારે તે તેના શેર ખરીદવા આગળ આવે છે. આ પહેલા LICએ ઘણી સરકારી કંપનીઓમાં જ્યારે જરૂર પડી હોય ત્યારે હિસ્સો ખરીદ્યો છે.

15 ટકા હિસ્સો વેચવાની યોજના છે મંગળવારે RVNL એ જાહેરાત કરી હતી કે તે તેની 15 ટકા હિસ્સો ઓફર ફોર સેલ – OFS દ્વારા વેચવામાં આવી રહ્યા છે. આ માટે ફ્લોર પ્રાઈસ શેર દીઠ 27.50 રૂપિયા રાખવામાં આવી છે જે મંગળવારના બંધ ભાવ કરતા 9.54 ટકા ઓછી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આરવીએનએલના શેરો વધ્યા ગુરુવારે BSE પર કંપનીના શેર થોડી મજબૂતી સાથે 27.75 રૂપિયા પર બંધ થયા હતા. શુક્રવારે પણ શેર લગભગ 3 ટકા વધીને રૂ 28.60 થયો હતો. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ક્વાર્ટરના અંત સુધીમાં સરકારની રેલ વિકાસ નિગમમાં. 87.84 ટકા હિસ્સો હતો.

કંપની શું કરે છે 2003 માં રેલ્વે મંત્રાલયની માલિકીની 100 ટકા જાહેર કંપની તરીકે RVNLની રચના કરવામાં આવી હતી. તેનું કાર્ય બજેટ ઉપરાંત સંસાધનો વધારવાનું અને રેલ્વે માળખાના નિર્માણ માટે આવા પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવાનું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">