Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO : મેગા IPOમાં આ યોજનાના લાભાર્થીઓને મળશે વિશેષ લાભ, જાણો સંપૂર્ણ વિગત

એકવાર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા પછી LICનું માર્કેટ કેપિટલાઇઝેશન ખુબ વધી જશે. માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) પછી ત્રીજી સૌથી મોટી કંપની બનશે.

LIC IPO : મેગા IPOમાં આ યોજનાના લાભાર્થીઓને મળશે વિશેષ લાભ, જાણો સંપૂર્ણ વિગત
LIC IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 10:17 AM

LIC IPO : દેશની સૌથી મોટી વીમા કંપની LIC અત્યાર દેશનો સૌથી મોટો IPO લાવવાની તૈયારી કરી રહી છે. IPO 11 માર્ચ 2022 ના રોજ આવી શકે છે. તેમાં LIC કર્મચારીઓ(Employees) અને LIC પોલિસીધારકો માટે પણ એક ભાગ અનામત રાખવામાં આવ્યો છે.

પોલિસીધારકોને સસ્તા શેર આપવામાં આવશે. પરંતુ આ માટે તેમણે કેટલીક શરતો પૂરી કરવી પડશે. LIC કર્મચારીઓ અને પોલિસીધારકોની સાથે હવે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)ના લાભાર્થીઓને પણ IPOમાં ડિસ્કાઉન્ટ મળશે. LICના ચેરમેન એમ.આર. કુમારે જણાવ્યું હતું કે આ યોજનાના વીમાધારક LICના IPOમાં ડિસ્કાઉન્ટ માટે હકદાર હશે.

PMJJBY પણ LIC નો ભાગ

કુમારે કહ્યું કે MJJBY તેનો એક ભાગ છે અને તેમના વીમાધારક માટે IPOમાં આરક્ષિત હશે. PMJJBY 2015 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ હેઠળ ખાતાધારકોને રૂ. ૨ લાખનો જીવન વીમો મળે છે. આ માટે વાર્ષિક પ્રીમિયમ રૂ. 330 છે. આ સરકારી યોજના LIC દ્વારા ઓફર કરવામાં આવે છે.

રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે
Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ

રિટેલ રોકાણકારો માટે 35 ટકા

આ IPOમાંથી પાંચ ટકા કર્મચારીઓ માટે અને 10 ટકા પોલિસીધારકો માટે આરક્ષિત છે. LICના 26 કરોડ પોલિસીધારકો માટે 3.16 કરોડ શેર આરક્ષિત છે. પરંતુ માત્ર પોલિસીધારકો કે જેમની પાસે પોલિસી સાથે PAN જોડાયેલ છે અને ડીમેટ ખાતું છે તે જ તેના માટે અરજી કરી શકે છે. કુલ 35 ટકા IPO રિટેલ રોકાણકારો માટે છે.

વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીની બીડ લગાવી શકાશે

ગયા અઠવાડિયે IPO માટે ફાઈલ કરાયેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ LIC પાત્ર વીમાધારકને IPOમાં આરક્ષણ આપવામાં આવશે. આ હેઠળ વ્યક્તિ દીઠ મહત્તમ બોલીની રકમ રૂ 2 લાખ થી વધુ નહીં હોય. જેમની પાસે બિડ ખોલવાની તારીખ સુધી LIC ની એક અથવા વધુ પોલિસી છે અને જેઓ ભારતના રહેવાસી છે તેઓ પોલિસીધારક આરક્ષણ હેઠળ અરજી કરી શકે છે. આ રીતે કરવામાં આવેલ રિઝર્વેશન IPOના કદના 10 ટકાથી વધુ નહીં હોય.

ત્રીજી સૌથી મોટી કંપની બનશે

એકવાર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા પછી LICનું માર્કેટ કેપિટલાઇઝેશન ખુબ વધી જશે. માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) પછી ત્રીજી સૌથી મોટી કંપની બનશે. આ IPOમાંથી 60,000 થી 90,000 કરોડ એકત્ર થવાનો અંદાજ છે.

આ પણ વાંચો : Gold Price Today : તો ભારતમાં સોનુ સસ્તું થશે, સરકારના આ પગલાંથી એક તોલા ઉપર મળશે આટલો લાભ

આ પણ વાંચો : આફતમાંથી અવસર? કોરોના મહામારી દરમ્યાન કરોડપતિઓ સંખ્યામાં વધારો થયો, જાણો સર્વેના રસપ્રદ ફેક્ટ્સ

g clip-path="url(#clip0_868_265)">