Laxmi Organic Industries IPO: શેર મળ્યા કે નહીં? જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ
સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની લક્ષ્મી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ (Laxmi Organic Industries)ના IPOને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે રોકાણકારો લક્ષ્મી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝના શેરની ફાળવણી પર નજર રાખી રહ્યા છે.

સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની લક્ષ્મી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝ (Laxmi Organic Industries)ના IPOને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે રોકાણકારો લક્ષ્મી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝના શેરની ફાળવણી પર નજર રાખી રહ્યા છે. આ IPOની શેર ફાળવણી આજે થઈ રહી છે. IPO 25 માર્ચે લિસ્ટ થશે. જો તમે લક્ષ્મી ઓર્ગેનિકના આઈપીઓમાં પણ રોકાણ કર્યું છે તો પછી તમે ઘરે બેઠા તપાસ કરી શકો છો કે તમને શેરો મળ્યા છે કે નહીં?
Link Intime India આ IPO માટે પ્રાઈવેટ ઈશ્યૂ રજિસ્ટ્રાર છે અને એલોટમેન્ટ અને રિફંડ મેનેજ કરે છે. એકવાર શેર ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી રોકાણકારો લિંક ઈનટાઈમ ઈન્ડિયાની વેબસાઈટ પર તેમની અરજીની સ્થિતિ ચકાસી શકે છે. લક્ષ્મી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 15 માર્ચે ખોલવામાં આવ્યો હતો અને તે 17 માર્ચે બંધ થયો હતો. IPOનો પ્રાઈસ બેન્ડ શેર દીઠ 129-130 રૂપિયા હતો. કંપનીને તેના આઈપીઓથી 600 કરોડ મળવાની અપેક્ષા છે.
આઈપીઓ 107 ગણો સબસ્ક્રાઈબ થયો હતો
સ્પેશિયલ કેમિકલ્સ બનાવતી કંપની લક્ષ્મી ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ લગભગ 107 ગણો સબસ્ક્રાઈબ થયો છે. આ શેર ગ્રે માર્કેટમાં 63 રૂપિયાના પ્રીમિયમ પર કારોબાર કરી રહ્યો છે. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશન બાયર્સ (QIB) 175.45 ગણો, બિન-સંસ્થાકીય રોકાણકારો 217.62 ગણો અને રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RIIs) 20 ગણો સબ્સ્ક્રાઈબ થયો છે.આઈપીઓનો 35 ટકા હિસ્સો છૂટક રોકાણકારો અને 50 ટકા ક્યૂઆઈબી અને બાકીનો બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત હતો.
કંપનીનો બિઝનેસ લક્ષ્મી ઓર્ગેનિક ખાસ કરીને યુરોપના દેશમાં સૌથી વધુ ઈથાઇલ એસિટેટ નિકાસકાર છે. યુરોપમાં કંપનીના અનુભવ અને સીધી હાજરીને જોતા તે ભવિષ્યમાં સ્થિતિને મજબૂત બનાવવામાં અને વેચાણમાં વધારો કરવામાં મદદ કરશે. કંપનીના ચાઈના, રશિયા, સિંગાપોર, યુએઈ, યુકે અને યુએસએ સહિત 30 દેશોના ગ્રાહકો છે.
આ પણ વાંચો: Share Market: ઉતાર-ચઢાવના અંતે SENSEX 86 અને NIFTY 7 અંક ગગડીને બંધ થયા