AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ 2022માં IPO બજારમાં તેજી યથાવત રહેશે, SEBI ને મળી છે 15 અબજ ડોલરના IPOની દરખાસ્ત

વર્ષ 2021 પછી વર્ષ 2022 પણ IPOની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રહેવાનું છે. કોટક મહિન્દ્રા કેપિટલના જણાવ્યા અનુસાર 2022માં આઈપીઓથી આશરે રૂ. 2 લાખ કરોડ એકત્ર કરવાનો અંદાજ છે.

વર્ષ 2022માં IPO બજારમાં તેજી યથાવત રહેશે, SEBI ને મળી છે 15 અબજ ડોલરના IPOની દરખાસ્ત
Macleods Pharmaceuticals
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 8:02 AM
Share

ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ(IPO) બજાર ચાલુ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેજીમાં રહેશે. ક્વાર્ટર દરમિયાન 23 કંપનીઓ IPO દ્વારા રૂ. 44,000 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. આ માહિતી મર્ચન્ટ બેન્કર્સે આપી હતી. IPO માંથી ભંડોળ એકત્ર કરવામાં ટેક્નોલોજી આધારિત કંપનીઓ મોખરે રહેશે.

અગાઉ 2021 માં 63 કંપનીઓએ IPO દ્વારા 1.2 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ એકત્ર કરી હતી. આ સમય દરમિયાન જોકે મેક્રો-ઇકોનોમી રોગચાળાથી પ્રભાવિત થઈ હતી. આ કંપનીઓ ઉપરાંત પાવરગ્રીડ ઇન્વિટ એ IPO દ્વારા રૂ. 7,735 કરોડ એકત્ર કર્યા હતા જ્યારે બ્રુકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટે REIT દ્વારા રૂ. 3,800 કરોડ એકત્ર કર્યા હતા.

આ કંપનીઓ IPO લાવશે

મર્ચન્ટ બેન્કર્સે જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટર દરમિયાન જે કંપનીઓ IPO દ્વારા ભંડોળ એકત્ર કરે તેવી અપેક્ષા છે તેમાં ઓયો (રૂ. 8,430 કરોડ) અને સપ્લાય ચેઇન કંપની ડિલિવરી (રૂ. 7,460 કરોડ)નો સમાવેશ થાય છે. આ સિવાય અદાણી વિલ્મર (રૂ. 4,500 કરોડ), એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 4,000 કરોડ), વેદાંત ફેશન્સ (રૂ. 2,500 કરોડ), પારાદીપ ફોસ્ફેટ્સ (રૂ. 2,200 કરોડ), મેદાન્તા (રૂ. 2,000 કરોડ) અને એક્ઝીગો (રૂ. 100 કરોડ)ના IPO ક્વાર્ટર દરમિયાન લાવે તેવી અપેક્ષા છે.

IPO વેલ્યુએશનમાં મદદ કરે છે

મર્ચન્ટ બેન્કર્સે જણાવ્યું હતું કે સ્કેનરે ટેક્નોલોજીસ, હેલ્થિયમ મેડટેક અને સહજાનંદ મેડિકલ ટેક્નોલોજીસ પણ સમીક્ષા હેઠળના ક્વાર્ટર દરમિયાન IPO લાવી શકે છે. રિકવર ક્લબના સ્થાપક એકલવ્યએ જણાવ્યું હતું કે, “કંપનીઓ IPO દ્વારા જાહેર જનતા પાસેથી મૂડી એકત્ર કરવા માટે લિસ્ટ થાય છે જે તેમના શેરની તરલતામાં વધારો કરે છે તેમજ મૂલ્ય શોધવામાં મદદ કરે છે.”

ટેક્નોલોજી કંપનીઓ ગ્લોબલ બનવા માંગે છે LearnApp.comના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પ્રતીક સિંઘે જણાવ્યું હતું કે ટેક્નોલોજી કંપનીઓ હવે વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવા માંગે છે અને તેના માટે તેમને મૂડીની જરૂર છે. આ સ્થિતિમાં તેઓ IPO ના માર્ગ દ્વારા નાણાં એકત્ર કરવાનું પસંદ કરે છે.

વર્ષે 2022 માં માર્કેટમાં એક્શન ચાલુ રહેશે

વર્ષ 2021 પછી વર્ષ 2022 પણ IPOની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રહેવાનું છે. કોટક મહિન્દ્રા કેપિટલના જણાવ્યા અનુસાર 2022માં આઈપીઓથી આશરે રૂ. 2 લાખ કરોડ એકત્ર કરવાનો અંદાજ છે. અહેવાલ મુજબ આગામી વર્ષ માટે 15 અબજ ડોલરના મૂલ્યના આઈપીઓ દરખાસ્તો સેબીને મોકલી દેવામાં આવી છે. જ્યારે 11 અબજ ડોલરની દરખાસ્ત ટૂંક સમયમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : હવે 200 રૂપિયા સુધી ડિજિટલ પેમેન્ટ માટે ઈન્ટરનેટની જરૂર નહી,જાણો RBIનો નિયમ

આ પણ વાંચો : 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે 4500 રૂપિયા, જાણો કઈ રીતે મળશે લાભ

g clip-path="url(#clip0_868_265)">