7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે 4500 રૂપિયા, જાણો કઈ રીતે મળશે લાભ
અગાઉ કર્મચારીઓએ તેમના બાળકોના શિક્ષણ ભથ્થાનો દાવો કરવા માટે શાળાના પ્રમાણપત્રો અને અન્ય સહાયક દસ્તાવેજો સબમિટ કરવા પડતા હતા. હવે સરકારે આમાં છૂટ આપી છે.
7th Pay Commission: સરકાર ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓ ઉપર મહેરબાન થઇ છે.જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે હજુ સુધી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (CEA) નો ક્લેમ કરી શક્યા નથી તેઓ પણ હવે શિક્ષણ ભથ્થું મેળવવા માટે હકદાર બનશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને 2 બાળકોના શિક્ષણ માટે ભથ્થું મળે છે. આ ભથ્થું રૂ 2,250 પ્રતિ બાળક હોય છે. આ રીતે કર્મચારીઓને બે બાળકો પર દર મહિને 4,500 રૂપિયા મળે છે.
જે કર્મચારીઓએ હજુ સુધી શૈક્ષણિક સત્ર માર્ચ 2020 થી માર્ચ 2021 માટે દાવો કર્યો નથી તેઓ પણ હવે દાવો કરી શકે છે. કર્મચારીઓ હવે કોઈપણ સત્તાવાર દસ્તાવેજો વિના શિક્ષણ ભથ્થું મેળવી શકશે.
કોરોનાકાળમાં સમસ્યા સર્જાઈ હતી
7મા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને શિક્ષણ ભથ્થું મળે છે. બાળકોના શિક્ષણ માટે 2,250 રૂપિયા મળે છે. કોવિડ-19 લોકડાઉનને કારણે ઘણા કર્મચારીઓ ક્લેમકરી શક્યા નથી અને શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાના કારણે કેન્દ્ર સરકારે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ (CEA) ક્લેમને સ્વ-પ્રમાણિત કર્યો હતો. આનાથી 2.5 મિલિયન કર્મચારીઓને ફાયદો થયો. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) એ આ સંબંધમાં ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું છે.
અગાઉ કર્મચારીઓએ તેમના બાળકોના શિક્ષણ ભથ્થાનો દાવો કરવા માટે શાળાના પ્રમાણપત્રો અને અન્ય સહાયક દસ્તાવેજો સબમિટ કરવા પડતા હતા. આ ઉપરાંત CEA ક્લેમ માટે બાળકનું રિપોર્ટ કાર્ડ, સ્વ-પ્રમાણિત નકલ અને ફીની રસીદ પ્રદાન કરવાની હતી. હવે સરકારે આમાં છૂટ આપી છે. CEA દાવાઓ હવે સ્વ-પ્રમાણપત્ર અને પરિણામોની પ્રિન્ટઆઉટ / રિપોર્ટ કાર્ડ / ફી ચુકવણી ઈ-મેલ / એસએમએસ દ્વારા નિર્ધારિત પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે.
કેન્દ્રીય કર્મચારીઓને આ લાભ પણ મળશે
કેન્દ્રીય કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સારા સમાચાર જાહેર થઈ શકે છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકારે ફિટમેન્ટ ફેક્ટર વધારવાનું નક્કી કરી લીધું છે અને તેને ટૂંક સમયમાં વધારવામાં આવી શકે છે. જો આમ થશે તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ઘણો વધી જશે.
AICPI ઈન્ડેક્સ નવેમ્બરના આંકડા આવી ગયા છે. ઇન્ડેક્સ 125.7 પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે જાન્યુઆરી 2022 માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કુલ DA 33% હશે. તેઓને હાલમાં 31% ડીએ ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચો : LIC IPO : શું દેશની સૌથી મોટી વીમાકંપની સૌથી મોટા IPO નો વિક્રમ નહિ સર્જે? વાંચો વિગતવાર
આ પણ વાંચો : શું તમે સોનામાં રોકાણ કરો છો? જાણો ઘરમાં સોનું રાખવાની મર્યાદા! જો તેનાથી વધુ મળશે તો જેલના સળિયા ગણવા પડશે