HP Adhesives IPO: આજે ખુલ્યો ઈશ્યુ, રોકાણ પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

HP Adhesives ઉત્પાદનોની વિશાળ વિવિધતા પ્રદાન કરે છે. તે પીવીસી, સીપીવીસી અને યુપીવીસી સોલવન્ટ સિમેન્ટ, સિન્થેટિક રબર એડહેસિવ્સ, પીવીએ એડહેસિવ્સ, સિલિકોન એડહેસિવ્સ સહિત વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરે છે.

HP Adhesives IPO: આજે ખુલ્યો ઈશ્યુ, રોકાણ પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર
Macleods Pharmaceuticals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 8:51 AM

HP Adhesives IPO: આ અઠવાડિયે દરરોજ એક IPO ખુલી રહયા છે. આજે બુધવારે મલ્ટી-પ્રોડક્ટ્સ, મલ્ટિ-કેટેગરી કન્ઝ્યુમર એડહેસિવ્સ અને સીલંટ બનાવતી કંપની HP Adhesivesનો IPO ખોલવામાં આવી રહ્યો છે. ઇશ્યૂ 17 ડિસેમ્બરે બંધ થશે. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 262-274 નક્કી કરવામાં આવી છે.

HP Adhesives આ IPOમાંથી રૂ. 126 કરોડ એકત્ર કરી રહી છે. આમાં રૂ 113.4 કરોડનો નવો ઈશ્યુ અને રૂ 12.5 કરોડના શેરનું વેચાણ ઓફર-ફોર-સેલ (OFS)માં કરવામાં આવશે. ઓફર ફોર સેલમાં કંપનીના શેરહોલ્ડર અંજના હરેશ મોટવાણી લગભગ 457,000 શેર વેચશે.

નિષ્ણાતોની સલાહ બ્રોકરેજ હાઉસ Marwadi Shares and Finance આ કંપનીના શેર ખરીદવાની સલાહ આપી રહયા છે. સપ્ટેમ્બર 2021 સુધીમાં પોસ્ટ ઇશ્યૂના આધારે HP Adhesives નું P/E 49.23 છે અને તેથી તેનું માર્કેટ કેપ રૂ. 50.35 લાખ હશે. તેની હરીફ કંપનીઓમાં Pidilite Industries છે જે 89.75 P/E પર ટ્રેડ કરી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બ્રોકરેજ હાઉસ મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સે તેના શેર ખરીદવાની સલાહ આપતા કહ્યું, “તે જાણીતી બ્રાન્ડ છે. આ સાથે તે હરીફ કંપનીઓની તુલનામાં વાજબી મૂલ્યાંકન પર ઉપલબ્ધ છે.

HP Adhesives ઉત્પાદનોની વિશાળ વિવિધતા પ્રદાન કરે છે. તે પીવીસી, સીપીવીસી અને યુપીવીસી સોલવન્ટ સિમેન્ટ, સિન્થેટિક રબર એડહેસિવ્સ, પીવીએ એડહેસિવ્સ, સિલિકોન એડહેસિવ્સ સહિત વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરે છે. 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં કંપનીનું વિતરણ નેટવર્ક 750 થી વધુ છે. આ સાથે કંપની પાસે દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને ઈન્દોરમાં 4 ડેપો અને 50,000 ડીલરો છે.

IPO ની વિશેષતાઓ –

  • HP Adhesives ના IPOનો લગભગ 75% હિસ્સો ક્વોલિફાઇડ સંસ્થાકીય ખરીદદારો (QIBs), 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 10% છૂટક રોકાણકારો માટે આરક્ષિત છે.
  • કંપની IPOની આવકનો ઉપયોગ તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના નારંગી ગામમાં તેના ઉત્પાદન પ્લાન્ટના વિસ્તરણ અને નજીકમાં આવેલા અન્ય પ્લોટ પર વધારાના એકમો સ્થાપવા માટે કરશે.
  • કંપની તેની હાલની પ્રોડક્ટ લાઇનની ક્ષમતા પણ વધારશે.
  • રોકાણકારો ઓછામાં ઓછા 50 ઇક્વિટી શેરમાં બિડ લગાવી શકે છે અને ત્યારબાદ 50 શેરના ગુણાંકમાં રોક કરી શકે છે. છૂટક રોકાણકારો એક લોટ માટે લઘુત્તમ રૂ. 13,700 અને 14 લોટ માટે વધુમાં વધુ રૂ. 1,91,800નું રોકાણ કરી શકે છે.

HP Adhesive IPO Details

  • IPO Opening Date Dec 15, 2021
  • IPO Closing Date Dec 17, 2021
  • Issue Type Book Built Issue IPO
  • Face Value ₹10 per equity share
  • IPO Price ₹262 to ₹274 per equity share
  • Market Lot 50 Shares

આ પણ વાંચો :  IPO Update : Data Patterns IPO પ્રથમ દિવસે ભરાયો, જાણો શું છે Metro Brands અને Medplus IPO ની સ્થિતિ

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : તમારા વાહનનું ઇંધણ સસ્તું થવાના મળી રહ્યા છે સંકેત, જાણો આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો ભાવ શું છે?

Latest News Updates

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
g clip-path="url(#clip0_868_265)">