AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Data Patterns IPO:લિસ્ટિંગના એક દિવસ પહેલા GMPમાં 35%નો થયો વધારો, જાણો કઈ કિંમતે લિસ્ટિંગનો છે અંદાજ

ડેટા પેટર્ન એક સંરક્ષણ કંપની છે જે કેટલીક સરકારી કંપનીઓ સાથે નજીકથી કામ કરે છે. આ સરકારી કંપનીઓમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ સાથે DRDO જેવી કેટલીક સરકારી કંપનીઓ સાથે કામ કરે છે.

Data Patterns IPO:લિસ્ટિંગના એક દિવસ પહેલા GMPમાં 35%નો થયો વધારો, જાણો કઈ કિંમતે લિસ્ટિંગનો છે અંદાજ
Data Patterns IPO Listing Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:31 AM
Share

Data Patterns IPO: ડેટા પેટર્ન કંપનીના શેરનું લિસ્ટિંગ આજે થઇ રહ્યું છે. એક દિવસ અગાઉ એટલે કે 23મી ડિસેમ્બરે ગ્રે માર્કેટમાં ડેટા પેટર્નના શેરનું પ્રીમિયમ વધ્યું છે. ડેટા પેટર્નના ઈશ્યુનું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ 300 પર ચાલી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં કંપનીના અનલિસ્ટેડ શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટી રહ્યું હતું. કિંમત 585 રૂપિયા અને ગ્રે માર્કેટમાં 300 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. તદનુસાર કંપનીના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 885ના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. આશા છે કે લિસ્ટિંગ તેની આસપાસ થશે.

રોકાણકારોએ જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો કંપનીનો ઈશ્યુ 13 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 16 ડિસેમ્બરે બંધ થયો હતો. ડેટા પેટર્નના IPOને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને ઈશ્યૂ 119.62 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. ડેટા પેટર્નના IPOમાં રૂ 240 કરોડનો ફ્રેશ ઇશ્યુ હતો અને ઓફર ફોર સેલમાં 59.52 લાખ ઇક્વિટી શેર વેચાયા હતા. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 555-585 હતી. ઈશ્યુ ખોલવાના એક દિવસ પહેલા ડેટા પેટર્ન એ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 176 કરોડ એકત્ર કર્યા હતા.

કંપનીનો વ્યવસાય શું છે? ડેટા પેટર્ન એક સંકલિત સંરક્ષણ અને એરોસ્પેસ ઈલેક્ટ્રોનિક્સ સોલ્યુશન્સ પ્રોવાઈડર કંપની છે. આ કંપનીનું સૌથી મહત્ત્વનું કામ ઈલેક્ટ્રોનિક હાર્ડવેર, સોફ્ટવેર, ફર્મવેર, મિકેનિકલ, પ્રોડક્ટ પ્રોટોટાઈપ ડિઝાઈન, ડેવલપમેન્ટ તેમજ ટેસ્ટિંગ, વેલિડેશન અને વેરિફિકેશનનું છે. ડેટા પેટર્ન નવા ઈશ્યુમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ડેટ રિપેમેન્ટ, વર્કિંગ કેપિટલ ફંડિંગ અને હાલના પ્લાન્ટના વિસ્તરણ સહિત અન્ય કોર્પોરેટ સંબંધિત પ્રવૃત્તિઓ માટે કરશે.

ડેટા પેટર્ન એક સંરક્ષણ કંપની છે જે કેટલીક સરકારી કંપનીઓ સાથે નજીકથી કામ કરે છે. આ સરકારી કંપનીઓમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ સાથે DRDO જેવી કેટલીક સરકારી કંપનીઓ સાથે કામ કરે છે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

આ પણ વાંચો :  ITR filing: આ વર્ષે ટેક્સ ફાઇલિંગ સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, રિટર્ન ફાઈલ કરતા પહેલા જાણીલો આ અગત્યની માહિતી

આ પણ વાંચો :  RBI એ કાર્ડ ટોકનાઇઝેશન માટે સમયમર્યાદા લંબાવી, હવે 30 જૂન-2022 થી નિયમો બદલાશે, જાણો સંપૂર્ણ વિગતો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">