AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR filing: આ વર્ષે ટેક્સ ફાઇલિંગ સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, રિટર્ન ફાઈલ કરતા પહેલા જાણીલો આ અગત્યની માહિતી

સૌથી મોટો ફેરફાર PFને ટેક્સના દાયરામાં લાવવાનો છે. PFમાંથી માત્ર 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરમુક્તિમાં રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પીએફમાં રોકાણ કર્યા પછી 2.5 લાખ રૂપિયાથી વધુ કમાય છે તો તેના પર ટેક્સ લાગશે.

ITR filing: આ વર્ષે ટેક્સ ફાઇલિંગ સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, રિટર્ન ફાઈલ કરતા પહેલા જાણીલો આ અગત્યની માહિતી
ITR filing
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 6:32 AM
Share

આ વર્ષે આવકવેરા રિટર્ન ફાઇલિંગ (ITR filing) સંબંધિત ઘણા નિયમો બદલાયા છે. રિટર્ન ફાઈલ કરતા પહેલા તમારે નવા નિયમો વિશે જાણવું જોઈએ જેથી આ કામમાં કોઈ મુશ્કેલી ન આવે. આ વર્ષના બજેટમાં સરકારે જણાવ્યું હતું કે આવકવેરાના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમોને ધ્યાનમાં રાખીને ટેક્સ રિટર્ન ભરવું જોઈએ.

સૌથી મોટો ફેરફાર PFને ટેક્સના દાયરામાં લાવવાનો છે. PFમાંથી માત્ર 2.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરમુક્તિમાં રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પીએફમાં રોકાણ કર્યા પછી 2.5 લાખ રૂપિયાથી વધુ કમાય છે તો તેના પર ટેક્સ લાગશે. આ નિયમ 1લી એપ્રિલ 2021ના રોજ અથવા તે પછી પીએફમાં જમા કરાયેલા પૈસા પર લાગુ થશે.

વરિષ્ઠ નાગરિકોને રાહત નવા ટેક્સ ફાઇલિંગમાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપવામાં આવી છે. 75 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે નવી જોગવાઈ લાવવામાં આવી છે. આ છૂટ ફક્ત એવા વરિષ્ઠ નાગરિકોને જ મળશે જેમની કમાણી પેન્શન અને વ્યાજમાંથી છે. આવી આવક મેળવતા વરિષ્ઠ નાગરિકોને ITR ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ છૂટ ફક્ત રિટર્ન ફાઇલિંગ માટે છે.

TDS વધુ કાપવામાં આવશે જે લોકો ITR ફાઇલ નથી કરતા તેમનો TDS વધુ કાપવામાં આવશે. કલમ 206AB મુજબ જેમણે છેલ્લા બે વર્ષથી ITR ફાઈલ નથી કર્યું, તેમનો TDS વધુ કાપવામાં આવશે. જો છેલ્લા બે વર્ષનો TDS રૂ 50,000 થી વધુ હોય તો વધુ TDS કાપવામાં આવશે. આવી જ જોગવાઈ કલમ 206CCAના સ્વરૂપમાં લાવવામાં આવી છે.

ULIP પર ટેક્સ બજેટમાં વધુ પ્રીમિયમ ધરાવતી યુલિપને પણ ટેક્સ બ્રેકેટમાં રાખવામાં આવી છે. ULIP પૉલિસીનું રિડેમ્પશન માત્ર ત્યારે જ કરમુક્ત રહેશે જો સંપૂર્ણ ચૂકવેલ પ્રીમિયમ રૂ. 2.5 લાખથી વધુ ન હોય. આ માટેનો સમયગાળો 1 ફેબ્રુઆરી 2021 રાખવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિએ આ પહેલા ULIP ખરીદ્યું હોય તો મેચ્યોરિટી પર કોઈ ટેક્સ લાગશે નહીં.

ITR FILING છેલ્લી તારીખ આ વર્ષથી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ તારીખ રિટર્ન ફાઈલ કરવા માટેની સમય મર્યાદા છે. જો કે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે.

Annual Information Statement ની શરૂઆત આવકવેરા વિભાગે તાજેતરમાં annual information statementની સિસ્ટમ શરૂ કરી છે. આ ટેક્સ ફાઇલિંગ માટેના નવા પોર્ટલ માટે છે. આ સિસ્ટમ હાલના ફોર્મ 26AS ને બદલશે. નવી સિસ્ટમમાં કરદાતાને ટેક્સ ક્રેડિટ, ટેક્સ કલેક્શન, ટેક્સ કપાત, એડવાન્સ ટેક્સ, વ્યાજની આવક, ડિવિડન્ડની આવક, મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો, વિદેશી રેમિટન્સ, સેલરી બ્રેકઅપ, બધી જ માહિતી એકસાથે મળશે.

આ પણ વાંચો :  ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન માટે સરકારે વાહન ઉત્પાદકોને જાહેર કરી એડવાઈઝરી, ઘટશે પેટ્રોલનું બિલ

આ પણ વાંચો : RBI એ One Mobikwik અને Spice Money ને ફટકાર્યો દંડ, નિયમ તોડવા બદલ કરાઈ કાર્યવાહી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">