Closing Bell : સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર લાલ નિશાન સાથે બંધ થયું, જાણો ક્યા શેર રહ્યા આજના LOSERS

નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ સપ્તાહના પહેલા સત્રની શરૂઆત ઘટાડા સાથે થઇ રહી છે. રશિયા-યુક્રેન સંકટને કારણે વિશ્વભરના બજાર અસ્થિર સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે.

Closing Bell : સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર લાલ નિશાન સાથે બંધ થયું, જાણો ક્યા શેર રહ્યા આજના LOSERS
શેરબજાર ઘટાડા સાથે બંધુ થયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 4:34 PM

Share Market : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજારો(Stock Market) લાલ નિશાન સાથે બંધ(Closing Bell) થયા હતા. ભારતીય બજારમાં આજે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty)ના છેલ્લા ડેટા ઉપર નજર કરીએતો નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17206 ના સ્તર પર બંધ થયો હતો જ્યારે સેન્સેક્સએ 149 પોઈન્ટ ઘટીને 57683ની સપાટીએ પૂર્ણ કર્યો હતો. આજે નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 86 પોઈન્ટ વધીને 37685 પર બંધ થયો હતો.

ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો

નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ સપ્તાહના પહેલા સત્રની શરૂઆત ઘટાડા સાથે થઇ રહી છે. રશિયા-યુક્રેન સંકટને કારણે વિશ્વભરના બજાર અસ્થિર સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 59 પોઈન્ટ ઘટીને 57,832 પર  બંધ થયો હતો જે આજે પણ મોટા ઘટાડા સાથે 57,551.65 ઉપર ખુલ્યો હતો. નિફટીની વાત કરીએ તો છેલ્લા સત્રમાં 28 પોઈન્ટ ઘટીને 17,276 પર બંધ થયો હતો. આજે ઇન્ડેક્સ 17,192.25 ઉપર ખુલ્યો હતો.

આ સ્ટોક 10 ટકાથી વધુ તૂટયાં

Company Last  Price (Rs) % Loss 
R Systems Internat. 220.45 -17.19
Indiabulls Real Esta 103 -15.05
Elgi Equipments 343.05 -12.71
Yaari Digital Inte 66.8 -10.52

127 શેરો એક વર્ષની ટોચે પહોંચ્યા

આજે 127 શેર એક વર્ષની ઊંચી અને 119 નીચી સપાટીએ સ્પર્શ્યા છે. કુલ લિસ્ટેડ કંપનીઓમાંથી 2,775 શેર ઘટ્યા અને 711 વધ્યા હતા. દરમિયાન નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 17,206 પર બંધ થયો હતો. તે 17,192 પર ખુલ્યો અને 17,017 ની નીચી અને 17,351 ની ઉપલી સપાટી બનાવી.નિફટીના 50માંથી 38 ઘટાડા અને 12 વધારા સાથે બંધ થયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

SENSEX ની TOP 10 કંપનીઓના શેરની સ્થિતિ

Company  Last Price % Chg
Reliance 2,400.15 -0.99
TCS 3,720.25 -1.96
HDFC Bank 1,521.75 0.6
Infosys 1,730.60 1.38
HUL 2,290.00 -0.95
ICICI Bank 754.3 0.63
SBI 511.85 -0.7
HDFC 2,438.95 -0.08
Bajaj Finance 7,006.10 -0.37
Bharti Airtel 709.8 -0.41

રોકાણકારોને નુકસાન

સેન્સેક્સના 262 શેર અપર અને 627 લોઅર સર્કિટમાં રહ્યા હતા. આનો અર્થ એ છે કે તેમની કિંમતો ન તો ઘટી શકે છે અને ન તો ચોક્કસ મર્યાદાથી વધી શકે છે. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 257.27 લાખ કરોડ નોંધાયું છે જે શુક્રવારે રૂ. 260.48 લાખ કરોડ હતું.

TCS બાયબેકમાં ભાગલેવા છેલ્લી તક

Tata Consultancy Services (TCS)ના શેરની કિંમત સોમવારે લગભગ 2 ટકા ઘટી હતી આજે રોકાણકારો માટે કંપનીના રૂ. 18,000 કરોડના શેર બાયબેક પ્લાનમાં ભાગ લેવાનો છેલ્લો દિવસ છે. સ્ટોક બાયબેક પ્લાનમાં ભાગ લેવા માટે પાત્રતા ધરાવતા રોકાણકારોને ઓળખવા માટે TCS એ 23 ફેબ્રુઆરી, 2022ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

જો છૂટક રોકાણકાર બાયબેક ઓફરમાં ભાગ લેવા ઈચ્છે છે, તો 21 ફેબ્રુઆરીએ ખરીદી કરવાની છેલ્લી તક છે. શેર બાયબેકમાં ભાગ લેવા માટે લાયક બનવા માટે સ્ટોક રેકોર્ડ તારીખે રોકાણકારોના ડીમેટ ખાતામાં હોવો જોઈએ. સોમવારે TCSના શેરમાં ટ્રેડિંગની શરૂઆત સકારાત્મક નોંધ પર થઈ હતી. જોકે, બેન્ચમાર્ક સૂચકાંકો સાથે મળીને લાલ નિશાનમાં સરકી ગઈ હતી.

આ પણ વાંચો : Opening Bell : શેરબજારમાં ઘટાડો યથાવત, Sensex 57551 ઉપર ખુલ્યો

આ પણ વાંચો : LIC IPOમાં ડીમેટ ખાતા વગર નહીં કરી શકો રોકાણ! જાણો સંપૂર્ણ માહિતી

g clip-path="url(#clip0_868_265)">