Opening Bell : શેરબજારમાં ઘટાડો યથાવત, Sensex 57551 ઉપર ખુલ્યો

ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 59 પોઈન્ટ ઘટીને 57,832 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 28 પોઈન્ટ ઘટીને 17,276 પર બંધ થયો હતો.

Opening Bell  : શેરબજારમાં ઘટાડો યથાવત, Sensex 57551 ઉપર ખુલ્યો
શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરીઆત
Follow Us:
| Updated on: Feb 21, 2022 | 9:21 AM

Share Market  : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં પણ સપ્તાહના પહેલા સત્રની શરૂઆત ઘટાડા સાથે થઇ રહી છે. રશિયા-યુક્રેન સંકટને કારણે વિશ્વહભરના બજાર અસ્થિર સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ 59 પોઈન્ટ ઘટીને 57,832 પર  બંધ થયો હતો જે આજે પણ મોટા ઘટાડા સાથે 57,551.65 ઉપર ખુલ્યો હતો. નિફટીની વાત કરીએ તો છેલ્લા સત્રમાં 28 પોઈન્ટ ઘટીને 17,276 પર બંધ થયો હતો. આજે ઇન્ડેક્સ 17,192.25 ઉપર ખુલ્યો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ (9.17 AM)

SENSEX  57,632.47 −200.50 (0.35%)
NIFTY  17,206.05 −70.25 (0.41%)

વૈશ્વિક સંકેત નબળાં

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારને પણ અસર થઈ શકે છે. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવે ફરી એકવાર યુએસ બજારોને ઘટાડા તરફ દોર્યું હતું. ડાઉ જોન્સ 232 પોઈન્ટ્સ તૂટ્યો અને ઈન્ડેક્સ 0.68 ટકા ઘટીને 34079 પર બંધ થયો. નાસ્ડેક પણ લાલ નિશાન સાથે બંધ થયો અને ઈન્ડેક્સ 168 પોઈન્ટ અથવા 1.23 ટકા ઘટ્યો હતી. ઉલ્લેખનીય છે કે યુએસ માર્કેટ આજે એટલે કે સોમવારે રાષ્ટ્રપતિ દિવસના કારણે બંધ રહેશે. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીએ લાલ નિશાન સાથે શરૂઆત કરી છે અને તે 131 પોઈન્ટ ઘટાડો દર્શાવી રહ્યો છે.

આજના કારોબારમાં આ મુદાઓ ધ્યાન ઉપર રહેશે

  • રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ યથાવત છે
  • કોલ ઈન્ડિયાની સરકારને ચેતવણી
  • નવા યુગની ટેક કંપનીઓ પર સેબીની કડકાઈ
  • TCS ના બાયબેકમાં ભાગ લેવાની છેલ્લી તક
  • યુએસ બજારો આજે બંધ રહેશે

વિદેશી રોકાણકારોનો મોટો ઉપાડ

વિદેશી સંસ્‍થાગત રોકાણકાર (FII) સતત ભારતીય બજારોમાંથી તમારા પૈસા કાઢી રહ્યાછે પરંતુ શુક્રવારે તેઓએ ફેબ્રુઆરીનો સૌથી મોટો ઉપાડ કર્યો. આ સમય દરમિયાન FIIએ રૂ. 2,529.96 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જો કે, સ્થાનિક રોકાણકારોએ શેર ખરીદીને બજારમાં રૂ. 1,929.08 રોકાણ કરી મોટો ઘટાડો ટાળ્યો હતો

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ થયું

ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 59 પોઈન્ટ ઘટીને 57,832 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 28 પોઈન્ટ ઘટીને 17,276 પર બંધ થયો હતો. સેન્સેક્સ આજે 404 પોઈન્ટ ઘટીને 57,488 પર ખુલ્યો હતો. તે 58,175 નું ઉપલું સ્તર અને 57,488 નું નીચલું સ્તર બનાવ્યું. તેના 30 શેરમાંથી 13 વધ્યાઅને 17 તૂટ્યા હતા.

આ પણ વાંચો :  Archean Chemical એ IPO માટે SEBI માં દસ્તાવેજ સબમિટ કર્યા, મરીન કેમિકલ મેન્યુફેક્ચરર કંપનીની યોજનાઓ વિશેજાણો વિગતવાર

આ પણ વાંચો : 4 પ્રાઈવેટ બેંક વરિષ્ઠ નાગરિકો માટે 3 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપી રહી છે, જાણો કઈ બેંકમાં રોકાણ કરવું વધુ લાભદાયક

g clip-path="url(#clip0_868_265)">