AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Closing Bell : 8 દિવસના ઘટાડા બાદ માર્કેટમાં બાઉન્સ બેક, નિફ્ટી 147 પોઈન્ટ વધીને 17,451 પર બંધ

Closing Bell: શેરબજારમાં સતત આઠ દિવસના ઘટાડાનો સિલસિલો આજે તૂટ્યો હતો. આજના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 448 પોઈન્ટના ઉછાળા સાથે, જ્યારે નિફ્ટી 147 પોઈન્ટના ઉછાળા સાથે 17,451 પર બંધ રહ્યો હતો.

Closing Bell : 8 દિવસના ઘટાડા બાદ માર્કેટમાં બાઉન્સ બેક, નિફ્ટી 147 પોઈન્ટ વધીને 17,451 પર બંધ
Closing Bell
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 7:03 PM
Share

Closing Bell: શેરબજારમાં સતત આઠ દિવસના ઘટાડાનો સિલસિલો આજે તૂટ્યો હતો. આજના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 448 પોઈન્ટના ઉછાળા સાથે, જ્યારે નિફ્ટી 147 પોઈન્ટના ઉછાળા સાથે 17,451 પર બંધ રહ્યો હતો.

30 શેરવાળો સેન્સેક્સ 448.96 પોઈન્ટ અથવા 0.76 ટકાના વધારા સાથે 59,411.08 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ઊંચામાં 59,475.45 સુધી ગયો અને નીચે 59,109.54 પર આવ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 146.95 પોઈન્ટ એટલે કે 0.85 ટકાના ઘટાડા સાથે 17,450.90 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 17,467.75ની ઊંચી સપાટી અને 17,345.25ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

Top Gainers

સેન્સેક્સમાં કુલ 28 શેરો લીલા નિશાન પર બંધ થયા હતા. SBI, Axis Bank, Tech Mahindra, HCL Technologies, TCS, IndusInd Bank, Maruti, Tata Steel, Tata Motors વધારા સાથે બંધ રહ્યા હતા.

Top Losers

બીજી તરફ સેન્સેક્સ શેરોમાં પાવર ગ્રીડ અને એચડીએફસી બેન્ક લુઝર રહ્યા હતા.

અમેરિકી ડોલર સામે રૂપિયો 8 પૈસા સુધરીને 82.50 પર બંધ થયો છે

આજે ડોલર સામે રૂપિયો પણ 8 પૈસાનો વધારો નોંધાવવામાં સફળ રહ્યો હતો. રૂપિયો આજે 8 પૈસા મજબૂત થયા બાદ 82.50 પર બંધ થયો હતો. તેનું કારણ સ્થાનિક શેરબજારોમાં હકારાત્મક વલણ અને કાચા તેલની કિંમતોમાં નરમાઈ હતી.

સતત 12મા મહિને GST કલેક્શન રૂ. 1.40 લાખ કરોડને વટાવી ગયું છે

જીએસટીએ સતત બારમા મહિને સરકારની તિજોરીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ફેબ્રુઆરી GST કલેક્શન વાર્ષિક ધોરણે 12% વધીને રૂ. 1.49 લાખ કરોડ થયું છે. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં IGST કલેક્શન રૂ. 75,100 કરોડ હતું. જ્યારે ફેબ્રુઆરીમાં એસજીએસટી કલેક્શન રૂ. 34,900 કરોડ હતું. જ્યારે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં CGST કલેક્શન રૂ. 27,700 કરોડ હતું.

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">