AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ગુજ્જુ કારોબારીએ કરી કમાલ, એલોન મસ્ક અને જેફ બેઝોસને પાછળ ધકેલી સૌથી વધુ સંપત્તિ ઉમેરી

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ(Bloomberg Billionaire’s Index) અનુસાર ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ગૌતમ અદાણીની સંપત્તિમાં 21.1 અબજ ડોલરનો વધારો થયો છે.

આ ગુજ્જુ કારોબારીએ કરી કમાલ, એલોન મસ્ક અને જેફ બેઝોસને પાછળ ધકેલી સૌથી વધુ સંપત્તિ ઉમેરી
Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:20 AM
Share

Bloomberg Billionaire’s Index : અદાણી ગ્રૂપ( Adani Group)ના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી( Gautam Adani)એ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે સૌથી વધુ સંપત્તિનો ઉમેરો કર્યો છે. ગૌતમ અદાણીએ ટેસ્લાના એલોન મસ્ક( Elon Musk), એમેઝોનના જેફ બેઝોસ(Jeff Bezos), માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ (Bill Gates)અને વોરેન બફેટ( Warren Buffett)ને પણ સંપત્તિ સંપાદનના મામલામાં પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ(Bloomberg Billionaire’s Index) અનુસાર ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ગૌતમ અદાણીની સંપત્તિમાં 21.1 અબજ ડોલરનો વધારો થયો છે.

બીજા સ્થાને બર્કશાયર હેથવે(Berkshire Hathaway) ના વોરેન બફેટનું નામ છે જેમની સંપત્તિમાં સમાન સમયગાળામાં 18.7 અબજ ડોલરનો વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ( Reliance Industries) ના ચેરમેન મુકેશ અંબાણી ( Mukesh Ambani) આ મામલે ત્રીજા સ્થાને છે અને તેમની સંપત્તિમાં 8.24 અબજ ડોલરનો વધારો થયો છે. વિશ્વના ટોચના 10 અબજોપતિઓમાંથી 8 અમેરિકામાંથી એક ભારતીય અને એક ફ્રાન્સનો છે.

એલોન મસ્ક 271 અબજ ડોલર સાથે ટોચના 10 અબજોપતિઓમાં પ્રથમ ક્રમે છે જોકે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે તેમની સંપત્તિમાં માત્ર 1.14 અબજ ડોલરનો વધારો થયો છે. એમેઝોનના જેફ બેઝોસની કુલ સંપત્તિમાં 4.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણી 98.2 અબજ ડોલર સાથે વિશ્વના અબજોપતિઓમાં 10મા ક્રમે છે જ્યારે ગૌતમ અદાણી 97.6 અબજ ડોલર સાથે 11મા ક્રમે છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી જતી મોંઘવારી અને ક્રૂડ ઓઈલના ઉકળતા કારણે વિશ્વ અસ્થિરતા જોઈ રહ્યું છે.

અદાણીની આકમ્પનીના રોકાણકારના નાણાં 50 દિવસમાં ડબલ થયા

અદાણી વિલ્મર(Adani Wilmar) સ્ટોકે છેલ્લા 50 દિવસમાં જબરદસ્ત વળતર આપ્યું છે. કંપનીનો સ્ટોક આ વર્ષે 8 ફેબ્રુઆરીએ BSE પર રૂ. 221 પર લિસ્ટ થયો હતો. શુક્રવારે શેર તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને રૂ. 542નો આંક પણ વટાવી ગયો હતો. અદાણી વિલ્મરનો શેર 133% વધ્યો છે. આ તેનું અત્યાર સુધીનું ઓલ ટાઈમ હાઈ(All Time High) લેવલ છે. આ રીતે IPO રોકાણકારોના નાણાં માત્ર 50 દિવસમાં બમણાથી વધુ થઈ ગયા છે.

આ પણ વાંચો: MONEY9: ટાર્ગેટ મેચ્યોરિટી ફંડમાં ટેક્સની બચત કેવી રીતે કરશો, જાણો આ વીડિયોમાં

આ પણ વાંચો : MONEY9: કયા ફંડમાં કેટલો ખર્ચ થાય છે અને રિટર્ન કેટલું મળી શકે છે, જાણો આ વીડિયોમાં

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">