Bloomberg Billionaires Index : વિશ્વના ધનકુબેરોની યાદીમાં Mukesh Ambani અને Gautam Adani એ ચાઈનીઝ અબજપતિઓને પાછળ ધકેલ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી(Mukesh Ambani) વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં TOP 10 માં સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છે. બીજીતરફ વર્ષ દરમ્યાન દેશમાં સૌથી સફળ રહેલા કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)એ પણ સ્થાનમાં સારો સુધારો મેળવ્યો છે.

Bloomberg Billionaires Index : વિશ્વના ધનકુબેરોની યાદીમાં Mukesh Ambani અને Gautam Adani એ ચાઈનીઝ અબજપતિઓને પાછળ ધકેલ્યા
Mukesh Ambani & Gautam Adani
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 8:02 AM

કોરોનકલમાં અર્થતંત્રને કમરતોડ ફટકો પડ્યો છે પરંતુ ભારતીય શેરબજાર અને કંપનીઓએ આફતમાંથી અવસરની ઉક્તિને સાર્થક કરી બતાવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી(Mukesh Ambani) વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં TOP 10 માં સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છે. બીજીતરફ વર્ષ દરમ્યાન દેશમાં સૌથી સફળ રહેલા કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)એ પણ સ્થાનમાં સારો સુધારો મેળવ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેંકિંગમાં ચાઈનિઝ અબજપતિઓને પાછળ છોડી દીધા છે. ધનકુબેરોની યાદીમાં ચીનના સૌથી ધનિક વ્યક્તિ Zhong Shanshan બંને ગુજ્જુ કારોબારીઓએ પાછળ ધકેલી દીધા છે.

Bloomberg Billionaires Index ના મુજબ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં 84 અરબ ડૉલર અને 78 અરબ ડૉલરનો વધારો થયો છે જેના ચાલતા તે એશિયાના સૌથી ધનવાન કારોબારી બની ગયા છે. આ બંને ગુજ્જુ ઉદ્યોગપતિઓ એશિયાના ધનકુબેરોની યાદીમાં શિખરના સ્થાને બિરાજમાન છે જેમણે ચીનના અબજપતિઓ Zhong Shanshan અને Jack Ma ને યાદીમાં નીચે સરકાવી દીધા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

Bloomberg Billionaires Index ના મુજબ અંબાણી દુનિયાના 12 માં સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે જ્યારે અદાણી આ સૂચીમાં 14 માં સ્થાન પર છે. આ સૂચીમાં 2 લોકોને છોડીને અંબાણીથી ઊપર રહેવા વાળામાં બધા અમેરિકન લોકો છે. યાદીમાં ફ્રાન્સના Francoise Bettencourt Meyers ૧૦ માં ક્રમે છે જયારે તાજેતરમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો થોડા સમય માટે તાજ પહેરનાર ફ્રાન્સના Bernard Arnault બીજા ક્રમે છે.

ધનિકોની યાદીમાં Nongfu Spring beverage company સંસ્થાપક અને Beijing Wantai Biological Pharmacy Enterprise ના માલિક Zhong Shanshan સૌથી ધનવાન ચાઈનીઝ વ્યક્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાનીથી પાછળ પડયા છે. Bloomberg Billionaires Index માં Zhong Shanshan 15 માં સ્થાન પર સરક્યા છે જો કે ગૌતમ અદાણીથી તે ફક્ત 1 પાયદાન નીચે છે. અલીબાબાના Jack Ma 27 માં સ્થાન પર છે.

અન્ય ભારતીયોની વાત કરવામાં આવે તો વિપ્રોના Azim Premji આ સૂચીમાં 43 માં ક્રમે અને એચસીએલ ના ફાઉંડર શિવ નડાર 70 માં સ્થાન પર છે. Bloomberg ના અરબપતિઓની આ યાદીમાં ભારતીયોની તુલનામાં ચાઈનીઝ લોકોની સંખ્યા જોકે વધારે છે. 190 અરબ ડૉલરના સંપત્તિની સાથે આ સૂચીમાં પહેલા સ્થાન પર Jeff Bezos છે.

g clip-path="url(#clip0_868_265)">